જીવતી વારતા:ગણિતનો જાદુગર







નસ્કાર મિત્રો. 

આજે આપને નવી વાર્તા સાથે મળી રહ્યા છીએ.આ આપણી વાત છે. આપણાં જીલ્લાની વાત છે.અપણાં બનાસકાંઠા જીલ્લાની વાત છે. બનાસકાંઠા જીલ્લો.

એમાં એક નાનો તાલુકો.

તાલુકાનું નામ દિયોદર.દિયોદર તાલુકાનું નાનું ગામ પાલડીમીઠી. આ પાલડીમીઠીમાં એક વિદ્યાર્થી. જેનું નામ જગદીશ પણ બધાં એને જગો કહે. જગાને વિષયતો બધા જ ફાવે પણ ગણિતમાં ખૂબ રસ. ગણિતનો કોઈ પણ દાખલો હોય, સાહેબ શીખવે. એ જગો તરત સમજી જાય અને એ  બીજાને શીખવી પણ શકે. 


ગરીબ ઘરનો આ જગદીશ. ભણવામાં હોંશિયાર એના શિક્ષક જયેશભાઈ એનું વિશેષ ધ્યાન રાખે. એના પિતા અને માતા પણ ન હતાં.


આવો અનાથ જગો. ભણવામાં હોશિયાર.ગણિતમાં ખાસ

હોશિયાર.એક દિવસની વાત છે. શાળામાં એકાદ શિક્ષક રજા ઉપર હશે. આ એ જમાનાની વાત છે જયારે ગામડામાં બે - ત્રણ શિક્ષકો આખી શાળાનું સંચાલન કરતાં.એકાદ શિક્ષક રજા ઉપર હોય. એકાદને કાંઈક કામ હોય. એક શિક્ષક વધે જે બધા જ બાળકોને સાચવીને એમનું શિક્ષણ કાર્ય કરાવે. આ સમય જયેશભાઈની જવાબ દારી હતી કે શાળાના સો - સવા સો બાળકોને સાચવીને રાખે. એમની સાથે કાંઈક એવું કામ કરે જેનાથી શાળાના બીજા શિક્ષકને વહીવટી કામ કરવામાં અનુકુળતા રહે. હવે, બાળકોને આપી તો શું શકાય, એવું તો શું કામ આપવું જેનાથી એ લાંબો સમય સુધી શાંતિથી બેસી રહે. થોડીક વાર ચિત્રદોરવાનું આપ્યું, થોડીક વાર લખવાનું આપ્યું, થોડીક વાર કાંઈક પ્રશ્નોના જવાબ લખવાના આપ્યા. પણ જુદા-જુદા ધોરણના બાળકો એક સાથે બેઠેલા હોય અને કોઈ ને કોઇ આવતું જાય અને સાહેબને વતાવતું જાય. સાહેબ જોતા જાય અને આગળ નવું કામ છોકરાં ને આપતા જાય. પણ એમાં જયેશભાઈ પોતાનું કામ કરી શકતા ન હતા અને વિદ્યાર્થીઓ સતત બતાવવા આવતા. 


હવે સરકારી શાળામાં કામ કરવા માટે એક શિક્ષક જ હોય અને સરકારી કામ કરવાનું હોય. વિદ્યાર્થીઓને પણ ભણાવવાના હોય અને વહીવટી કામ પણ હોય. જયેશભાઈએ પણ વિચાર્યું કે હું આ બાળકોને શું કરું કે જેનાથી આ ખૂબ જ ઝડપથી પાછા આવતા બાળકો થોડોક સમય રોકાઈ શકે  તો હું મારું કામ કરી શકું. એમણે વિચાર્યું.


થોડીક વાર વિચાર્યા પછી બધાં જ બાળકોને કીધું બોલો ભારતમાતા કી ,બધાજ બાળકો બોલ્યા જય...!ભારતમાતા કી જય...!મોઢાં પર આંગળી. બધાં જ છોકરાંએ અવાજ બંધ કરી દીધો. આ સરકારી શાળાની પેટર્ન છે.પછી સાહેબે કહ્યું બધાં  એક,બે,ત્રણ,ચાર,પાંચ,છ એમ સો સુધીની સંખ્યાનો સરવાળો કરીને લાવો.



૧+૨+૩+૪+૫ એમ સો સુધીની સંખ્યાનો સરવાળો કરવાનો. ખૂબ મોટું લેશન હતું. ખૂન બધું ગૃહકાર્ય હતું. ખૂબ બધું લખવાનું હતું. કદાચ સમય જાય એવો હતો. સરવાળાની પ્રક્રિયા લાંબી હતી. બધા જ બાળકો ..કોણ ઝડપી કરી શકે છે. એ કરવા માટે એમને લખવાનું સારું કર્યુ. કોઈએ પેલા એક થી સો લખી નાંખ્યા. પછી વત્તા-વત્તા-વત્તા-વત્તા નું ચિહ્ન કર્યું.


કોઈ ૧+૨ આમ અડું લખતાં ગયાં  અને ચિહ્ન  કરતાં ગયાં. બાળકો લખી રહ્યાં હતાં.  એટલામાં જગો ક્યાંકથી ઉભો થઈને આવ્યો. આ પાલડીમીઠી  ગામ દિયોદર તાલુકાનું. એ જમાનામાં ત્યાં શાક્ષરતાનું પ્રમાણ ખુબ ઓછું. એ સમય આ જગો , માતા-પિતા વગરનો જગો. સિદ્ધો જ એનો જવાબ લઇ એના સાહેબ જયેશભાઈ જોડે આવીને ઉભો રહી ગયો. જયેશભાઈએ તો એમનું લખવાનું શરું એ નહોતું  કર્યું એટલામાં એણે જવાબ જોઈ લીધો. આ જવાબ જોઈ પેલાએ પૂછ્યું જગા આ કઈ રીતે કર્યું, જગા બોલ જવાબ કેટલો છે. જગાએ કીધું સાહેબ જવાબ છે, ૫૦૫૦(પાંચ હજાર પચાસ)  ૧+૨+૩+૪+૫ એમ સો સુધી ગણવા જાઓ તો એનો સરવાળો થાય ૫૦૫૦.


સાહેબે કહ્યું,"જગા હજી તો બીજા છોકરાં તો એકથી વીસશ સુધી પણ નથી લખી રહ્યા અને તું સરવાળાનો જવાબ લાવ્યો" મેં પણ એટલો મોટો સરવાળો નથી કર્યો તો હું કઈ રીતે માની લઉં કે આ સરવાળો સાચો છે. 



જગાએ કહ્યુંસાહેબ,"કાંતો તમે સરવાળો કરીને માનો કે હું મારી સરવાળો કરવાની રીત બતાવું. જગાના સાહેબ કહે: 'તુ એક કામ કર, તું મને તારી રીત બતાવ.' જગાએ કીધું સાહેબ ૧+૨+૩+૪ કેટલા થાય ? 


સાહેબે ગણતરી કરી ૧+૨ એટલે ૩. ૩+૩ એટલે ૬. ૬+૪ એટલે ૧૦. 


૧,૨,૩,અને ૪ નો સરવાળો ૧૦ થાય. જગાએ કહ્યું , સરવાળો ૧,૨,૩,અને ૪ નો ૧૦ થતો હોય તો ૪ × ૫ % ૨ કરો તો કેટલો જવાબ આવશે. સાહેબે ફરીથી આ કામ કર્યું.  ૪ × ૫ =૨૦ % ૨ (બે) એટલે જવાબ થયો ૧૦ (દસ) 


સાહેબ હજુ પણ સમાજતા ન હતા. જગાએ કહ્યું સાહેબ જવાબ 

મળી ગયો. પ, કે આતો ૧ થી ૪ નો સરવાળો કર્યો  છે. તે તો ૧ થી ૧૦૦ નો સરવાળો કર્યો છે.તો જગો કે, સાહેબ ૧ થી ૪ નો સરવાળો કરવા માટે ૪ × ૫ = ૨૦ ભાગ્યા  ૨ કર્યો એજ રીતે ૧ થી ૧૦૦ નો સરવાળો કરવા માટે ૧૦૦ × ૧૦૧ ભાગ્યા ૨  કરીએ તો તેનો જવાબ મળે.તો ૧૦૦ × ૧૦૧ થી જે જવાબ આવે છે એને તમે બે વડે ભાગીએ તો જવાબ આવશે. સાહેબે એ રીતે કરી જોયું. સાહેબે ૧,૨,૩,૪,૫ નો સરવાળો કરી જોયો.એજ રીતે ૧૦૦ × ૧૦૧ ભાગ્યા બે પણ કરી જોયા. 


જગાનો જવાબ સાચો હતો. જગો સાચો હતો સાહેબે જગાની આ રીત બીજા વિદ્યાર્થીઓને પણ શીખવી અને જગાને કહ્યું ,"જગા તું ખરેખર ગણિતનો જાદુગર છે. આ શાળામાં કેહવાતો  જગો આજે વડોદરાની અંદર Mathsના પ્રોફેસર તરીખે પોતાનું જીવન જીર્વાહ કરી રહ્યો છે. અને આવા અનેક નાના-મોટા પ્રયોગો નાની-મોટી રમતોથી ગણિતને રસપ્રત બનાવવા માટે જગદીશભાઈ કામ કરી રહ્યા છે. આજે આ જગદીશભાઈ રાવલ પ્રોફેસર તારીખે ઓળખાય છે.અને એ ગણિતમાં સમગ્ર ગુજરાતમાં જ નહિ સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ સાથે કામ કરી રહ્યા છે. એવવા જગદીશભાઈને યાદ કરીએ, એવવા એમના ગુરુજી જયેશભાઈને યાદ કરીએ. આજની વાર્તાને અહીં અટકાવું છું.


           શ્રોતા મિત્રો ફરીથી કોઈ નવી વાર્તા સાથે મળીશું 90.4FM એટલે આપણો રેડીઓ, આપણો અવાજ, રેડીઓ પાલનપુર સાથે. Radio palanpur 90.4FM



ગણિતનો જાદુગરની વાર્તા સાંભળવા માટે ક્લિક કરો.

ગણિતનો જાદુગર વાર્તા સાંભળવા કિલક કરો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી