Posts

Showing posts from March, 2022

આલોક સાગર(aalok sagar)

Image
 આજે વાત કરી રહ્યા છીએ તે પહેલી નજરે જોતાં તો કોઈ વનવાસી જેવા લાગશે. હા, તે અંતરિયાળ વિસ્તારમાં જ રહે છે.  તેમની હકીકત જાણીને તમે પણ ચોંકી જશો. વાત છે આલોક સાગર વિષે જેઓ IIT દિલ્હીથી ભણેલ છે. છેલ્લા 33 વર્ષથી તેઓ મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં જીવન જીવી રહ્યા છે. જીવનમાં એશો આરામ છોડીને તેઓ જીવન પસાર કરી રહ્યા છે. આલોક સાગરે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું છે.  એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી, તેઓ 1977માં યુએસ ગયા, જ્યાં તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. આ દરમિયાન તેમણે પોસ્ટ ડોક્ટરેટ અને કેનેડા સ્થિત ડેલહાઉસી યુનિવર્સિટીની સમાજશાસ્ત્ર વિભાગમાંથી ફેલોશિપ પણ મેળવી. ત્યાંથી અભ્યાસ પૂરો કરીને તેઓ IIT દિલ્હીમાં પ્રોફેસર બન્યા. જોકે, અહીં તેમનું મન ન લાગ્યું અને પછી નોકરી છોડી દીધી. આલોક સાગરના પિતા સીમા શુલ્ક ઉત્પાદન વિભાગમાં સેવા આપી રહ્યા હતા. તેમનો એક નાનો ભાઈ અંબુજ સાગર IIT દિલ્હીમાં પ્રોફેસર છે. એક બહેન અમેરિકા કનેડા માં તો એક બહેન જેએનયુ દિલ્હી ખાતે કાર્યરત છે. આલોક સાગર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના ગુરુ છે. તેમને ઘણી ભાષાઓનું જ્ઞાન છે તેમ છત

જીવતી વારતા:ગણિતનો જાદુગર

Image
નસ્કાર મિત્રો.  આજે આપને નવી વાર્તા સાથે મળી રહ્યા છીએ.આ આપણી વાત છે. આપણાં જીલ્લાની વાત છે.અપણાં બનાસકાંઠા જીલ્લાની વાત છે. બનાસકાંઠા જીલ્લો. એમાં એક નાનો તાલુકો. તાલુકાનું નામ દિયોદર.દિયોદર તાલુકાનું નાનું ગામ પાલડીમીઠી. આ પાલડીમીઠીમાં એક વિદ્યાર્થી. જેનું નામ જગદીશ પણ બધાં એને જગો કહે. જગાને વિષયતો બધા જ ફાવે પણ ગણિતમાં ખૂબ રસ. ગણિતનો કોઈ પણ દાખલો હોય, સાહેબ શીખવે. એ જગો તરત સમજી જાય અને એ  બીજાને શીખવી પણ શકે.  ગરીબ ઘરનો આ જગદીશ. ભણવામાં હોંશિયાર એના શિક્ષક જયેશભાઈ એનું વિશેષ ધ્યાન રાખે. એના પિતા અને માતા પણ ન હતાં. આવો અનાથ જગો. ભણવામાં હોશિયાર.ગણિતમાં ખાસ હોશિયાર.એક દિવસની વાત છે. શાળામાં એકાદ શિક્ષક રજા ઉપર હશે. આ એ જમાનાની વાત છે જયારે ગામડામાં બે - ત્રણ શિક્ષકો આખી શાળાનું સંચાલન કરતાં.એકાદ શિક્ષક રજા ઉપર હોય. એકાદને કાંઈક કામ હોય. એક શિક્ષક વધે જે બધા જ બાળકોને સાચવીને એમનું શિક્ષણ કાર્ય કરાવે. આ સમય જયેશભાઈની જવાબ દારી હતી કે શાળાના સો - સવા સો બાળકોને સાચવીને રાખે. એમની સાથે કાંઈક એવું કામ કરે જેનાથી શાળાના બીજા શિક્ષકને વહીવટી કામ કરવામાં અનુકુળતા રહે. હવે, બાળકોને આપી તો

જીવતી વારતા:પૂનમચંદ

Image
 નમસ્કાર દોસ્તો...! આજે નવી વાર્તા સાથે આપણે મળી રહ્યા છીએ. એવા અનેક લોકો છે.જેમને એમની જીંદગીમા બધું જ દેશ માટે આપી દીધું. ન પોતાની ચિંતા કરી, ના પોતાના પરિવારની. આવા અનેક શહીદો હશે.અનેક ક્રાંતિકારીઓ હશે, જે આપણી આસ-પાસ હશે. એમના નામની થયેલી ઘટનાઓ, એના જોડે બનેલા પ્રસંગો એક વાર્તા હશે. આવા અનેક ક્રાંતિવીરો, અનેક દેશ ભક્તો. કશુંક ખાસ કરનાર વ્યક્તિઓ, અને એવા મહાનુભાવો કે જેમણે દેશ માટે,પોતાના પ્રાંત માટે, કશુંક કર્યું છે. એમને આપણે યાદ કરી રહ્યા છીએ. એમણે આપને યાદ કરીશું.  એક નાનું ગામ. અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલું ગામ. નાનું ગામ. તમામ પ્રકારની વર્ણ આ ગામમાં રહે. આ ગામની અંદર જયશંકર પંડ્યા નામના એક બ્રાહ્મણ. જયશંકરના ઘરે પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ પુનમચંદ. પૂનમના ચાંદ જેવો સુંદર પુત્ર.  દિવસેના વધે એવો રાતે વધે,રાતેના વધે એવો દિવસે વધે. એ પુનમચંદે જોયું તો એના ગામમાં કોઈક વ્યક્તિઓ આવે ,બીજા દેશના દેખાતા બીજા ગોરા  માણસો આવે છે. આપણા જેવા નહિ એવા જુદા માણસો આવે. એમના આગળ આખું ગામ ગુલામી કરે. નાનપણથી જ પુનમચંદને આ પસંદ ન હતું. શું થઇ શકે ? નાનપણથી જ પોતાનો દેશ પોતાનો નથી એવી લાગણી સા