કલાકાર એટલે ?

     ના હું મેકપ કરું કે ના કરું હું લટકા.

ત્યારે સૌ ને સમજાય કે ખોટા છે સૌના ભપકા.

શું એવું બને કે કલાકારના વગાડવાનો ચાર્જ મીનીટ ઉપર નક્કી થાય?એવું બને કે આ કલાકારને સૌ ભિખારી સમજે અને તે તરફ ધ્યાન ન આપે?શું એવું બને કે એક કલાકાર એક એવો કલાકાર જે એક મીનીટ વગાડવાના ૫૫.૦૦૦ ડોલર લેતો હોય.હા એક મિનિટના to $ 55,000. whopping value. based on the price of the show is held. minutes of the artists playing the money paid to him. these artist Joshua Bell.
જોશુઆ બેલ. વિશ્વનો સૌથી મોગો અને જીનીયસ વાયોલીન વાદક.દુનિયામાં તેના જેવો બીજો કોઈ કલાકાર નથી.સંગીતની દુનિયામાં એક અનોખું નામ.એક અનોખી ઓળખ.તેની કળા અને તેનું કૌશલ્ય પણ એવું કે તેણે આ કામ માટે સન્માન મળ્યાં.આ કામ માટે જોશુઆ બેલને વિશ્વ પ્રસિદ્ધ ગ્રેમી અને ઓસ્કાર જેવા પ્રાઈઝ જોશુઆના નામે મળ્યાં..અત્યારે આ આધુનિક જમાનામાં યુ ટ્યુબ ઉપર તેના ગીતો અને ધૂન સતત ડાઉનલોડ થાય છે.તેણે કરોડોની સંખ્યામાં લીંક મળે છે.કરોડો લોકો તેના ગીત ડાઉનલોડ કરે છે.આ કલાકારની ઉંમર આજે પિસ્તાળીસ વર્ષની  આસપાસ છે.તેના ફોટા અને સિગ્નેચર ધરાવતી સામગ્રી ચપોચપ વેચાય છે.સાદા ટીશર્ટ કરતાં તેની સહી કે ફોટો ધરાવતા ટીશર્ટ કે અન્ય સામગ્રી પચાસ થી સો ગણી કીમતે વેચાય છે.તેની સાથે સાથે જોડાયેલી વાતો આજે દંતકથા છે.
હવે વાત એક પત્રકારની. શું છે?તેમાં નવું શું હશે? જેણે આ કલાકારનું ઇન્ટરવ્યું લીધું.તમને થશે પત્રકાર તો ઇન્ટરવ્યું લે જ.આ વાતમાં નવું કશું નથી.અહીં...આ વાતમાં એવું નથી.હા એક અનોખા અને અભિનવ પત્રકાર અને લેખકની વાત પણ અહીં જોડાય છે. અમેરિકાના પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત દૈનિકના તે લેખક.વોશિગ્ટન પોસ્ટ દૈનિકના તે  કટાર લેખક.દુનિયામાં તેમની ઓળખ.એક ઇનોવેટર અને પત્રકાર તરીકે તેમની નામના અને ધાપ.એક અનોખી પહેચાન.એક અભિનવ પત્રકાર તરીકેની  ઓળખ.જેમ .ગુજરાતમાં જેમ દેવેન્દ્ર પટેલ.આ પત્રકારનું નામ વેઇનગાર્ટન.એવું કહેવાય છે કે સરખું વિચારે તે સરખા વધે.સરખા વિચારણા હોય.તેમના વિચારો સરખા હોય.કોઈ પણ કામ માટે તેસરખા વિચારનાર  સરખી રીતે વધે.આ પત્રકારને એક વિચાર આવ્યો. વેઇનગાર્ટનનો  આ વિચાર ખાસ રીતે જુદો હતો. તેમને એક વિચાર આવ્યો.તેમણે મનમાં થયું જો વિશ્વ પ્રસિદ્ધ વાયોલીન વાદક જોશુઆ  રેલ્વે મથક ઉપર ભિખારીની જેમ વગાડે તો?તે ભીખ માગતો રહે તો શું થાય?આ વાતને આપણે ભારતના સંદર્ભમાં વિચારીએ કે જો જાકીર હુસેન રેલવે સ્ટેશન પર તબલા વગાડે તો??તેને કોણ ઓળખે?તેના સંગીતથી સૌ એટલા જ પ્રભાવિત થાય?આ અને આવા અનેક પ્રશ્નો આ પત્રકારને મનમાં થતા હતા.
આ પત્રકારે આ કલાકારને આ રીતે વગાડવા સહમત કરી લીધો. એક મીનીટ વાયોલીન વગાડવાના ૫૫,૦૦૦ ડોલર લેનાર કલાકાર.આ વખતે આ કલાકારે ૪૫ મીનીટ વગાડવાનું.વોશીગટનના સેન્ટર રેલ્વે મથક પર વગાડવાનું હતુ. આયોજન થયું.ફોરેનમાં ભીખ માગવા પણ કૌશલ્યની જરૂર છે.કોઈ કૌશલ્ય હોય અને તમે ભીખ માંગોતો આપનાર પણ ફોરેનમાં ભીખ આપે. એમ જ કોઈ ભીખ ન આપે.પછી ભાગવાનું નામ લે કે ખુદાનું.વિદેશમાં ભીખ માંગવામાં પણ ખાસ કૌશલ્ય જરૂરી છે.આ વાત વિદેશમાં લાગુ પડે છે.ભારતમાં તો બાળકો ભાડે લઇ ફાટક પાસે ભીખ માંગનાર બેસે છે.આવું વિદેશમાં ન ચાલે.

હવે પછી મૂળ વાત.આ કાર્યક્રમ થવાનો હતો.રેલવે સ્ટેશન ઉપર થવાનો હતો.આખા સ્ટેશનનું વીડીઓ રેકોર્ડીંગ કરવાનું હતુ.આ મહાન કલાકારે પિસ્તાલીસ મીનીટ વગાડ્યું. આટલા સમયમાં અહીંથી કુલ ૧૦૯૭ વ્યક્તિ પસાર થઇ.આ પૈકી સાત જ વ્યક્તિ આ કલાકારને ઓળખી શકી.બીજા પણ અનેક ઓળખાતા હશે.પણ તેમનું  ધ્યાન આ તરફ ન હતું.આ ઘટનાના બીજા જ  દિવસે જોશુઆ એક શો નું આયોજન કરવામાં આવ્યું હતુ.આ જ જોશુઆના શોની ટીકીટ ૧૦૦ ડોલર હતી.આવો કલાકાર વગાડે તો કોણ ન જુએ?
આ કલાકારે ૪૫ મીનીટ વગાડ્યું.અહીં તેણે  ભીખમાં  બત્રીસ ડોલર મળ્યા.કલાકારને પણ સમજાયું કે ખરી કિંમત કોની છે.ખરી કિંમત કેટલી છે.આ એક નવતર પ્રયોગ થયો.તેમાં પત્રકારે રેલવે સ્ટેશન પરથી પસાર થનાર તમામ ૧૦૯૭ લોકોની મુલાકાત લીધી.તેમની સાથે ચર્ચા કરી.ખૂબ જ આયોજન સાથેના આ કામ પછી અને એક લેખ તૈયાર કર્યો.આ લેખ લખાયો.આ લેખ છપાયો. અને તેના લેખક વેઇનગાર્ટન ને પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું. પુલિત્ઝર પ્રાઈઝ વિશ્વમાં એક અનોખું સન્માન ધરાવે છે.
પુલિત્ઝરનું  મહત્વ શાંતિ માટે મળતા નોબલ પુરસ્કાર કે ફિલ્મ ક્ષેત્રે આપતા ઓસ્કાર પુરસ્કાર જેટલું જ છે.આવા અદના કલાકારને સમજાયું કે લોકો તેના હોહા ધરાવતા પ્રચારને મહત્વ આપે છે.વાસ્તવિકતા તો સૌ એ જોઈ જ હતી.અહીં વાત છે,પ્રેક્ષકો કોને મહત્વ આપે છે તે અહીં સાબિત થયું.આવા પ્રયોગનો વિચાર કરનાર પત્રકાર અને લોક માણસને ચકાસવા તૈયાર થનાર કલાકારને અભિનંદન આપવા જરૂરી છે.આવો પ્રયોગ કરવા સૌને ...જોડાયેલ તમામને અભિનંદન.આ લેખ છાપી સાચી પરખ માટેનું આયોજન કરનાર પ્રોત્સાહન આપનાર સૌ અભિનંદનને પાત્ર છે.

SMS: એક સંશોધન:સંગીત સંભાળીને પશુઓ પણ વધારે દૂધ આપી શકે છે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી