Posts

Showing posts from July, 2013

હઠયોગીનું ઉદગમ કેન્દ્ર ગુજરાત છે.

Image
  આપણો દેશ ઉત્સવ પ્રિય છે. અનેક ધર્મો સાથે અનેક ઉત્સવો ભારતની ઓળખ છે.અનેક પર્વોમાં અનેક વિધ મુદ્દા અને વિવિધતા છે.આપણને આવા મુદ્દાઓ અને તે તરફ ધ્યાન આકર્ષિત કરવા ખાસ મહેનત કરવી પડતી નથી.દરેક ધર્મમાં આપણને વિવિધતા જોવા મળે છે.આજે આપણે કુંભમેળા અને તેમાં પણ ખાસ નાગાબાવાઓની વાત કરીશું. હિંદુ સંસ્કૃતિ અને પર્વો.પર્વો અને હિંદુ સંસ્કૃતિ.એક સિક્કાની બે બાજુ.આવું જ એક મહાપર્વ થોડા સમય પહેલાં પૂર્ણ થયું.આ પર્વ એટલે મહાકુંભ. કહેવાય છે કે દેવ અને દાનવો દરિયાનું મંથન કરતા હતા.ત્યારે અમૃત કુંભ   નીકળ્યો. સૌ ખૂશ હતા.દેવો અને દાનવો અમૃત જોઈ ખૂશ થયા.તેમાંથી જે વિષ હતુ   તે ભગવાન શિવે પીધું.હવે વધ્યું અમૃત.એમાં કોને લાભ થાય ? કોને લાભ આપવો ? માં કોને લાભ મળે ? છેવટે યુદ્ધ થયું. યુંદ્ધમાં દાનવો જીતતા હતા.વિષ્ણુ ભગવાને કપટ કરી દાનવો ને છેતર્યા.વિષ્ણુ ભગવાન આ કુંભ લઈને ભાગ્ય.વિષ્ણુ ભગવાન દોડતાં હતા. આપણે છાશ લેવા જઈએ અને દોડીઓ તો છાશ ઢોળાય.બસ એમ જ વિષ્ણુ  ભગવાનના હાથે અમૃત કુંભમાંથી અમૃત  ચાર જગ્યા એ ઢોળાયું. આ ચાર જગ્યાએ જ કુંભ ભરાય છે.આ ચાર સ્થળ એટલે હરદ્વાર...ઈલાહાબાદ...નાસિક...અને ઉજ્જે