વાંદરાભાઈ એ કર્યો વિચાર...
વાંદરાભાઈ એ કર્યો વિચાર,ભણવા જઈએ ચાલો નિશાળ. કર્યો વિચારને ગયા નિશાળ,વાંદરાભાઈ તો ખૂબ હરખાય. વાંદરાભાઈ એ કર્યો વિચાર. આગળ પાછળ માંખીઓ આવી.વાંદરાભાઈ ખૂબ શરમાય. શરમાઈનેએ પાછળ જાય,અહીંથી વાંદરોતો ઘરે ભાગી જાય. વાંદરાભાઈ એ કર્યો વિચાર. બીજા દિવસ વહેલા જાગી,નાહી ધોઈને વાંદરો ગયો નિશાળ. ખૂબ હરખાય,ખૂબ શરમાય,ભણી ગણીને તે વાંદરો મોટા થાય. વાંદરાભાઈ એ કર્યો વિચાર.