ગાય તેનું ગીત ચાલો છોકરાં...


ચાલો છોકરાં રમવા જઈએ,બગીચામાં રમવા જઈએ.
રમાંવામાંતો ખૂબ મજા છે,મજા કરવાને રમવા જઈએ.

ચાલો છોકરાં...

રમત રમે આ ધોળું કૂતરું,રમત રમે નાનું છોકરું.
અબલક દબલાક ડબ્બા,ધન ધના ધન ધન ધબ્બા.

ચાલો છોકરાં...

ગરબા રમીએ,દાવ પકડીતે,વાતો કરીએ સારી સારી,
સૌથી પહેલા દાવ તારોને પછી જ દાવની મારી વારી.

ચાલો છોકરાં...

સાંજ પડે પરત ફરીશું, બધા જઈશું ભૈલાના ઘરમાં.
ભઈલો થયો છે આજે પાસ થયો છે આજે ધોરણ બારમાં.

ચાલો છોકરાં..

ભાવેશ પંડ્યા...
(ધોરણ-૧૨ન પરિણામના દિવસે લખેલું ગીત.)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી