Posts

Showing posts from February, 2016

क्या आप फिल्म देखते हैं? दिलीप कुमार

Image
  એક અનોખો પ્રસંગ છે.આ પ્રસંગ આધુનિક જમાનામાં જીવતાં સૌને લાગુ પડે છે.ફિલ્મો અને ફિલ્મી વાર્તાઓમાં જ જીવતાં સૌ માટે આ પ્રસંગ ઉપયોગી છે.આ એ સમયની વાત છે જયારે દિલીપકુમાર ભારતીય ફિલ્મ જગતમાં એક માત્ર યુવરાજ હતાં.આજે તો આ યુવરાજ બોલી પણ શકતા નથી.ભારત સરકારે હમણાં ‘પદ્મ વિભૂષણ’ સન્માન આપી દિલીપકુમારને બિરદાવ્યા. તેઓ માત્ર ખુરશીમાં બેઠાં હતાં.તે બોલી , સાંભળી કે સમજી શકતા નથી.અરે!તે એવોર્ડ આપનાર કે એવોર્ડને પણ ઓળખાતા ન હતાં.ભારતના ગૃહમંત્રી દિલીપકુમારને ઘરે જઈ ‘ પદ્મવિભૂષણ ’ પુરસ્કાર આપી આવ્યાં.હશે, દિલીપકુમાર જયારે બોલી શકાતા હતાં.ત્યારે એક ઈન્ટરવ્યુંમાં તેમણે એક પ્રસંગ કહ્યો હતો. વાત જાણે એમ બની કે દિલીપકુમાર હૈદરાબાદથી મુંબઈ વિમાનમાં મુસાફરી કરવાના હતાં.તે સમયે દિલીપકુમારને સૌ ઓળખે.તે વિમાનમાં પ્રવેશ્યા. વિમાનના સૌ મુસાફરો તેમની તરફ આદરથી જોતાં હતા.વિમાનમાં આવી સીટમાં બેસી ગયાં.આસપાસના મુસાફરો દિલીપકુમારને જોવા ઊંચાનીચા થતાં હતાં. ફિલ્મસ્ટાર માટે આ નવું નથી.તેમની બાજુમાં બેઠેલ વ્યક્તિ તરફ ધ્યાન ગયું.મધ્યમ વર્ગીય પરિવારના વડીલ વ્યક્તિ જેવો પહેરવેશ.સાદા છતાં ચોખ્ખાં કપડાં. આ વ