Posts

Showing posts from January, 2014

બે નરેન્દ્ર એક વિશ્વ.

Image
આજે અનોખો દિવસ. આજે સ્વામી વિવેકાનંદની જન્મ તારીખ. આજે વિશ્વમાં 'દીકરી' જ સંતાન હોય તેવા માતા પિતાનો દિવસ. વિશ્વમાં ભારતની ઓળખ બનાવનાર અને ઓળખ ઊભી કરનાર વિવેકાનંદ. તેમનું સાચું નામ નરેન્દ્ર. આજથી ૧૫૦ વર્ષ પહેલાં નરેન્દ્રના નામની બોલબાલા હતી.આજે પણ છે.નરેન્દ્ર નામ છે.વિશ્વમાં ઓળખ છે.એક સંત હતા.એક એવા જ અલ્લડ અને અક્કડ છે. ડૉ.કમલેશ ઉપાધ્યાય કે જેમણે ગુજરાતમાં વિવેકાનંદ ઉજવણીના આયોજન અને અમલીકરણ માટે સતત મથામણ કરી.એકાદ વખત  આવા કાર્યક્રમ અન્વયે હું તેમણે મળી ચુક્યો છું.એક અદના માણસ અને સર્વ મિત્ર કમલેશ ભાઈએ એક વખત મને જોડાક્ષર વગરની વાર્તા લખવા કહ્યું.શરત એ કે આ વાર્તા જોડાક્ષર વગરની હોવી જોઈએ. વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્ર.જોડાક્ષર આવે.પણ છેવટે તેમના વિષે લખ્યું.મારી પાસે લખેલું હતું.આજે અહીં આપું છું. વગરની આં વાર્તા બંને નરેન્દ્રને અને વિવેકાનંદ વિષે લખાવનાર ડૉ.કમલેશ ઉપાધ્યાયને અર્પણ. વિવેકાનંદ  શિયાળાના દિવસો હતા.આમ પણ શિયાળામાં રાત લાંબી હોય.દિવસો ટૂંકા હોય.રાત લાંબી હોવાથી બધોને ઊંગવાની મજા પણ આવે.આખા શહેરમાં બધાં ઊંગતાં હતાં.સૂરજ ઉગવાની વાર હતી. ઘણાં લોકો જે

અથાણાને નજર લાગી

Image
નાનું ગામ. ગામનું નામ લોરવાડા. અહીં એક ડોશી રહે. ડોશીનું નામ જમના.આખું ગામ ડોશી ને જમનાબા કહે. ઉનાળાના દિવસો હતાં.ઉનાળામાં કેરી આવે. જેને  આવડે તે અથાણું બનાવે. જેણે ન ફાવે તે કોઈને પૂછે.આવા કામમાં બધાય મોટે ભાગે જમનાબાની જ સલાહ લે. એક દિવસની વાત છે.જમનાબા ફરતાં ફરતાં ભાવનાભાભીના ઘરે પહોંચી ગયાં.અહીં ભાવાનાભાભી રઘવાયાં થઇને અથાણાંના ટુકડાને અહીં-તહીં ગોઠવતાં હતાં. જમનાબાએ જોતાં જ ભાવાનાભાભી કહે: ‘બા,આ વખતે મારું અથાણું બગડી ગયું.’ જમનાબા કહે: કેમ ! મેં તને શીખવેલું તોય?’ ભાવાનાભાભી કહે: ‘હા,તમે કહેલું તેમ જ મેં અથાણું બનાવવા મહેનત કરી.’ જમનાબા કહે :’ના,એવું ન બને...હું કહું તેમ અથાણું બનાવવામાં આવે તો એ બગડે જ નહિ.’ ભાવાનાભાભી કહે : ‘અથાણું બનાવવા મેં બરણી લીધી.બરણી ધોયા પછી કેરીના કટકા કરી તેમાં થોડું મીઠું –હળદર ભેળવી,ઢાંકીને ખૂણામાં મૂકી દીધી.’ જમનાબા કહે: ‘તેં  કેરીના કટકા કરતાં પહેલાં કેરી ધોઈ હતી?’ ભાવાનાભાભી કહે: ‘મારે ઉતાવળ હતી એટલે કેરી ન ધોઈ ’ જમનાબા કહે: ‘હં...એટલે જ....’ ભાવાનાભાભી કહે : ‘હું કેરીનું અથાણું કરતી હતી એ વખતે દાતણવાળી અને તેનું કૂતર