क्या आप फिल्म देखते हैं? दिलीप कुमार


 
એક અનોખો પ્રસંગ છે.આ પ્રસંગ આધુનિક જમાનામાં જીવતાં સૌને લાગુ પડે છે.ફિલ્મો અને ફિલ્મી વાર્તાઓમાં જ જીવતાં સૌ માટે આ પ્રસંગ ઉપયોગી છે.આ એ સમયની વાત છે જયારે દિલીપકુમાર ભારતીય ફિલ્મ જગતમાં એક માત્ર યુવરાજ હતાં.આજે તો આ યુવરાજ બોલી પણ શકતા નથી.ભારત સરકારે હમણાં ‘પદ્મ વિભૂષણ’ સન્માન આપી દિલીપકુમારને બિરદાવ્યા. તેઓ માત્ર ખુરશીમાં બેઠાં હતાં.તે બોલી,સાંભળી કે સમજી શકતા નથી.અરે!તે એવોર્ડ આપનાર કે એવોર્ડને પણ ઓળખાતા ન હતાં.ભારતના ગૃહમંત્રી દિલીપકુમારને ઘરે જઈ પદ્મવિભૂષણપુરસ્કાર આપી આવ્યાં.હશે, દિલીપકુમાર જયારે બોલી શકાતા હતાં.ત્યારે એક ઈન્ટરવ્યુંમાં તેમણે એક પ્રસંગ કહ્યો હતો.

વાત જાણે એમ બની કે દિલીપકુમાર હૈદરાબાદથી મુંબઈ વિમાનમાં મુસાફરી કરવાના હતાં.તે સમયે દિલીપકુમારને સૌ ઓળખે.તે વિમાનમાં પ્રવેશ્યા. વિમાનના સૌ મુસાફરો તેમની તરફ આદરથી જોતાં હતા.વિમાનમાં આવી સીટમાં બેસી ગયાં.આસપાસના મુસાફરો દિલીપકુમારને જોવા ઊંચાનીચા થતાં હતાં. ફિલ્મસ્ટાર માટે આ નવું નથી.તેમની બાજુમાં બેઠેલ વ્યક્તિ તરફ ધ્યાન ગયું.મધ્યમ વર્ગીય પરિવારના વડીલ વ્યક્તિ જેવો પહેરવેશ.સાદા છતાં ચોખ્ખાં કપડાં. આ વ્યક્તિ છાપું વાંચવામાં વ્યસ્ત હતી.દિલીપકુમારના આવવાથી પ્લેનમાં થયેલ હલચલનો કોઈ ફેર આ વ્યક્તિ ઉપર વર્તાતો ન હતો.

દિલીપકુમારે નોધ્યું: ‘આ વ્યક્તિએ તેમની કોઈ નોધ લીધી ન હતી.’ થોડી વાર પછી દિલીપકુમારે તે વ્યક્તિને કહ્યું શું તમે ફિલ્મ જુઓ છો?’ ટૂકમાં જવાબ મળ્યો ‘ક્યારેક જ.દિલીપકુમારે કહ્યું: હું ફિલ્મમાં કામ કરું છું.સામેની વ્યક્તિએ કહ્યું: એમ?તમે ફિલ્મમાં શું કામ કરો છો?’ દિલીપકુમારે તે વ્યક્તિનો પ્રશ્ન સાંભળી તેમની સાથે બીજી કોઈ વાત જ ન કરી.તે વ્યક્તિ પણ છાપું વાંચવામાં મશગુલ થઇ ગયા. સમય પસાર થયો.મુંબઈ આવી ગયું.ફ્લાઈટમાંથી ઉતરતા દિલીપકુમારે તે સાથી મુસાફર સામે હાથ ફેલાવી પોતાનો પરિચય આપતાં કહ્યું: હું ફિલ્મસ્ટાર દિલીપકુમાર. સામેની વ્યક્તિએ સહજ કહ્યું: થેન્ક્સ,હું જેઆરડી ટાટા.’ એક સાદુ અને સરળ વ્યક્તિત્વ.સામેની વ્યક્તિનું નામ જેઆરડી ટાટાસાંભળી દિલીપકુમાર જાણે વિમાનમાં જ આવક બની ગયાં.



Comments

Unknown said…
Great moral incident from one can be get inspiration.Thanks
Unknown said…
Great moral incident from one can be get inspiration.Thanks
ISWARSINH BARIA said…
No matter how big you are, there is always someone bigger. Be humble.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી