Posts

Showing posts from January, 2012

કહેવત કહેકથા...(જોડાક્ષર વગરની વાર્તા)

Image
વાતોના વડા... . કાયમ એકલી વાતો જ થાય,કશું જ કામના વધતું જાય. સમય વાતોમાં જ પસાર થાય,તો વાતોના વડા કહેવાય. નાનું ગામ.ગામનું નામ સણથ.ગામ નાનું પણ દરેકને ગમે તેવું.અહીં એક આગેવાન.તેમનું લાલાબાપા.તે આ ગામના મુખી.નાના ગામડામાં મુખીનું ખૂબ માન હોય.આખા ગામમાં કોઈના પણ ઘરે મહેમાન આવે.તેને મુખીના ઘરે ચા-પાણી કરવા જવું જ પડે.ગામના લોકો પણ મુખીને ખૂબ માન આપે.ગામના ચોકમાં મુખીનું મોટું મકાન.આ મકાનમાં મહેમાનને બેસવા એક જુદો જ ઓરડો.મુખીના બધા જ મહેમાન આ ઓરડામાં બેસે.આવી બધી જ વાતમાં એક વાતનું દુ:ખ.લાલાકાકા વાતોના ખૂબ શોખીન. એક દિવસની વાત છે.આ ગામમાં નાનજી સુથાર રહે.ગામમાં સુથારી કામ કરે.તેના ઘરે છોકરી અવતરી.નાનાજીને એક દીકરો હતો.તે બીજા ધોરણમાં ભણતો હતો.તેને નાની બહેન આવી.આખા ગામમાં સમાચાર પહોંચી ગયા.નાનાજી તેમને  દવાખાનેથી ઘરે લઈને આવી ગયો.આખા ગામના લોકો નાનાજીના ઘરે જાય.છોકરી અને તેની માના સમાચાર પૂછે.ગામડામાં લોકો સંપીને રહેતા હોય.જે આવે તે નાનાજીના ઘરે ચા  પીવે.આમ કરતાં કરતાં દસ દિવસ પસાર થઇ ગયા.આજે નાનાજીને શહેરમાં જવાનું હતું.છોકરીની અને તેની  માને સારવાર માટે લઇ જવાના હત

પહેલી મમ્મી આર્ડી....

Image
આપણે માનવ.આપણને ગૌરવ.કાળા માથાના મનુષ્ય કે માનવીપણાનું ગૌરવ.આપણું ગૌરવ આપણી આસપાસ જોવા મળે.આપણા ગૌરવને આપણી રીતે સમજવાનો એક પ્રયત્ન કરીએ છીએ.જ્યાં કઈ ના  સમજાય ત્યાં હશે!આમ જ હોય તેમ વાત કરીને જવાબ તરફ દૂર લક્ષ સેવીએ છીએ.હમણાં એવું જ કઈક બન્યું.એક છોકરીએ તેની મમ્મીને પૂછ્યું.:મમ્મી  તુ મારી મમ્મી ખરી.....પણ,પહેલી મમ્મી કોણ?તેની મમ્મીએ જવાબ આપ્યો.આ છોકરીને તેનાથી સંતોષના થયો.થોડાક એક દિવસ પછી આ વાત મેં જાણી.થોડા મિત્રોની મદદ લીધી.આજે મારી પાસે તેનો જબાબ છે.મારી સમજ મુજબનો આ જવાબ છે.આ બેબીએ પૂછેલા સવાલનો આ કદાચ નજીકનો જવાબ હોઈ  શકે. આજનો  આધુનિક માનવ હોમો સેપિયન્સ તરીકે ઓળખાય છે.આ હોમો સેપિયન્સ એટલે એવો જીવ જે વાનરમાંથી બનેલા આધુનિક માણસનું રૂપ છે.આ માટે ભૂતકાળ તપસીએતો ખબર  પડે કે અરડીપીથેક્સ નામનો વાનર માણસની જેમ ચાલાતો હતો.આફ્રિકામાં પણ આવો ચાલતો વાનર દેખાયો હતો.આ આફ્રિકન વાનરનું નામ ઓસ્ટ્રેલોપીથેક્સ હતું.હોમો ઈરેક્ત્સ અને હેબીલીસ ટટ્ટાર ચાલતા માનવ હતા.તેમના કદમાં મોટો તફાવત હતો.અત્યારના આધુનિક માણસની ખોપરી પણ શોધવામાં આવી  છે.માનવ પરિવારનો  આ પહેલો સભ્ય એટલે હોમો રુડો

ફૂલનો રંગ બદલાયો....(જોડાક્ષર વગરની વારતા)

Image
એક નાની છોકરી.તેનું નામ ગબુ.ગબુને ગીત ગાવાનું ખૂબ ગમે.તેણે રમકડાં સાથે રમવાનું ખૂબ ગમે.આખા ઘરમાં ગબુને તેનાં દાદા ખૂબ ગમે.ગબુ તેના દાદાસાથે રમે.દાદાનો ઘોડો બનાવે. ગબુ તેના ઉપર બેસી જાય.ગબુ સાથે રમવાનું દાદાને પણ ખૂબ ગમે. એક દિવસની વાત છે.ગબુ ઘરના બગીચામાં રમતી હતી.તેના ઘરમાં એક સરસ બગીચો હતો.આ બગીચો  ખૂબ નાનો હતો.અહીં જાત જાતના ફૂલ હતા.રંગબેરંગી ફૂલ હતા.ગુલાબ,મોગરો,ચમેલી અને બારમાસી જેવા અનેક ફૂલના છોડ હતા.આ બગીચામાં ગબુ બધા જ ફૂલ સાથે વાત કરતી હતી.ગુલાબને તેના કાંટાની વાત કરતી.ચમેલીને તેના રંગની વાત કરતી.આમ કરતાં કરતાં ગબુ બારમાસીના છોડ પાસે ગઈ.આજે આ બરમાંસીનો રંગ જૂદો દેખાતો હતો.ગબુ મનમાં વિચારતી હતી’રોજ સફેદ રંગના ફૂલ હોય છે.આજે આ બારમાસીના ફૂલનો રંગ કઈ રીતે બદલાઈ ગયો?’ગબુને સમજાતું ન હતું.ગબુ દોડતી તેના દાદા પાસે પહોંચી ગઈ   ગબુ દાદાને કહે:’દાદા,આ ફૂલનો રંગ કઈરીતે બદલાયો?’દાદા અને ગબુ  ચાલતા ચાલતા બગીચા પાસે આવી  ગયા. બગીચાની ખૂરશીમાં દાદા બેસી ગયા.બેસીને દાદા ગબુને કહે:’જે રીતે આ છોડવાને આપેલું પાણી તેની ડાળ,ફૂલ અને પાનને પહોંચે છે તેમ.’ ગબુને સમજ પડતી ન હતી. દાદા ગબ

જમાદારે ગાંધીજીને ગોળી મારી...

Image
સાત દાયકા કરતાં થોડા વર્ષો પહેલાની આ વાત છે.સપ્ટેમ્બર મહિનો હતો.૧૯૪૪ના સમયની આ વાત.સવારના અગિયાર વાગવામાં હતા .થોડા સમય પછી ગાંધીજી અને ઝીણા એકબીજાને મળવાના હતા.બાપુ તેની તૈયારી કરતા હતા.આ વખતે ગાંધીજી જે આશ્રમમાં રોકાયા હતા તેની બહાર અનેક લોકો ગાંધીજી અને ઝીણાની વિરુદ્ધમાં સૂત્રો બોલાવતા હતા.આ વાતની ગાંધીજીને પણ ખબર હતી.બાપુને પ્રદર્શનકારીઓ અને તેમના વિરોધની જાણ કરવામાં આવી હતી. આશ્રમની બહાર એંસી કરતાં વધારે કાર્યકરો હજાર હતા . આ કાર્યકરો હિંદુ મહાસભાના આગેવાનો સાથે અહીં ઊભા હતા . આ કાર્યકરોનો એક નેતા હતો . આ નેતાને સૌ જમાદાર તરીકે ઓળખાતા હતા . જમાદાર તેના સાથીઓને સૂચનો આપતો હતો . આ કાર્યકરો કોઈપણ રીતે ગાંધીજીને ઝીણાથી મળતાં રોકવા માગતા હતા . ગાંધીજી માનતા હતા કે કોંગ્રેસ અને મુસ્લિમલીગ બન્ને આઝાદીની વાત કરે તો બ્રિટીશ હકુમત આઝાડીની માગણી સ્વીકારે . આ માટે બાપુ ઝીણાને સમજાવતા હતા . આ સમજ સ્પષ્ટ કરવા બાપુ જીણાને માળવા જઈ રહ્યા હતા . આખો મહિનો બાપુએ   ઝીણાને મળવા જ જાણે પસાર કર્યો હતો . આ મહિનાની ઓગણ

વગર હાથે લખનાર...

Image
આનંદી નામની એક છોકરી.તેના પિતાજીનું   નામ મોહનલાલ રાઠોડ.તેઓ પાલનપુર ખાતે રહે.તેમની નોકરી રેલખાતામાં હતી.આ કારણે તેઓનું નિવાસ રેલ-વે મથકની પાસે હતું.એક દિવસની વાત છે.આનંદીની ઉંમર છ માસની હતી.તે રમતી રમતી પાટા પર જઈ ચડી.તેના હાથ પાટા ઉપર હતા.ઓચિંતી એક રેલગાડી આવી ગઈ. રેલગાડી આવી અને આનંદીના બન્ને હાથ કપાઈ ગયા.આનં દીના કાંડાથી કોણી વચ્ચેથી હાથ કપાઈ ગયા.જીવનની શરૂઆતમાં જ આવું થવાથી આ છોકરીના પરિવારને ખૂબ ચિંતા થતી હતી.આ છોકરી ધીરે ધીરે મોટી થઇ.તેને હાથ ન હતા.આનંદીએ પોતાના બધા જ   કામ જાતે કરતી હતી. આ છોકરી હિંમતના હારી.તે શાળામાં ભણવા ગઈ.તેણે હાથ વગર જ લખવાની ટેવ કેળવી લીધી.તેણે તેના ઠૂંઠા હાથને એટલા સરસ કેળવ્યા.હાથ ધરાવતા લોકો કરતાં વધારે સારું કામ કરતી.૧૯૫૯માં તેઓ બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર શહેરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.ભારતના વડાંપ્રધાન ઇન્દીરાબેન ગાંધીએ અખિલ ભારતીય સુલેખન સ્પર્ધામાં આનંદીબેનનો ભારતમાં પ્રથમ નંબર આવ્યો હતો.(૨૫ જાન્યુઆરી ૨૦૧૨)

Hundred Years of Right to Education:From 1911 to 2010...

Image
I beg to place the following resolution before the council for its consideration.the state should accept in this country the same responsibility in regard to to mass education.that the government of most civilized countries are already discharging and that a well considered scheme should be draw up and adhered to till it is carried out.The well being of millions upon millions of children who are waiting to be brought under the influence of education depends up on it. The above words are part of the resolution which GOPAL KRISHNA GOKHALE moved in the Imperiyal legislative Council on 18th march,1910 for seeking provision of ‘Free and Compulsory Primary Education’in india.This initiative must however be seen as part of the following sequence of events.(21.jan.2012)

વાંચવાના બત્રીસ લક્ષણ....

Image
આપને વાંચતા આવડે છે? એક જગ્યાએ એન્ટ્રેસ ટેસ્ટ માટેની તૈયારી ચાલતી હતી.એક  વડીલે આવીને પૂછ્યું?’શું આપને વાંચતા આવડે છે?’આ સવાલ સાંભળી એકાદ યુવાન જરા સરખો ગરમ થઇ ગયો.તે કહે:’એમ જ અહીં સુધી ભણીને આવી ગયા?’આ વાત ચાલતી હતી.બધાને એમ જ હોય છે કે આપણને વાચતા આવડે છે.આપને આપણા આ કૌશલ્યને ક્યારેય ચકાસતા નથી. વાંચો અને કહો... (૧)બાર શબ્દો ધરાવતા વાક્યોને અટક્યા વગર વાંચી શકો છો? (૨)પાંચ વાક્યોના ફકરાને બે વખત વાંચી તેના મુદ્દા તારવી શકો છો? (૩)ત્રણ વખત વાંચેલી વાત ને બે કલાક પછી પૂરેપૂરા યાદ રાખી શકો છો? (૪)શું બે વખત વાંચેલા મુદ્દાને વિગતવાર લખી શકો  છો? (૫)છ કરતાં વધુ અક્ષરો વાળા શબ્દોને અટક્યા વગર વાંચી શકો છો? (૬)એક જ નજરે છથી વધુ શબ્દો ઓળખી શકો છો? (૭)બે વખત વાંચ્યા પછી ૨૫ થી ૩૦ શબ્દો યાદ રાખીને લખી શકો છો? (૮)સતત ત્રીસ મીનીટ એક જ  બેઠકે વાંચવાની ક્ષમતા ધરાવો છો? (૯)વાંચતી વખતે નવા શબ્દોને વાક્ય રચનાને આધારે સમજવા પ્રયત્ન કરો છો? (૧૦)વાંચીને તેમાંથી સવાલ બનાવી શકો છો? (૧૧)લખાણમાં વાંચવામાં આવેલી બધી વિગતોને સમાવી શકો છો? (૧૨)વાંચી

એમ પ્રેરણા ન લેવાય...

Image
લગભગ આઠ એક દાયકા પહેલાની આ વાત છે.એક મોટું શહેર.અહીં એક યુવાન.તે નદીના વિશાળ કિનારા પાસે ઊભો હતો.તેના મનમાં અનેક વિચારો ચાલતા હતા.તેણે ભગવાનને છેલ્લે પ્રાર્થના કરી.’હે ભગવાન,તે મને આ દુનિયામાં મોકલ્યો.હવે હું તારી પાસે આવું છું.આત્મહત્યાએ મોટું પાપ છે.આ પાપ કરવા હું જઈ રહ્યો છું.’ આટલું બોલી તે નદીમાં કુદવા જતો હતો.પાછળથી કોઈએ તેને એકદમ પકડી લીધો.પૂરી તાકાતથી કુદકો લગાવવા છતાં તે ત્યાં જ ઊભો હતો. ,  તેણે એ તરફ જોયું.એક થોડો વધારે ભણેલો માણસ તેણે પકડીને ઊભો હતો.તેણે પકડ મજબુત રાખી હતી.આત્મહત્યા કરવા આવેલ યુવાન એકદમ ગુસ્સે થઇ ગયો.તે કહે:’તમે કેમ મને બચાવી લીધો?’નદીકિનારે બચાવનાર તે માણસ કહે:’ભલા માણસ તુ યુવાન છે.તને આત્મહત્યા કરતાં મેં રોક્યો.કારણ કે ’તુ તારા જીવનનું ઘડતર કરી શકે છે.આટલું બોલી આ ભણેલા માણસે કહ્યું:’તુ એક કામ કર...એક યુવાન લેખકનું પુસ્તક લાવ..તુ વાંચ...તારા મનમાંથી આત્મહત્યાનો વિચાર દૂર થશે.આત્મહત્યા કરવા આવનાર કહે:’તમે કઈ રીતે ખાતરી આપી શકો?’ આ બચાવનાર કહે:’હું પણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો...મને આ પુસ્તક મળ્યું..મેં વાંચ્યું....આજે મારો કરોડોનો કા

કેમેરાની આંખ કરમાઈ...

Image
ભારત જેવો વિશાળ દેશ.આ દેશમાં અનેક વ્યક્તિઓ એવી છે જે ખરેખર દુનિયામાં ભારતની ઓળખ છે.ભારતના આવા પહેલાં મહિલા ફોટો ગ્રાફર એટલે હોમાઈ વ્યારાવાલા.આજે તેમનો જીવનદીપ બુજાયો.આવાં મહિલા.તેમનું આજે નિધન થયું.આ ફોટોગ્રાફરે ભારતના અનેક વ્યક્તિ વિશેષના ફોટા પડ્યા.અરે...તેમની રીલ ઉતારી પણ કહી શકાય.આ મહિલા ફોટોગ્રાફરના  ફોટામાં એક અનોખું વિઝન હતું. પ્રથમ   મહિલા   ફોટો   ગ્રાફર . અનેક ફોટા તેમના નામે આજે પણ અમરકથા સમાન છે . ભારત અને વિશ્વની અનેક હસ્તીઓના ફોટા તે ખેચી શકયા   હતા . જયારે છોકરીઓ અને શિક્ષણનું અંતર હજારો ગાઉનું હતું . એ જમાનામાં તેમણે આ ક્ષેત્રમાં નામના હાંસલ કરી હતી . ભારતના પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફરનું બિરુદ    પણ તેમના નામે હતુ . જયારે એક ફોટો પાડી   તેને    જોવા માટે કલાકોની મહેનત થતી તે જમાનામાં તેમના ચિત્રો વિશ્વમાં ખ્યાતી પ્રાપ્ત કરતા હતા . આજે પણ તેમનો પાડેલો ફોટો આપણા ઘરમાં હોય તો તે સ્ટેટસની વાત ગણાય . આવા પ્રસિદ્ધ અને પ્રથમ મહિલા ફોટોગ્રાફર એટલે હોમાઈ વ્યારાવાલા . પદ્મશ્રી હોમાઈ વ્યાર

ગં ગણપતયે નમો નમ:

Image
પૂના એટલે દગડુ શેઠનું.આ દગડુ શેઠ કંદોઈ હતા.તે મીઠાઈની  લારી ચલાવતા.પેંડા બનાવે અને પ્રસાદ તરીકે વેચે.તેમણે સ્વપ્ન આવ્યું.તેમને સિદ્ધિ વિનાયકનું મંદિર બનાવવું હતું.આ મંદિર બનાવવાનો તેમણે સંકલ્પ કર્યો.મંદિર બનાવ્યા પછી દગડુ શેઠ ખૂબ જ નામ કમાયા.આજે પણ પૂના દગડુ શેઠનું કહેવાય છે.મને કોઈએ ત્યાં દર્શન કરવા કહ્યું.આજે છેલ્લા દસ વર્ષથી આ નિયમ છે.મારી દરેક સિદ્ધિઓમાં સિદ્ધિ વિનાયકનો હાથ છે.તેમના આશીર્વાદ છે.ગણપતિ સ્ત્રોત્રમ્નો પાઠ અદભૂત પરિણામ આપે છે.આજના આ પાવન દિવસે મારાં મિત્રોને આ ફોટો ગમશે.આ ફોટો દગડુ શેઠના ગણપતિ નો છે. મારા તમામ મિત્રો અને તેમની   ભાવી સિદ્ધિ માટે દગડુ શેઠના ગણપતિ  દાદાને મારી પ્રાથર્ના.        

ઉત્તરાયણ અને મકરસક્રાંતિ ભેદ અને સમાનતા...

Image
આજથી ૧૪૦૦ વર્ષ પહેલાંની વાત છે. ઉત્તરાયણ અને મકર સક્રાંતિ બન્ને એક જ દિવસે હતા.ત્યારથી આ બન્ને સાથે જ બોલાય છે.મકરસક્રાંતિ ને આપણે ઉત્તરાયણ અથવા ઉતરાણ કહીએ છીએ.આ બન્ને પર્વો હિંદુ સંસ્કૃતિને આધારે છે.બંનેનો અર્થ પણ જુદો છે. ઉત્તરાયણ:’ઉત્તર’ અને ‘અયન’આ બે શબ્દોથી ઉત્તરાયણ શબ્દ વ્યવહારમાં આવ્યો.ઉત્તર એટલે ઉત્તર દીશા.અયન એટલે જવું.ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ જવું  તેમ સમજાય.સૂરજ  રોજ આકાશમાં ખસે છે.કદીક બપોરે માથા પર આવે.ક્યારેક માથે વહેલો આવે.ઉનાળાનો દિવસ લાંબો હોય છે.ઉનાળામાં સૂરજ બપોરે માથા પર હોય છે.આ માટે મધ્યાહન શબ્દ પ્રચલિત છે.શિયાળામાં સૂરજ દક્ષિણ દિશામાં હોય છે.સૂરજ રોજ એક જ રસ્તે આવજા કરતો નથી.છેક દક્ષિણ દિશામાં છેલ્લે સુધી જઈ તે પરત ફરે છે.અહીંથી તે ઉત્તર તરફ આવે છે.સૂરજની આ ઉત્તર તરફ સરકવાની ગતિ શરુ થતી હોઈ તેને ઉત્તરાયણ કહેવાય છે. મકરસક્રાંતિ:મકર એટલે રાશી અને સક્રાંતિનો અર્થ થાય પ્રવેશવું.ગઈ કાલ સુધી સૂરજ ધન રાશિમાં હતો.આજે તે મકર રાશિમાં પ્રવેશ કરશે.આપણા શાસ્ત્રમાં કુલ બાર રાશી છે.દરેક માણસનું નામ કોઈ એક રાશિનું પ્રતિનિધિત્વ કરે છે.સૂરજને એક રાશિમાંથી બીજી રાશિમાં જ

કેમ?કેમ?કેમ?

Image
એક છોકરી . તેનું નામ ધારા . ખૂબ જ નાની . કે . જી . માં ભણવા જાય . અરે ત્યાં તેનો સમય કડક શિસ્ત શીખવા પસાર કરે . તેની મમ્મી તેને ખાસી મદદ કરે . ખાસું બધું હોમવર્ક હોય તો પણ મદદ કરે . ધરાને એક થી પાંચ સરળતાથી લખે . જયારે તેણે ૬ ( છ ) લખવાના હોય ત્યારે તે ભરાઈ પડે . જયારે તેને ૬(છ)લખવાના હોય ત્યારે તે પૂછે:મમ્મી ‘ઉંધો?’તેની મમ્મી  હા પડે એટલે ધારા ઉંધો બે(૨) લખી નાખે.આવું ચાલતું જ હોય છે.ક્યારેય સાચી સમજ કેળવતા નથી.આવી સમજ આપવાને બદલે ટૂકો રસ્તો અપનાવીએ છીએ.કેટલાય સવાલો છે બાળકના મનમાં.... ·          કેમ દિવસ રાત થાય? ·          કેમ ચાર પછી પાંચ? ·          કેમ પંખી ઉડતા હશે? ·          કેમ ટ અને ડ સરખ જેવા છે? ·          કેમ ૨ અને ૬ સરખા જેવા છે? ·          કેમ?કેમ?કેમ?આવા કેમ તમારા ધ્યાનમાં આવે તો મોકલો.મજા પડશે.

અનોખું જીવન...

Image
આદિવાસીની અનોખી પરંપરા.આવાજ અનોખા તેમના રીવાજો.હા અનેક ખરાબ રીવાજો પણ ખરા.અહીં આપને ફોટો આપ્યો છે.વાલજી તેનું નામ.ઉંમર અંદાજે સોળ વર્ષ.આ નાનો નવો છોકરડો આજનો વરરાજો છે.તેની  પાછળ દેખાતી ભૌતિક સુવિધા તે વાલાજીનું મકાન છે.મકાન કરતાં નીચે જે પતરાનો ડાબો અથવા ડાબા જેવું કૈક દેખાય છે.આ દેખાય છે તે ધન સાચવવાની જગ્યા છે.હા,તેનો ઢોરવાળો  ડબો.તેમાંથી એક ભેસ ઓછી કરીને તે વરરાજો બન્યો છે.આટલા રૂપિયામાં સાથે તેની બહેનના પણ લગન થશે.આ વરરાજાનો લગન માટેનો સૌથી ખર્ચાળ ડ્રેસ છે.દુ:ખની વાત છે કે ભાઈ અને બહેન બન્ને પુખ્ત નથી. અનેક એવા સારા રીવાજો પણ છે.કોઈએ દહેજ આપવું પડતું નથી.કોઈ દીકરીને આત્મહત્યા કરવી પડતી નહિ.કોઈ દીકરી કે દીકરો જોવડાવવા પ્રયત્ન  કરતા નથી. આ ગામનો મોટો ભાગ  SAVE GIRLS CHILD વાંચી કે સમજી ન શકતો હોવા છતાં તેનો અમલ કરે જ છે.આવા અનેક સારા ગુણો પણ આ સમાજ ધરાવે છે.તેમની ઝાંપાની વાત મેં લખી જ છે.આપણે ગમે તેવું વિચારીએ...વિચાર કરવાની છૂટ છે.હા સૌથી ઓછા ખર્ચ અને સુવિધાઓ વછે પોતાની ઓળખ પણ આ સમજે બનાવી છે.તેમનું સરળ જીવન જોવું પણ લહાવો છે.આ લોકોનું જીવન સાદું અને સીધું.ભગવાનમાં તેમણે અતુટ