નીલમનો ઝભ્ભો

 



નમસ્કાર મિત્રો, ૯૦.૪ F.M રેડિયો પર તમારા માટે એક નવી વાર્તા લઈને આવ્યો છું.વાર્તાનું નામ છે. નીલમનો ઝભ્ભો હવે તમને થશે કે આ નીલમનો ઝભ્ભો નીલમ છોકરો છે કે છોકરી છે.ઝભ્ભો તો ગમે તે પહેરે.પણ નીલમની વાર્તામાં નીલમ એ પુરુષ છે.ને શિક્ષક છે.અને એને સરસ મજાનો ઝભ્ભો તૈયાર કર્યો છે.તો વાત જાણે એમ બની બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની એક સરકારી શાળાના શિક્ષક આ નીલમભાઈ પટેલ.નીલમભાઇ કલાકાર જીવના હતા.નીલમભાઇ સારા ચિત્રકાર,નીલમભાઇ સારા વાર્તાકાર,અને નીલમભાઈ સારા શિક્ષક સતત બાળકો માટે કામ કરતા નીલમભાઈ.


એક વખત એક સમસ્યા નીલમભાઈના સામે આવે છે.સમસ્યા એ હતી કે જુદાં જુદાં ધોરણના બાળકો ભણવા માટે જુદાં જુદાં વર્ગમાં બેસવાની વ્યસ્થા હતી.પણ સરકારી શાળામાં કોઈક વાર એવું બને કે એક શિક્ષકને એક કરતાં વધુ ધોરણ હોય.આ વખતે વર્ગખંડમાં બોર્ડ એક હોય તો કોને શું ભણાવું કયા બાળકો માટે લખવું ને કયા બાળકો માટે ના લખવું. હવે નીલમભાઈ તો નાના ધોરણના શિક્ષક પહેલું બીજું ધોરણ ભણાવે. આ પહેલાં બીજા ધોરણના બાળકોને બોર્ડ ઉપર લખાવતી વખતે બીજા ધોરણના બાળકો હેરાન ન થાય. એ માટે નીલમભાઈ એ એક સરસ મજાની પ્રવૃતિ આયોજન કર્યું.સૌપ્રથમ એમણે એક કપડાં ઉપર જુદી જુદી વિગતો લખી.બાળકોને ઉપયોગી હોય એવી વિગતો લખી.અને એ વિગતો વર્ગખંડમાં લગાવી.વર્ગખંડમાં લખેલી આ વિગતો બાળકો વાંચે.હવે આ કારણે બીજા ધોરણના બાળકોને થયું અમારે બોર્ડમાં ભણવાનું ને બીજા આ બેનરમાં ભણે.એટલે બીજા બાળકોએ પણ કીધું એ અમારે પણ આ બોર્ડમાં ભણવું છે.અમારે પણ કપડાંમાં લખેલું ભણવું છે.


હવે બધા બાળકોને આ કઈ રીતે ભણાવી શકાય.વિચાર કરતાં કરતાં નીલમભાઇ એ સરસ મજાનો વિચાર અમલી બનાવ્યો.જુના નકામાં કાપડમાંથી એમણે એક ઝભ્ભો બનાવ્યો.અને ઝભ્ભા ઉપર એમણે મૂળાક્ષર ને શબ્દો લખ્યાં.નીલમભાઈ આ ઝભ્ભો પહેરીને શાળામાં જાય અને આ ઝભ્ભો જોવા માટે બાળકો સાહેબની પાછળ પાછળ ફરે.એટલે સાહેબ જયારે બીજા ધોરણના બાળકોને ભણાવતાં હોય.ત્યારે એમના ઝભ્ભામાંથી જે દેખાતું હોય એ લખે.અને આવું લખવાના કારણે બાળકોને મજા આવવા લાગી.પણ નવું નવ દિવસ એવું કહેવાય છે.આઠ-નવ દિવસ થયા હશે અને બાળકો એકને એક શબ્દોથી કંટાળી ગયા.બાળકોએ નીલમભાઈને વાત કરી. કે સર રોજ એક વસ્તુ લખવાની બીજો ઝભ્ભો બનાવો.નીલમભાઈ એ રજાઓનો ઉપયોગ કરી.




ફરી બીજા નવા ઝભ્ભા બનાવ્યા.પણ આ ઝભ્ભા બનાવવામાં એમણે બીજા ખાસ વિચારોનો ઉપયોગ કર્યો.ગુજરાતી માત્રે,પર્યાવરણ માટે,ગણિત માટે,સામાન્યજ્ઞાન માટે,ગણિતના ખાસ સુત્રો માટે એમ જુદાં જુદાં વિષયો આધારે જુદાં જુદાં ઝભ્ભા બનાવ્યાં.રોજ શાળામાં એ ઝભ્ભો પહેરીને જાય.બાળકો જે બોર્ડમાં લખેલું યાદ નહોતા રાખી શકતાં એમણે લખાવવામાં આવતું એ યાદ નહોતા રાખી શકતાં.એ ઝભ્ભા પર લખેલું હતું એ ઝભ્ભાના કારણે બાળકોને મજા પણ પડીને જે વાતમાં મજા પડેને એતો આવડે જ. આવા શિક્ષણ સાથે વળગી રહી.નીલમ ભાઈએ પચાસ ઝભ્ભા બનાવ્યાં.જેમાં જુદાં જુદાં વિષયો હોય જુદી જુદી બાબતો હોય જુદી જુદી જાણકારી હોય.પણ આ જાણકારી આ બાબતો શાળાના બીજા બાળકો શાળાના બીજા શિક્ષકો અને વાલીએની મદદથી આસપાસની શાળા સુધી પહોંચી.આસપાસ પહેચેલી આ વાતના કારણે બીજી શાળાના શિક્ષકો પણ આ ખાસ પ્રકારના ઝભ્ભાની માંગણી કરી.


નીલમભાઇનું કહેવું હતું કે કાપડનો ખર્ચ બાદ કરીએ તો ત્રણસોથી ચારસો સુધીનો થાય.અને કાપડ ગણીએ તો પાંચસો છસ્સો સુધીનો થાય.આ માટે નીલમભાઈ એ સસ્તું કાપડ હોલસેલના ભાવે ખરીદ્યું.અને જુદાં જુદાં વિષયોના જુદી જુદી વિગતોના જુદી જુદી શાળાઓ માટેના જુદાં જુદા ધોરણોના અને જુદાં જુદાં ધોરણના બાળકોની ચકાસણી માટેના એટલે કે મુલ્યાંકનના પણ ઝભ્ભા બનાવ્વાયા.શિક્ષણમાં કહેવાય છે કે પહેલાં પરિચય પછી મહાવરો પછી રૂઢિકરણ અને પછી સુંરૂઢીકરણ આ તમામ વસ્તુઓ નીલમભાઈ એ ઝભ્ભાની મદદથી બાળકોને કરાવવાનું શરૂ કર્યું.પરિચય પણ આપ્યો.મહાવરો પણ કરાવ્યો.રુધીકરણ પણ કરાવ્યું,અને શું રૂઢીકરણ પણ કરાવ્યું.એક તરફ આ વાત ફેલાતી જતી હતી.અને ગુજરાતના લગભગ લગભગ મોટા કહી શકાય.એવાં તમામ ઇલેક્ટ્રિક મિડિયા અને પ્રિન્ટ મિડિયા નીલમભાઇના કાર્યને જાણ કરી.લોકો સુધી આં કાર્યની જાણ પહોંચાડી.લોકો પણ નીલમભાઇને મળવા નીલમભાઇને જોવા અને નીલમભાઇની શાળાની મુલાકાત લેવા માટે આવતા થયા.માત્ર નીલમભાઇ સારી પ્રવુતિ કરતા એમ નહિ એમની શાળા પન ખુબ જ સુંદર એમણે બનાવી હતી.અંબે તેમના આ પ્રયોગોની નોધ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન જેની સ્થાપના અબ્દુલ કલામ સાહેબે કરી હતી.


N.I.F માં આ કામની આ પ્રવુતિની આ પ્રયોગની નોધ લેવાઈ.ગુજરાત સરકારે પણ મિડિયાના માધ્યમથી આ શિક્ષકની નોધ લીધી.સમગ્ર ગુજરાતમાંથી         ઉત્તમ શિક્ષકો પસંદ કરવા ઇનોવેટીવ શિક્ષકો પસંદ કરવા અને એમણે સન્માનિત કરવા પ્રકાર સંઘ અને પોરબંદર ખાતે એમનું હેડકોટર બનાવીને રહે છે.એવા પૂજ્ય ગુરુજીએ ગુરુપૂર્ણિમાના દિવસે નીલમભાઇનું સન્માન કર્યું.નીલમભાઇને એમણે જે સન્માનમાં મળેલી રાશી હતી એ શાળાના બાળકોને ભેટ આપી.અને નીલમભાઇ ભેટ આપેલી રકમમાંથી શાળાની અનેક પ્રાથમિક સુવિધા હતી એ વધારી.


માત્ર આટલા જ થી નીલમભાઇનું કામ પૂરું નથી થતું.કે એમણે ઝભ્ભા બનાવ્યા ઇનોવેટીવ કંટેન ઝભ્ભા પર મુક્યું.એમણે મીડિયામાં નોધ લેવાઈ મીડિયાના લોકો એમના સુધી આવતા થયાં.લોકોનો સહકાર વધ્યો.એમણે રાજય કક્ષાના ઉત્તમ શિક્ષકનું સન્માન મળ્યું.પણ એ પૈકી નીલમભાઇ એ આ વાત પહોંચાડવા માટે ઝભ્ભા બનાવવા માટેની એક પુસ્તિકા પણ તૈયાર બનાવી.પુસ્તિકા અનેક શિક્ષકો સુધી પહોચાડી.આજે લગભગ એશી કરતાં વધુ શાળાઓમાં નીલમભાઇનો આ ઝભ્ભા પરનો પપ્રયાસ ચાલું છે.અને નીલમભાઇ હજું પણ નવતર પ્રયોગો કરી રહ્યા છે.આવા નીલમભાઇ અને એમના જેવા અનેક વ્યકિતઓ વિષે જાણવા માટે આપ કાયમ માટે અમારી સાથે જોડાયેલાં રહો.અમારી વાર્તા સાંભળતાં રહો.અને ફરીથી જ્યાં હું નવી વાર્તા લઈને આપની સાથે ના આવું ત્યાં સુધી આપ અમારા ૯૦.૪ FMના જુદાં જુદાં કાર્યક્રમો સાંભળતાં રહો.એવી આશા સાથે ફરીથી મળીશું.નવા વિષય સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી મસ્ત રહો, વસ્ત રહો,અને સાંભળતાં રહો.૯૦.૪ FM રેડિયો પાલનપુર.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી