હઠયોગીનું ઉદગમ કેન્દ્ર ગુજરાત છે.


 આપણો દેશ ઉત્સવ પ્રિય છે. અનેક ધર્મો સાથે અનેક ઉત્સવો ભારતની ઓળખ છે.અનેક પર્વોમાં અનેક વિધ મુદ્દા અને વિવિધતા છે.આપણને આવા મુદ્દાઓ અને તે તરફ ધ્યાન આકર્ષિત કરવા ખાસ મહેનત કરવી પડતી નથી.દરેક ધર્મમાં આપણને વિવિધતા જોવા મળે છે.આજે આપણે કુંભમેળા અને તેમાં પણ ખાસ નાગાબાવાઓની વાત કરીશું.

હિંદુ સંસ્કૃતિ અને પર્વો.પર્વો અને હિંદુ સંસ્કૃતિ.એક સિક્કાની બે બાજુ.આવું જ એક મહાપર્વ થોડા સમય પહેલાં પૂર્ણ થયું.આ પર્વ એટલે મહાકુંભ. કહેવાય છે કે દેવ અને દાનવો દરિયાનું મંથન કરતા હતા.ત્યારે અમૃત કુંભ  નીકળ્યો. સૌ ખૂશ હતા.દેવો અને દાનવો અમૃત જોઈ ખૂશ થયા.તેમાંથી જે વિષ હતુ  તે ભગવાન શિવે પીધું.હવે વધ્યું અમૃત.એમાં કોને લાભ થાય?કોને લાભ આપવો?માં કોને લાભ મળે?છેવટે યુદ્ધ થયું. યુંદ્ધમાં દાનવો જીતતા હતા.વિષ્ણુ ભગવાને કપટ કરી દાનવો ને છેતર્યા.વિષ્ણુ ભગવાન આ કુંભ લઈને ભાગ્ય.વિષ્ણુ ભગવાન દોડતાં હતા.

આપણે છાશ લેવા જઈએ અને દોડીઓ તો છાશ ઢોળાય.બસ એમ જ વિષ્ણુ  ભગવાનના હાથે અમૃત કુંભમાંથી અમૃત  ચાર જગ્યા એ ઢોળાયું. આ ચાર જગ્યાએ જ કુંભ ભરાય છે.આ ચાર સ્થળ એટલે હરદ્વાર...ઈલાહાબાદ...નાસિક...અને ઉજ્જેન. દર ત્રીજા વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે.અનુક્રમે હરદ્વાર...ઈલાહાબાદ...નાસિક...અને ઉજ્જેન આ ચાર એવા સ્થળ છે જ્યાં કુંભમાં થી અમૃત ઢોળાયું  હતું. એટલે જ આ ચાર શહેરની નદીઓના  સ્નાનનું મહત્વ છે.અમૃતકુંભ અને  મહાન કુંભ સાથે જોડી એ એટલે કુંભમેલો કે મહા કુંભમેળો કહેવાય.

દર છ વર્ષે અર્ધ મહાકુંભનું આયોજન થાય છે.અર્ધ મહાકુંભ હરિધ્વાર અને પ્રયાગ(અલ્હાબાદ)માં જ યોજાય છે.અલ્હાબાદમાં સરસ્વતી...પ્રયાગ અને નાસિકમાં ગોદાવરી અને ઉજ્જેનમાં શિપ્રા નદીનો સમાવેશ  થાય છે.સરસ્વતી નદી  હાલ લુપ્ત થઇ  રહી  છે.આ કુંભમેળો વેલેન્ટાઈન ડે ની જેમ નિયત ન હોઈ શકે.ચોક્કસ ગ્રહોની યુતિ સર્જાય ત્યારે જ તેનું આયોજન થાય છે.જયારે ગુરુ  અને સૂર્ય બંને ગ્રહો સિંહ રાશિમાં હોય ત્યારે નાસિક ખાતે. સૂર્ય કુંભ  રાશિમાં હોય ત્યારે હરીધ્વારમાં. ગુરૂનો ગ્રહ વૃષભ  રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે કુંભમેળો પ્રયાગમાં.આજ રીતે ગુરુ અને સૂર્ય વૃષિક માં હોય ત્યારે ઉજ્જેનમાં કુંભનું આયોજન થતું હોય છે.
આજકાલ મહાકુંભ આકર્ષણનું કેન્દ્ બને છે.વિશ્વની અનેક ચેનલો તેની ડોક્યુમેન્ટરી કરે છે.કરોડો લોકો આ પર્વનો લાભ લઇ પવિત્ર બન્યાનો સંતોષ મેળવે છે.આ વખતે કરોડો લોકો પવિત્ર ડૂબકી મારી ચુક્યા છે.એક સાથે સાડા ત્રણ કરોડ લોકોનું સ્નાન એ વિશ્વ રેકોર્ડ હોઈ શકે.ધર્મની  સાથે પ્રદુષણની વાત પણ અહીં જોવા મળે છે.પ્રદુષણ અને પર્યાવરણ ની વાતો કરતાં લોકો આ કુંભ મેળાનો વિરોધ પણ કરે છે.તેની સામે દલીલમાં સાથે ઉતરનાર અને સાચી ખોટી દલીલ કરનાર પણ છે.રાજકીય કવાદાવા સાથે સફેદ ઝભ્ભા ખાસ બોલાવેલી મીડિયા ટીમની સાથે  નેતાઓ આવે છે.સંતો વચ્ચે પણ  સુરક્ષા જવાનો તેમનું રક્ષણ કરે છે.ગમેતે હોય અનેક પક્ષના નેતાઓ ધાર્મિકતાનો ઢોંગ ધારણ કરી ને  અહી પવિત્ર થવા કે હાજરી પુરાવા આવે છે.આ ધાર્મિક પર્વનો રાજકીય લાભ લે છે.

આ મેળાની ભીડનું કોઈ વર્ણન થઇ શકે તેમ નથી. લાંબી ચાલતી આ વિધિમાં મકરશક્રાંતિ...પોષી પૂનમ...એકાદશી કે અગિયારસ...અમાસ...વસંત પંચમી...રથ સપ્તમી...ભીષ્મ એકાદશી...મઢી પૂનમ અને છેલ્લે શિવરાત્રી....આ નવ સ્નાનનું મહત્વ છે.આ કુંભ મેલા દરમિયાન મહામન્ડલેશ્વરની પદવી પણ આપાય છે.મંડલેશ્વર અને મહા મંડલેશ્વરવ કઈ રીતે બનાય અને તેનું શું મહત્વ છે તે ફરી ક્યારેક જોઈશું.આ મુદ્દો એક અલગ ચર્ચાનો વિષય છે.

છ વાગે સ્નાનની લાઈનમાં ઊભા રહો અને સાંજે સાત વાગે પવિત્ર સ્નાનમાં નંબર આવે.આટલી રાહ જોઈને સ્નાનનો અવસર મળે તો પણ સારું કહેવાય. નદીના પ્રવાહની જેમ પવિત્ર સ્નાન કરનારનો પ્રવાહ પણ ચાલે.ચાલુ જ રહે છે. સરકારો હજારો કરોડો આયોજનમાં વાપરે. આજે    આપણા દેશમાં ભરતા કુંભ મેળાનું આકર્ષણ છે નાગાબાવા.કુંભમાંના નાગાબાવા એક વૈશ્વિક પહેચાન બન્યા છે.

આ નાગા સાધુઓનો ઇતિહાસ ગુજરાત સાથે જોડાયો છે. નાગાબાવાઓનો એક્પંથ છે.એક પંથ છે મતલબ અત્યારે તેમાં પણ અનેક ભાગ છે. હા ગુજરાત સાથે જોડાયેલ પંથ મુખ્ય અને પ્રથમ છે. આ મુખ્ય પંથ એટલે  વીર શૈવધર્મ.આ ધર્મ ના સ્થાપક લાવ લુશી નામન સંત હતા.તે અવાખલ માં જન્મ્યા હતા. અવાખલ હાલ ભરુચ પાસે આવેલું છે. અવાખલ ગુજરાતના ભૃગુક્ષેત્રમાં છે. ભૃગુકુચ્છ કે અપભ્રંશથી કેટલાંક ભૃગુકચ્છ પણ કહે છે.એવી પણ માન્યતા છે કે આ કારણે જ તે પ્રદેશનું નામ ભરૂચ પડ્યું. તેમને શિવ મંદિર સ્થાપ્યા અને દિગંબર સંન્યાસીઓની પ્રથા શરું કરી.તેમના શિષ્યોએ જ્યોતીર્લીન્ગોની સ્થાપના કરી.આ સાધુઓને આ જ કારણે વીરશૈવ નાગા તરીકે ઓળખાય છે.તેઓની ઉપાસના અને તપ ખૂબ જ કપરા હોય છે.તે ધ્યાન કરવા બેસે ત્યારે આસપાસ આઠ ધૂણી ધખાવે છે.માથા ઉપર કપડું મૂકી તે ધૂણીની વચમાં બેસી માળા જપે છે.નાગા બાવમાં પણ બે પ્રકાર છે.કંદોર ધરી અને મુંજ ધારી.નાગા બાવાઓની લંગોટમાં પણ એક ખાસ પ્રકાર છે.કેટલાક લોખંડની લંગોટ પહેરે છે.આ પ્રકારના બાવા લોહ લંગોટ ધારી કહેવાય છે.પ્રત્યેક ધર્મ શાંતિ અને સંતોષની વાત કરેછે.આ નાગા બાવા અને તેમના જીવનને નિહાળવું એ પણ એક પવિત્ર લહાવો છે.
આવા પવિત્ર પ્રસંગો અનેક આવે છે.આપણે તેમાં સહભાગી થઈએ છીએ.જયારે આવી કોઈ નવી વાત આપણે જોઈએ કે સાંભળીએ ત્યારે આપણે તે વિષે ખાસ ધ્યાન આપતા નથી.પણ સમજ અને સંસ્કૃતિને સાચવવા આવા પર્વો ખૂબ જ મહત્વ ધરાવે છે.

SMS:
જીવન જીવવા માટે સુખ ક્યારેય સુખી થતા નથી.Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી