Posts

Showing posts from April, 2012

અધૂરું ભણતર....અનેકને ભણાવે.

Image
આપણો દેશ ભારત.અનેક ખાસિયત ધરાવતો દેશ.અનેક વિધતા ધરાવતા પ્રદેશ અને એવાજ લોકો.એક વખત અમારે કોઈ કામથી બિહાર જવાનું થયું.અમે બિહારની રાજધાની પટના હતા.અહીં અમારા માર્ગદર્શક અને  સાથી સુકુમાર મિશ્ર હતા.સુકુમાર એક એનજીઓ(નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમુખ હતા. અહીં તેમની સાથેનું અમારું  કામ પુરું થયું.આમારી રીટન ટિકિટ હતી.અમારી પાસે સમય હતો.અમે સુકુમારજી ને કહ્યું:’અહીં નજીકમાં શું જોવા જેવું છે?’ સવાલ સાંભળીને તે કહે:’શું કોઈ અભણ માણસ આખા ગામને ભણાવે તેવું તમારે જોવું છે?’મને મનમાં થયું કે કદાચ કોઈ ભૂવો કે મહંત હશે જે કશુંક કરી ગામના લોકોને છેતરતો હશે.પહેલાં તો  અમે ના પાડી.સુકુમાર કહે આવું તમને ક્યારેય નહિ  જોવા મળે.અને અમે તેમની સાથે જોડાયા. પટનાથી બસો કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં અકરોહી  પહોચ્યા.આ ગામ રામગઢ તાલુકામાં પડતું હતું.રામગઢ તાલુકો કૈમૂર જિલ્લામાં આવે.આ ગામ આખા પ્રદેશમાં ચોરો માટે ખ્યાતી ધરાવતું હતું.આખા ગામમાં કોઈ સરકારી મકાન કે સરકારનો  માણસ ન હતો.આખા ગામમાં સિત્તેર ઘર હતા.આ બધાંજ લોકો મુસહર સમાજના હતા.ઈંટોના ભઠ્ઠામાં લોકો મજુરી કરતાં હતા.રાજ્યમાં ગમેતે જગ્યાએ ચોરી થ

RIGHT TO EDUCATION

Image
રાઇટ ટૂ એજ્યુકેશન ૨૦૦૯ હવે અમલમાં છે.કાયદો ખૂબ જ મહત્વનો અને જરૂરી છે.અત્યારે ગુજરાતમાં આ અંતર્ગત અનેક ફેરફારો થયા છે.સરકાર પણ ખૂબ યોગ્ય રીતે તેનો અમલ થાય તેવા સતત પ્રયત્નો કરે છે.ગુજરાતમાં જૂન ૨૦૧૨થી નવા પાઠ્યપુસ્તક અમલી બને છે.આ પુસ્તકો ૨૦૧૨માં ધોરણ છ થી આઠમાં અમલી બનશે.ધોરણ એક થી પાંચના નવા પુસ્તકો જૂન૨૦૧૩ પછી અમલી બનશે.આ નવા પુસ્તકોને રાઇટ ટૂ એજ્યુકેશન ને આધીન રહી બનાવ્યા છે.આખા ભારતમાં આ એક અનોખું કદમ છે.પણ વાત છે એવી કે જયારે આવું કઈ નવું આવે કે અનેક વાત અને વિવાદ થાય. આજે પણ આવું ક્યાંક દેખાય છે.હમણાં થોડા દિવસ પહેલાં દૂરદર્શનપરથી પ્રસારણ હતું.આખા ગુજરાતના દર્શકોએ સવાલ કર્યા.દરેકને જવાબ મળ્યો.કોઈને જરૂરી વિગતો જાણવા મળી.કોઈએ જાણકારી આપી.આ બધામાં એક સવાલ હતો.ખાનગી શાળાનાં સંચાલકોની શું ભૂમિકા હશે?તજજ્ઞએ સરસ વિગતો આપી હતી.શ્રી બુદ્ધીધનભાઈ ત્રિવેદી પહેલાં અંકમાં અને શ્રી હરેશભાઈ ચૌધરી બીજા સપ્તાહે આ ચર્ચામાં જોડાયા હતા.ખાનગી શાળાના સંચાલકોએ પચ્ચીસ ટકા બાળકો મફત લેવાના?.આવું ન કરનારની  માન્યતા રદ થાય.શું બધાંજ ધોરણમાં પચીસ ટકા કે માત્ર પહેલામાં?આવા મફત ભણતાં બાળકોનું રજીસ્

નથી ચોર્યા...નથી ચોર્યા...

Image
એક નાની છોકરી.તેનું નામ ચેતના.તેણે નાનો ભાઈ.નાના ભાઈનું નામ રોનક.તેઓ શહેરની એક સરકારી શાળામાં ભણે.ચેતના સાતમાં ધોરણમાં અને રોનક પાંચમાં ધોરણમાં ભણે.સરકારી શાળા હોય એટલે બધું જ સરકારી.સરકાર આરોગ્ય ચકાસણી કરાવે.(સરકારી...)મધ્યાહન યોજનાનો લાભ મળે. (સરકારી....)આ બધું જ સરકારી હતું.આ બે ભાઈ બહેનનું નસીબ પણ જાણે સરકારી હતું.તેના બાપાએ ખેતીમાં ભાગ રાખ્યો હતો.ભાગ પૂરો થયો.તેના બાપને વતનમાં જવાનું થયું. આ છોકરાંનું ભણવાનું અટક્યું.તે તેની માસીના ઘરે રહ્યાં.મા અને બાપ થરાદના એક અંતરિયાળ ગામમાં રહે.થરાદ એટલે માત્ર બનાસકાંઠા જ નહિ ગુજરાતમાં પણ ખૂબ જ અંતરિયાળ કહેવાય તેવું નાનું ગામ.તાલુકો.છોકરાં માસી જોડે રહીને ભણે.ભણવા માટે માસીના ઘરે રહે.થોડો સમય થયો.માસીને કોઈક વાતની ચૂક આવી.હવે તેણે તેનાં ભાણિયો ખમતા ન હતાં.ચેતના અને રોનકનો બાપ તેના ખાવા અને રહેવાનો ખર્ચ તેમની માસીને આપતો હતો.ગરીબ માણસ.તે બીજું કરે પણ શું? હવે છોકરાંની માસી આ છોકરાંને પરેશાન કરવા લાગી.તેમને ખાવા પણ આપતી ન હતી.ચેતનાની મા છેલ્લે  આવી ત્યારે તેણે સો સો  રૂપિયા આપ્યા હતા.આ છોકરાં બે મહિનાથી હોટલનો  નાસ્તો કરી રહેતાં હતા

HAPPY BIRTHDAY RAMJI…

Image
રામજીનો ૨૧.૬૫.૯૭૬મો જન્મ દિવસ. આજનો દિવસ ખાસ છે.કોઈ એપ્રિલ ફૂલ બનાવશે.કોઈ સાચી વાતને પણ એપ્રિલ ફૂલ માનશે.આજનો આ દિવસ ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વનો છે.આજે પાંચ મહત્વના દિન વિશેષ છે. એકતો રામજીનો જન્મ દિવસ.આ દિવસને આપણે રામનવમી કહીએ છીએ.આ ઉપરાંત સ્વામિનારાયણની પણ જયંતિ છે.સ્વામી રામદાસની આજે જન્મજયંતિ  હોવાની સાથે આજે ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ છે.દેવો માટેની આ નવરાત્રીનું અનોખું મહત્વ છે.પુષ્યનક્ષત્રમાં આજે રવિવાર છે.૯ કલાક અને ૧૨ મિનિટે આ પુષ્યનક્ષત્ર બેસશે.આજે સોનું ખરીદવાનો સોનેરી અવસર કહેવાય.પણ હા સરકારના બઝેટ પછી સોનાના વેપારીઓ હડતાલ પાડીને ઊભા છે.સરકાર લોકોની  છે.લોકશાહી દેશ છે.અને તોય લોકોએ હેરાન થવું પડે છે. લેખની શરૂઆતમાં લખ્યું છે કે આજે રામ ભગવાનનો ૨૧લાખ ૬૫હજાર ૯૭૬ મો જન્મ દિવસ છે.આજના દિવસે રામ ભગવાનની કુંડળીનું ગુજરાતમાં વાચન થાય છે.અમદાવાદ સ્થિત કાળા રામજીમંદિરમાં વર્ષોથી રામ ભગવાનની કુંડળી વંચાય છે.દસ અંકોનો મોબાઈલ નંબર યાદ રાખનાર લોકો માટે આ વર્ષો જનરલ નોલેજ માટે લખ્યા છે. છેલ્લા થોડાક દિવસોથી  બહાર રહેવાનું થયું.ઘરે આવ્યા ત્યારે સમાચાર જ