Posts

Showing posts from September, 2023

નીલમનો ઝભ્ભો

Image
  નમસ્કાર મિત્રો, ૯૦.૪ F.M રેડિયો પર તમારા માટે એક નવી વાર્તા લઈને આવ્યો છું.વાર્તાનું નામ છે. નીલમનો ઝભ્ભો હવે તમને થશે કે આ નીલમનો ઝભ્ભો નીલમ છોકરો છે કે છોકરી છે.ઝભ્ભો તો ગમે તે પહેરે.પણ નીલમની વાર્તામાં નીલમ એ પુરુષ છે.ને શિક્ષક છે.અને એને સરસ મજાનો ઝભ્ભો તૈયાર કર્યો છે.તો વાત જાણે એમ બની બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની એક સરકારી શાળાના શિક્ષક આ નીલમભાઈ પટેલ.નીલમભાઇ કલાકાર જીવના હતા.નીલમભાઇ સારા ચિત્રકાર,નીલમભાઇ સારા વાર્તાકાર,અને નીલમભાઈ સારા શિક્ષક સતત બાળકો માટે કામ કરતા નીલમભાઈ. એક વખત એક સમસ્યા નીલમભાઈના સામે આવે છે.સમસ્યા એ હતી કે જુદાં જુદાં ધોરણના બાળકો ભણવા માટે જુદાં જુદાં વર્ગમાં બેસવાની વ્યસ્થા હતી.પણ સરકારી શાળામાં કોઈક વાર એવું બને કે એક શિક્ષકને એક કરતાં વધુ ધોરણ હોય.આ વખતે વર્ગખંડમાં બોર્ડ એક હોય તો કોને શું ભણાવું કયા બાળકો માટે લખવું ને કયા બાળકો માટે ના લખવું. હવે નીલમભાઈ તો નાના ધોરણના શિક્ષક પહેલું બીજું ધોરણ ભણાવે. આ પહેલાં બીજા ધોરણના બાળકોને બોર્ડ ઉપર લખાવતી વખતે બીજા ધોરણના બાળકો હેરાન ન થાય. એ માટે નીલમભાઈ એ એક સરસ મજાની પ્રવૃતિ આયોજન કર્યું.સૌપ્રથમ

આવા હતા લંકેશ રાવણ...

Image
  આ જુદો પ્રસંગ છે. લંકા ના અધિપતિ ની વાત છે. રાવણ ખાલી શિવ ભક્ત,વિદ્વાન તેમજ બુદ્ધિ વિહીન નથી. પણ, માનવતાવાદી પણ હતો. એને ભવિષ્ય ની ખબર હતી. રાવણ ને ખબર હતી કે શ્રી રામથી જીત મેળવવી શક્ય નથી. જ્યારે તુલસી કૃત રામ ચરિત  માનસમાં લખ્યુ છે કે, રાવણ પાસે જામવંત જી નિમંત્રણ આપવા માટે લંકા જવાનું કહેવા માં આવ્યું. જામવંત જી મોટા શરીરના હતા. એ કુંભકર્ણ થી થોડા જ પાતળા હતા.લંકા માં રક્ષકો પણ હાથ જોડી ને રસ્તો બતાવી રહ્યા હતા. આ રીતે જામવંત ને લંકામાં  કોઈને પૂછ્વું ના પડ્યું. રાવણ જાતે લંકામાં અભિવાદન કરતા જોવા મળ્યા.જામવતે હસતા મુખે કહ્યું કે હું અભિવાદન નું પાત્ર નથી. હું વનવાસી રામ નો દૂત થ ન આવ્યો છું. શ્રી રામે તમને સાદર પ્રણામ કહ્યું છે. રાવણે સવિનય્ કહ્યું: ' તમે મારા પિતાના ભાઈ થાઓ છો. આ રીતે તમે મારા પૂજ્ય છો. કૃપા કરીને આસાન ગ્રહણ કરો. જો તમે અમારું નિવેદન સ્વીકાર કરશો તો હું સાવધાન થઈ ને સાંભળી શકીશ. જામવંત જી એ  કોઈ ચિંતા વિના આસાન ગ્રહણ કર્યું. રાવણે પણ આસાન ગ્રહણ કર્યું.તે પછી જામવંત જી એ કહ્યું કે વનવાસી રામે સાગર સેતુ નિર્માણ ઉપરાંત સ્વ શક્તિ  પ્રમાણે  લિંગની સ્થાપના કરવ

ન્યાયાધીશ અને માસ્તર

Image
મારા એક...  નહીં મારો એક મિત્ર સંજય રાવલ. અમદાવાદનો ચાણક્ય. કારણ ચાણક્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવે. ફેઇસ બુકમાં હું એમનો ફોલો કરું છું. જ્યારે એ લખે, સરસ જ લખે. ઘણી વખત એવું થાય કે આ વિગત હું મારા બ્લોગમાં લખું. થાય એવું કે બેઠું લખવું મને ન ગમે. કારણ બ્લોગ મારો છે. આ વખતે સંજય રાવલે એવું લખ્યું કે મને સીધું જ અહીં મૂકવાનું મન થયું. આ કારણે સંજયભાઈ ને મેસેજ કર્યો. એમણે મને લખવા સૂચના આપી. એમની વિગત અહીં હું આપને માટે લખું છું. હવે સંજયભાઈ રાવલની વાત...  એક દિવસની વાત છે. સંજય રાવલને કોર્ટમાં જવાનું થયું. બીજા એક જિલ્લામાં જવાનું થયું. જીલ્લો દૂરનો હતો. આ જિલ્લાની સેશન્સ કોર્ટમાં મારે હજાર રહેવાનું થયું. એમની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે ત્યાં જવાનું હતું. એના જન્મતારીખના પુરાવા તરીકે વય પત્રક લઈ હાજર રહેવાનું થયું. કોર્ટ અને વિદ્યાર્થીના નામનો ઉલ્લેખ કેટલાક કારણોસર એમણે કર્યો નથી. આતો માસ્તર. સમય સર પહોંચી ગયા. તે કોર્ટની અંદર પ્રવેશ્યા. ન્યાયાધીશ સાહેબની સામે જઈ ઊભો રહ્યા. એમને જોઈ ન્યાયાધીશે પૂછ્યું, "તમે?" મેં કહ્યું, "નમસ્તે સર, હું શાળાનો પ્રિન્સિપાલ છું. આજે અહી

કલામ ને સલામ...

Image
અબુલ પકીર જૈનુંલાબદિન અબ્દુલ કલામ. આપણાં સૌના અબ્દુલ કલામ. આ વાત છે વર્ષ:૨૦૦૭ ની છે. તમિલનાડુ જિલ્લાના ત્રિચી જિલ્લા પોલીસ અધિક્ષક. એમનું  નામ કલિયા મૂર્તિ.  રાષ્ટ્રપતિ કલામ સાહેબે સીધો કાલિયા મૂર્તિને ફોન કર્યો. કલામ સાહેબે પૂછ્યું તમારા જિલ્લામાં થુરેયુર નામ નું એક ગામ છે. કલામ પૂરા વિશ્વાસથી બોલતાં હતાં. સવાલ સાંભળી પોલીસ અધિક્ષક હા પાડે છે.પોલીસ વડા ને  કલામ સાહેબ કહ્યું આ ગામમાં સરસ્વતી નામની એક દીકરી છે. તેની ઉંમર માત્ર ૧૭ વર્ષની છે. એના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આ દીકરીના લગ્ન જબરદસ્તીથી થઈ રહ્યા છે. લગ્ન જેની સાથે થાય છે એ વ્યક્તિની ઉંમર ૪૩ વર્ષની છે. કલામ સાહેબ મુદ્દા એક પછી એક બોલી રહ્યા હતા. કલામ સાહેબે પોલીસ અધિકારીને સૂચના આપતાં કહ્યું: ' મને જાણવા મળ્યું કે દીકરી લગ્ન કરવા તૈયાર નથી. તે ધોરણ: ૧૨માં  સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાને હતી. તે હજુ આગળ ભણવા માગે છે. શું તમે એ દીકરીને મદદ કરી શકો છો ?' આટલું બોલી કલામ ફોન ઉપર અટકી ગયા. સામેથી યસ સર ... જય હિન્દ સર... અવાજ આવે છે. આ તરફ કલામ સાહેબ ફોન મૂકી દે છે. જે થયું... એ હવે જુઓ.. માત્ર એક કલાકમાં થુરેયુર ગામમાંDYSP

સોનાનાં ડોશીમા

Image
એક ઘરડા ડોશી હતા. એમને એક દીકરો. દીકરાને એક વહુ.  ઘરમાં એક કૂતરો. આખા ઘરમાં ડોશીમાં,દીકરો,વહુ અને કૂતરો રહે. દીકરો ભોળો પરંતુ એની વહુ બહુ કચ વાળી. વહુ ડોશીને પસંદ કરતી ન હતી.એક દિવસ વહુને ઉપાય મળી ગયો. વહુ એના વર ને કહે: ‘આપણા ખેતરમાં ચણાની ખેતી કરી છે.એ બધા લોકો આવતાં જતાં લઇ જાય છે. જેથી આપણને નુકસાન થાય છે.જો સાસુમા ખેતરમાં રહે તો આપણું નુકશાન ઓછું થાય. મા ને રહેવા માટે ઝુંપડી બનાવી દઈએ. સાસુમાને દેખરેખ માટે રાખી લઈએ.ત્યાં પાણી અને જમવાની સગવડ કરી દઈએ. છોકરાને પણ થયું ખેતર માં નુકસાન થાય તો આ વાત ખોટી નથી.દીકરાએ એની માને વાત કરી. ને દોશી કહે: ‘મારું શું? હું તો ભાગવાન ની માળા ખેતર માં જ ફેરવીશ.  ભગવાનની સેવા કરીશ ને સાથે ખેતરની દેખરેખ પણ રાખીશ. ખેતીનું નુકસાન પણ નહીં થાય. છોકરા એ બીજા દિવસે ખેતરમાં ઝુંપડી બનાવી આપી ને પીવા માટે પાણીનું ઘડો મૂકી દીધો. સવાર સાંજ માટે જમવાનું ભોજનની સગવડ કરી. એક દિવસની વાત છે. મહાદેવ શંકર પરિવાર સાથે ધરતી ઉપર આવી ગયા હતા. શંકર ભૂમિ લોકમાં હતા. ભગવાન શંકર આ છોકરાના ખેતરમાં આવી ગયા. ખેતરમાં ચણા કરેલા હતા.લીલા છમ ચણા જોઈને શંકર ભગવાનને ચણા ખાવાનું

અશ્વત્થામા અને સંજય જોષી

Image
             ઈચ્છાઓ... માણસને મારવા પણ ન દે... આજે જીવતી વાર્તામાં ‘અશ્વથામા...’ ભગવાન કૃષ્ણએ કલયુગ ના અંત સુધી જીવતા રહેવાનો શ્રાપ આપ્યો. કહેવાય છે જન્મ સમયથી માથામાં મણી લઈને જન્મેલા.શંકરનો અંશ કહેવાતા અશ્વથામા. તો... ૧૯૮૩માં બનેલી ઘટના - શરૂઆત - ૧૯૧૩માં થઈ. તેમનો ઘાર્મિક પરિવાર. સંજય જોષીનો જન્મ નવસારી પાસેના ગામમાં થયો. ૪૦ થી ૫૦ વર્ષના થયા ત્યારે જાણ્યું કે અશ્વથામા આજેય જીવંત છે. ત્યારથી એમના દર્શન કરવાનું વિચાર્યું... બુરહાનપૂરા પાસે અસીમગઢના કિલ્લામાં એક શંકરનું મંદિર. જ્યાં એમની દિકરી પરણાવી હતી. એમના પૌત્રનો ૧૮મો જન્મ દિવસ. આ દિવસે એમની તબિયત બગડી... સારવારના અંતે કેન્સર હોવાનું જણાયું. ખાવા-પીવાના શોખીન. રસગુલ્લા ખુબ ભાવે. કેન્સર થયું ત્યારથી અશ્વથામાના દર્શનની તાલાવેલી લાગી. અશ્વથામાના દર્શન થાય અથવા એ સ્થળે જીવનના અંતિમ દિવસો પસાર થાય. બુરહાનપૂરામા દીકરી-જમાઈ અને ભાણીયાં રહે. ત્યાં જવાની વ્યવસ્થા થઈ. કેન્સરને કારણે ડોકટરે વધુમાં વધુ બે મહિના જીવશે.દીકરીને ઘરે જઈ ગાડીની વ્યવસ્થા કરી. એમણે સાંભવ્યું હતું કે અશ્વથામા સવારે પાંચ વાગે પૂજા કરવા આવે

વહુ અને માતાજી...

Image
એક નગર માં શાહુકાર રહેતો હતો.તેને મિલકત અને ધન હતું. હા,શાહુકારને સંતાન ન હતું.તે સંતાન વિનાનો  હતો. તેને ઘણા જપ તપ કરી જોયા. બાધાઓ રાખી. ગરીબોને મદદ કરી. બધુ જ સંતાન માટે કરી જોયું. પરંતુ એમને સંતાન  ન થયું. શાહુકાર આસપાસના ઘરમાં બાળકોનો રડવાનો કે રમવાનો અવાજ સંભાળે તો શાહુકાર દુઃખી થઈ જતો. કેટલીક વખતે આવા અવાજ સાંભળી તે રાજી  થતો. શાહુકાર ભગવાનનું જાપ અને દાન વધુ કરતો હતો. છેવટે એક દિવસ સવારે માતાજી આવીને શાહુકારને  કહે: ' તારા જપ અને તપ જોઈ આ દીકરો તને આપું છું. તારા ઘણા સારા કામને લીઘે એક જ દીકરો આપીશ. હા, આ દીકરો વીસ વરસનો થાશે એ સમયે એનું અવસાન થશે  આ બાબત કોઈ અટકાવી નહીં શકે.' માતાજી આટલું બોલી અલોપ થઈ ગયાં. શાહુકારે વાત તેની વહુ ને કરી. તેની વહુ કહે: ' વીસ વરસ સુધી તો દીકરીના માં બાપ તરીકે જીવી શકાય. આજે સંતાન નથી એવું સૌ કહે છે. દીકરો વીસ વરસનો થાય અને અવસાન થાય તો કોઈ સંતાન વગરની તો નહીં કહે. ' શાહુકારને તો એની વહુ ખુશ એટલે એય ખુશ થઈ ગયો. મહિનાઓ પસાર થતાં ગયાં. નવ એક મહિના થયા અને શાહુકારને ઘરે દીકરાએ અવતાર લીધો. દિવસો પસાર થતાં ગયા. દીકરો મોટો થતો ગયો. શાહુકા

એક જ ભાવ

Image
  મારે સેવા કરવી છે. મારે કોઈને સુખી કરવા છે. મારાથી શું થઈ શકે કે હું કોઈને મદદ કરી શકું? આવું વિચારીને કોઈનું ભલું કરવાનો વિચાર ભગવાન જ આપે છે. ભગવાન શું કાયદાને આધીન રહી ભલું કરતાં નથી. શું કરવાથી ભગવાન રાજી થાય એ જણાવું જરૂરી છે. किसी के काम जो आए,इ से इंसान कहते हैं। पराया दरद अपनाए,इ से इंसान कहते हैं। એક ગામ. ગામની બાજુમાં એક મંદિર. આ મંદિરમાં એક સાધુ રહે. ગામમાંથી પસાર થનાર સૌને એ રામ રામ કહે. સાધુને ખબર ન હોય કે કોઈ પસાર થાય છે, તો પસાર થનાર સાધુ ને રામ રામ કરે. આ સાધુ માટે એવું કહેવાય કે આરતી સમયે એ ભગવાન સાથે વાત કરે. રામજીના મંદિરની આ વાત સાંભળી હવેતો રોજના હજારો લોકો આવતા. આ મંદિરમાં એક નિયમ. અનોખો અને આગવો નિયમ. સાંજે અને સવારે અહીં અનેક લોકો એકઠા થાય. મંદિરમાં જે આવે એ ભગવાનના નામની માળા ફેરવે. કોઈ એક માળાના જાપ કરે. કોઈ અહીં એકાદ બે માળાનો જાપ કરે. સમૂહમાં માળાના જાપ પૂરા થાય. ભેગાં થયેલ સૌ મંદિરની આરતીમાં જોડાય. આરતી પછી જે ભોજન લેવાના હોય. જેમને ભગવાનની બે માળાઓ કરી હોય અને ભોજન લેવાનું હોય તે સાધુ પાસે રોકાય.ગામનાં હોય એ તો ઘરે જતાં રહે. બીજા અહીંથી નીકળી જાય.  આવું

રમણલાલ સોની

Image
  #iim  અમદાવાદ. સૃષ્ટિ અને હનીબી નેટવર્ક દ્વારા દેશમાંથી સૌ પ્રથમ વખત ઇનોવેટીવ  ટીચર શોધાયા. એ પૈકીના એક એટલે રમણલાલ સોની. તત્કાલીન સાબરકાંઠાના મોડાસા તાલુકાના ટીંટોઇના શિક્ષક રમણલાલ સોની. મારા પિતાજીના નજીકના મિત્ર એટલે રમણલાલ સોની. કપડાં  પહેરવામાં એટલા ચુસ્ત કે વાત ન કરાય. અત્યંત આધુનિક કપડાં પહેરે. શિક્ષક તરીકે ભણાવતાં એમને લાગ્યું કે ગુજરાતમાં ગુજરાતી એકડા ખોટા બોલાવાય છે. એમણે આવું નવતર સંશોધન કર્યું. બ્રિટન સ્થિત કેશ્મ રશિત સન્માન પ્રાપ્ત કર્યું. ગુજરાતી ની એકડી શીખવવાની સમસ્યાને અંગ્રેજીમાં લખાય તો જ બ્રિટન વાળા સમજી શકે. આવા અટપટા અંગ્રેજી માટે એમને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દાઉદભાઈ ઘાંચી સાહેબે એમનાં ગુજરાતી લખાણનું અંગ્રેજી કરી આપ્યું. અનેક પુરસ્કાર પ્રાપ્ત કરનાર સોની સાહેબ ને શિક્ષક દિન નિમિત્તે વર્ષ:2023માં પ્રથમ ગિજુભાઈ બધેકા પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ગુજરાતના રાજ્યપાલ જીવાતા એમને આ બહુમાન મળ્યું. એમનાં પુસ્તકોના નામ પણ મસ્ત. મજા પડે... મને મજા પડે.. સૌને મજા પડે...એવા મજાના ટાઇટલ અનેક વિજ્ઞાન ગીતો તૈયાર કર્યા. આજે એમનું બહુમાન એટલે શિક્ષકમાં રહેલા સર્જકનું

ડિજિટલ વિશ્વ:૧

Image
  આપણી આસપાસ આધુનિકતા સાથે ડિજિટલ જીવન શૈલી દ્વારા અનેક ફેરફાર સામે આવ્યા છે. આ ફેરફાર ક્યારેક સુવિધા તો ક્યારેક અગવડ ઉભી કરે છે. આ બંને વચ્ચે યોગ્ય જીવન શૈલીનો વિકાસ અને જાગૃતિ માટે Radio પાલનપુર 90.4 એફ એમ , સ્માર્ટ નવી દિલ્હી અને જર્મન એમ્બેસી દ્વારા    Radio  પાલનપુર ઉપર  પ્રસારિત શ્રેણી અભિજિતસિંહ રાઠોડના સૌજન્યથી આપ સુધી પહોંચાડી રહ્યો છું.   RJ RAVI : અમારા બધા શ્રોતાઓને હેલો અને નમસ્કાર , તમારા પોતાના કોમ્યુનિટી રેડીયો – રેડીયો પાલનપુરમાં   સ્વાગત છે.. RJ AR   :   અમારી શ્રેણી ' ડિજિટલ રાઇટ્સ એ હ્યુમન રાઇટ્સ ' માં ફરી સ્વાગત છે. જ્યાં આપણે નાગરિકો તરીકે ડિજિટલ વિશ્વમાં આપણા અધિકારો વિશે જાણકારી મેળવીએ છીએ. આર . જે રવી ! શું તમને યાદ છે કે આપણે અગાઉના એપિસોડમાં શું ચર્ચા કરી હતી ? RJ Ravi : હા , હા , હું કહુ છું!.. રાકેશજીના પ્રશ્નોએ મને ડિજિટલ વિશ્વ વિશે વધુ વિચારવા માટે પ્રેરિત કર્યો. આ દિવસોમાં બધું જ ઓનલાઈન છે અને ઈન્ટરનેટ વગર એવું લાગે છે કે દુનિયા થંભી ગઈ છે. આપણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ ; ફેસબુક પર મિત્રો બનાવવા , ઇન્સ્ટાગ્ર