Posts

Showing posts from August, 2013

બાલમંદિરના આંગણમાં વાડીનાં ફૂલ

Image
आज नन्हे हाथोको चांद सितारे छूने दो, दो चार किताबे पढकर वो भी हम जैसे बन जायेंगे ! અત્યારના જમાનાનું શિક્ષણ. કોઈ કહે ‘ મોંઘુ’. કોઈ કહે ‘ ગોખણીયું ‘. કોઈ કહે ‘ જરૂરી ‘.કેટલાંક કહે:’હવે બધા કરે તેમ કરવું જ પડે’.ક્યાંક કોઈના વાદે કે ક્યાંક જરૂરીયાત માની સૌ શિક્ષણને મહત્વ આપે છે.સાચી વિકાસની કલ્પના શિક્ષણ સાથે જ જોડાયેલી છે.ગામડું હોય કે શહેર સૌને શિક્ષણની સરખી જરૂર છે.સૌ શિક્ષણને પોતાની રીતે મહત્વ આપે જ છે.તે જરૂરી પણ છે. અને જરૂરી હોવું પણ ખૂબ જરૂરી છે.આજે શિક્ષણની ગંભીરતા પણ વધી છે.માંગ પણ વધી છે અને તેની અસરકારકતા પણ વધી છે.  બાળકનો  ઘરમાં જન્મ થાય,સૌ ખુશ થાય.આટલી જ ખૂશી બાળકને બાલમંદિરમાં  પ્રવેશ મળે ત્યારે ઘરમાં સૌને થાય છે.  બાલમંદિર અને તેના સંચાલકો અનેક પ્રકારની જાહેરાતો કરી વાલીઓને પોતાની તરફ આકર્ષે છે.આવા ખરા કે ખોટા આકર્ષણો સાથે વાલીઓ પોતાના બાળકને જે તે બાલમંદિરમાં પ્રવેશ અપાવે છે. બાલમંદિરમાં પ્રવેશ મળ્યાં પછી બાળકોને કઈ રીતે શીખવવામાં આવે છે. નાના બાળકના વાલી ક્યારેક જોવા,જાણવા કે ન સમજાય સંસ્થા કે બાલમંદિરમાં પૂછવા જાય છે. બાળક ફૂલ છે.શિક્ષક તેનો માળી છે.આ