કલા જીવી કલાકારનું નિધન...
ક્યારેક બધાની હાજરી વચ્ચે પણ એકલવાયા હોવાની લાગણી જન્મે ? પિતા બન્યા હોવા છતાં બાળકની જેમ રડવાનું મન થાય ? ક્યારેક બાળકની જેમ , કદી ન મેળવી શકાય એવી વસ્તુ મેળવવાની જિદ કરવાની ઈચ્છા થાય ? ક્યારેક એમ થાય કે વીતેલો સમય પાછો આવે અને આપણે બાળક બની જઈએ ? બને જ બને. મા રા મિત્ર અને ચિત્રકાર સાથે આમ જ બન્યું છે... જેમની આંગળી પકડીને તે ચાલતાં શીખ્યાં , જેમની આંખે તે પોતે દુનિયા નિહાળતાં શીખ્યાં , જેમણે હાથમાં ચૉક પકડાવીને તેમણે ચીતરતાં શીખવ્યું , જેમના અસ્તિત્વ થકી જેમ ને ઓળખ મળી . ફરીદભાઈ.મારા મિત્ર અને એક અચ્છા ચિત્રકાર.પાઠ્યપુસ્તક મંડળના મુખપત્ર ‘બાળસૃષ્ટિ’માં અનેક વખત ચિત્રો અને મુખપૃષ્ઠ બનાવનાર ચિત્રકાર ફરીદભાઈના પિતાજી એફ.એ.શેખ. જેમણે ફરીદભાઈ ને આંગળી પકડી ચીતરતા શીખવ્યું.તેઓ ફરીદભાઈની આંગળી તરછોડીને પરવરદિગારને ત્યાં ચાલ્યા ગયા છે. 1930 માં અમદાવાદમાં જન્મેલા ફખરુદ્દીન શેખ ( ' એફ. એ. શેખ આર્ટીસ્ટ ') નું 18 ફેબ્રુ. મંગળવારના રોજ ૮૩ વર્ષની વયે નિધન થયું છે. 5 પુત્રો અને 4 પુત્રીઓનો બહોળો પરિવાર ધરાવતા પિતાજી ‘ શેખસાહેબ ’ તરીકે જાણીતા હતા. કલામાં તેમને બા