Posts

Showing posts from March, 2015

પંડિત અને બાવો

Image
એક હતો પંડિત અને એક હતો બાવો.તેઓ એક સાથે મુસાફરી કરતાં હતા.મુસાફરીમાં પંડિત જી અને બાવાના બધાં જ પૈસા વાપરી ગયા. ઉનાળાના દિવસો હતા. ખરો બપોર થયેલો પણ પાણી ન મળે , તેમને ભૂખ પણ લાગેલી. બેઉને ભૂખ અને તરસ લાગી હતી.જીવ કચવાતો હતો.તેઓને થાક લાગવાથી તેમના પગ લથડતા હતા.તેઓ ધીરે ધીરે ચાલતા હતા.સામેથી તેમણે એક વાણિયો આવતો જોયો.વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખથી પરેશાન હતો.   આ બધાં જ એક ઝાડ નીચે બેઠાં.બધાની તકલીફ સરખી હતી. બધાં એ વિચારી લીધું. ‘આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ પણ ખૂબ જ લાગી છે.હવે રહેવાતું નથી. હવે શું કરવું? થોડો સમય વિચાર કરી તેઓએ તરકટ કરવાનું વિચારી લીધું.આ રીતે તેઓ તરકટ કરી ને   કંઈક ખાવા-પીવાનું શોધવાનું વિચારતા હતા.તેઓએ સરખા ભાગે જમવાનું વહેંચી લેવાનું આયોજન કરી લીધું હતું. જે જડે તે સૌનું સરખા ભાગે. આવું વિચારી તેઓ ચાલતા ચાલતા શેરડીનું ખેતર પાસે આવી ગયા.             પંડિત કહે : ‘ ઊભા રહો. હું ખેડૂતને વાતમાં છેતરી તેના ખેતરમાંથી   શેરડી લઈ આવું છું. ’             પંડિત તો અંદર ગયો. ‘ જાય ભગવાન બોલી ખેડૂતણી પાસે ગયો. તેણે ભગવાન અને દાન વિશે વાત ક

ચતુર કાગડો

Image
એક હતો કાગડો.એક આંખે કાણો.આખા શરીરે કાળો.આમથી તેમ ઉડે.ખાવાનું શોધે.કોઈના ઘરેથી લઇ જાય.કોઈના હાથમાંથી લઇલે.આખો દિવસ તે આમતેમ ફરે.ઉનાળાના દિવસો હતા.કાગડો સવારથી આમતેમ ઉડતો હતો.તે ઉડતો ઉડતો ખૂબ જ દૂર નીકળી ગયો હતો.તે ખૂબ દૂર નીકળી ગયો હતો.ગરમીને લીધે તેણે ખૂબ પરસેવો થયો હતો.શરીરમાંથી પરસેવાને લીધે તેના શરીરનું પાણી ઓછું થઇ ગયું હતું.આ કારણે કાગડાને તરસ લાગી હતી.એક તરફ તાપ.બીજી તરફ ગરમી.પાછો પરસેવો.આ કારણે કાગડાને તકલીફ થતી હતી.તેને આ કારણે પાણીનો શોષ પડતો હતો.કાગડાણો જાણે જીવ જતો હતો.   કાગડાએ આસપાસ જોયું.અહીં પાણી દેખાતું ન હતું.ન કોઈ નદી.ન તળાવ.ન માટલું કે એવું કશું જેમાં પાણી ભરી શકાય.આસપાસ   પાણી ન હતું.કાગડાને પાણીની જરૂર હતી.કાગડો પાણીની શોધમાં આમતેમ ઉડતો હતો.તે ઉંચે ઉડી આમતેમ જોતો હતો.પાણી દેખાતું ન હતું. ઘણી શોધ કરવા છતાં પાણી દેખાતું ન હતું. અચાનક તેની નજર એક કૂંજા ઉપર પડી. કાગડો આ જોઈ ખુબ ખૂશ થયો. કાગડો રાજી થયો.તેના આનંદનો પાર ન હતો.તે ઝડપથી ઉડતો ઉડતો કૂંજા પાસે પહોંચી ગયો.તે મનોમન હરખાતો હતો.તેણે નજીક જઈને કૂંજામાં જોયું.કૂંજામાં પાણીતો હતું પરંતુ ખૂબ જ ઓછું પા

કાબર અને કાગડો

Image
એક ગામમાં એક કાબર રહે. કાબર ને એક ભાઈબંધ. આ ભાઈબંધ એટલે કાગડો.કાબર ભળી.કાબર ભોળી.કાગડો કાપતી.કાગડો આળસુ.કાગડો નાટક બાજ.કાગડો ઢોંગી.કબર અને કાગડો એક ઝાડ ઉપર રહે.આ ઝાડની આસપાસની જમીન કાબરની.આ જમીનમાં કાગડો પણ ભાગીદાર.આસપાસ નાનાં મોટા અનેક ખેતર.આ ખેતરમાં સૌ ખેતી કરે. ચોમાસાના દિવસો હતા.આસપાસમાં ખેતર હતાં. વારસદ થયો હોઈ સૌ વાવણીના કામમાં રોકાયાં હતાં.અહીં બધાં ખેતીનું કામ કરે.આસપાસમાં ખેતીનું કામ થતું હતું.કબરે આ જોયું.કબરને પણ તેના ખેતરમાં ખેતી કરવા જવાનું મન થયું.પાસે જ કાગડો બેઠો હતો.કાબર કાગડાને કહે: ‘કાગડાભાઈ,આપણે ખેતરમાં ખેતી કરીએ?’કાગડો કહે: ‘કેમ! આપણે શું જરૂર છે?આપણે આવી મજુરી કરીને શું કામ છે?’કાબર થોડું હસી.હસીને કાગડાને કહે: ‘અરે ! ખેતી કરીએતો દાણા થાય.દાન થાય તો આમ રોજ ભટકવું ન પડે.દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે.ઠંડી અને ગરમીમાં કોઈ અગવડ ન પડે.આપણે નિરાંતે ખાઈએ.ખાઈ શકીએ.જીવી શકીએ.’ કાગડો આ સાંભળતો હતો.તેણે કાબર સામે જોયું.ધીરેથી મોઢું ખોલી બગાસું ખાતા ખાતા કહે: ‘અઉ....આઉ....આલો...’કાબર ને કશું સમજાયું નહિ.આ સાંભળી કાબર કહે: ‘હેં...શું કીધું?’ કાગડો પણ

કાગડો અને શિયાળ

Image
એક કાગડો.તે જંગલમાં રહે.એક આંખે કાંણો.સૌ તેને કાંણો કાગડો કહીને બોલાવે.આખું જંગલ તેણે આ જ નામે ઓળખે.આ કાગડાને ભૂખ લાગે.સૌ ને ભૂખ લાગે.આપણે તો ઘરે ખાઈએ.કોઈના ઘરે ખવાય તેવું હોય તો તેમના ઘરે ખાઈએ.આ કાગડાને એવું કશું જ નહિ.તે ગમે તેના ઘરે જાય.બહાર પડેલું.એથાવાદનું કે ગમે તે લઇ આવે.ઝાડ ઉપર બેઠાં બેઠાં તે ખાય. એક દિવસની વાત છે.કાગડાને ભૂખ લાગી હતી.બપોરનો સમય હતો. ખોરાકની શોધમાં તે આમતેમ ઉડતો હતો.તે આમતેમ ઉડતો હતો.આ સમયે તેણે જોયું.એક ભરવાડ તેનાં ઘેટાં બકરાં ચરાવતો હતો.ભરવાડનાં ઘેટાં બકરાં ચરતાં હતાં.ભરવાડ એક ઝાડ નીચે બેઠો હતો.તે અહીં બેસીને તેનું ખાવાનું ખાતો હતો.કાગડાએ આ જોયું.કાગડાને થયું ‘આ ભરવાડ રોજ ઘરેથી જ ખાવાનું લાવતો હશે.મારે શું કામ ગામમાં જવું?આવું મનોમન વિચારી કાગડો ભરવાડની પાસે ગયો. કાગડો તેની પાસે ગયો.ભરવાડ પાસે જઈ તે કાકા....કાકા....કરતો હતો.ભરવાડે આ જોયું.ભરવાડને તેની દયા આવી.તેણે રોટલાનો એક ટૂકડો કાગડા સામે ફેકી દીધો. કાગડાએ આ જોયું.તે રાજી થયો.તેણે ફેંકેલો ટૂકડો લઇ લીધો. ભરવાડે ફેંકેલો ટૂકડો ચાંચમાં લઇ લીધો.અહીંથી તે સીધો ઝાડ પાસે ગયો.ઝાડની એક ડાળ ઉપર જઈ