વાંચવાના બત્રીસ લક્ષણ....


આપને વાંચતા આવડે છે?

એક જગ્યાએ એન્ટ્રેસ ટેસ્ટ માટેની તૈયારી ચાલતી હતી.એક  વડીલે આવીને પૂછ્યું?’શું આપને વાંચતા આવડે છે?’આ સવાલ સાંભળી એકાદ યુવાન જરા સરખો ગરમ થઇ ગયો.તે કહે:’એમ જ અહીં સુધી ભણીને આવી ગયા?’આ વાત ચાલતી હતી.બધાને એમ જ હોય છે કે આપણને વાચતા આવડે છે.આપને આપણા આ કૌશલ્યને ક્યારેય ચકાસતા નથી.

વાંચો અને કહો...
(૧)બાર શબ્દો ધરાવતા વાક્યોને અટક્યા વગર વાંચી શકો છો?
(૨)પાંચ વાક્યોના ફકરાને બે વખત વાંચી તેના મુદ્દા તારવી શકો છો?
(૩)ત્રણ વખત વાંચેલી વાત ને બે કલાક પછી પૂરેપૂરા યાદ રાખી શકો છો?
(૪)શું બે વખત વાંચેલા મુદ્દાને વિગતવાર લખી શકો  છો?
(૫)છ કરતાં વધુ અક્ષરો વાળા શબ્દોને અટક્યા વગર વાંચી શકો છો?
(૬)એક જ નજરે છથી વધુ શબ્દો ઓળખી શકો છો?
(૭)બે વખત વાંચ્યા પછી ૨૫ થી ૩૦ શબ્દો યાદ રાખીને લખી શકો છો?
(૮)સતત ત્રીસ મીનીટ એક જ  બેઠકે વાંચવાની ક્ષમતા ધરાવો છો?
(૯)વાંચતી વખતે નવા શબ્દોને વાક્ય રચનાને આધારે સમજવા પ્રયત્ન કરો છો?
(૧૦)વાંચીને તેમાંથી સવાલ બનાવી શકો છો?
(૧૧)લખાણમાં વાંચવામાં આવેલી બધી વિગતોને સમાવી શકો છો?
(૧૨)વાંચીને સમજેલું અન્ય વ્યક્તિને સમજાવી  શકો  છો?
(૧૩)વાંચીને તમે લખેલું સામેની વ્યક્તિને સમજાય છે?
(૧૪)ભણવામાં આવતું જાતે વાંચવા તૈયાર થાઓ છો?
(૧૫)વાંચીને તૈયાર કરી લખી શકો છો?
(૧૬)આપના લખાણમાં વાક્ય રચના ગોઠવાયેલી હોય છે?
(૧૭)લખાણમાં ભૂલો હોય છે?
(૧૮)શું તમારા અક્ષર સરળતાથી વંચાય તેવા છે?
(૧૯)મોટા વાક્યને વાચતા એક કરતાં વધુ વાર અટકો છો?
(૨૦)વાંચતી વખતે આગળી કે પેન ફેરવો છો?
(૨૧)મોટેથી બોલીને હોઠ ફફડાવીને વાંચો છો?
(૨૨)વાંચતી વખતે હલન ચલન કરો છો?
(૨૩)વાંચતી વખતે તમે ગરદન હલાવો છો?
(૨૪)તમે વાચતા હોવ ત્યારે પુસ્તક હાલે છે?
(૨૫)વાંચતી વખતે ખૂરશી કે ટેબલને પગ વડે હલાવો  છો?
(૨૬)તમે વાચતા હોવ ત્યારે લખાણની લાઈન બદલાઈ જાય છે?
(૨૭)વાચેલું બોલાતી વખતે બોલચાલના શબ્દો આવી  જાય છે?
(૨૮)નવા કે મોટા શબ્દોને બદલે ખોટા શબ્દોનું ઉચ્ચારણ થાય છે?
(૨૯)વાંચતી વખતે ઊંગ કે કંટાળો આવે છે?
(૩૦)દસ મીનીટન સતત વાચનમાં એક કરતાં વધારે વખત ધ્યાન ભંગ થાય છે?
(૩૧)નવા શબ્દોને છૂટ પાડીને વાંચો છો?
(૩૨)વાંચતી વખતે બીજા વિચારો આવે છે?

આવા બત્રીસ સામાન્ય લગતા પ્રશ્નોને આધારે વાચનનું વિગતવાર મૂલ્યાંકન થઇ શકે છે.તમે ઉપરના સવાલોને હા કે ના જવાબ આપી વર્ગીકરણ કરો.આ જવાબને આધારે નીચે મુજબ મૂલ્યાંકન કરો.

કુલ બત્રીસ પ્રશ્નોમાંથી પહેલાં અઢાર  પ્રશ્નોન જવાબ હા આવે.છેલ્લા ૧૪ પ્રશ્નોનો જવાબ ના આવે  તો યાદશક્તિ,તર્કશક્તિ,વાચનની પદ્ધતિ સારાં પરિણામ અપાવતી હોવી જોઈએ.
        
૩૧ થી વધારે સાચા  જવાબ...એક્સેલેન્ટ.
·         ૨૬ થી ૩૦ સાચા જવાબ...વેરી ગુડ.
·         ૧૬ થી ૨૫ સાચા જવાબ...ગુડ.
·         ૧૦ થી ૧૫ સાચા જવાબ...સ્લો રીડર.
·         ૧૦ થી પછા સાચા જવાબ...પુઅર રીડર.
આ વિગતો નાનાથી લઇ મોટા સૌ માટે સરખી જ રીતે ઉપયોગી છે.આપ વાંચો અને મિત્રો સાથે તેની પરસ્પર ચકાસણી કરો.(૧૯જાન્યુઆરી૨૦૧૨)

Comments

yogesh maheta said…
Vah good idea .......self assessment
Nnn said…
saras ganu upyogi se
Unknown said…
Khub saras nice
Pragnya modi said…
Today first time I visited your website .so good instructions about reading. Thanks sir
Unknown said…
very true dear Bhaveshbhai ❤️💐🌷🌹👌👍

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી