Posts

Showing posts from July, 2016

મિર્ચીના નાવેદને સલામ.

Image
ભારત...કાશ્મીર...ગુજરાત...પાટીદાર....દલિત અને મનોરંજન.હા,આ બધા એક મંચ ઉપર છે.સૌને એક સાથે આ જ મુદ્દે જોઈ શકાય.આ મુદ્દો છે પાકિસ્તાનનો વિરોધ અને કાશ્મીર.વાત એમ બની કે સ્વ.જવાહરલાલ નહેરુથી લઇ શ્રી નરેન્દ્ર મોદી સુધી જે ન બોલી શક્યા તે એક કલાકારે કર્યું.રેડિયો મિર્ચીના જોકી નાવેદે આ કામ કર્યું.ચોક્કસ  મુદ્દા ઉપર ચર્ચા કરી નાવેદ વ્યક્તિ સાથે વાત કરે છે.તે વાતચીત પછી મિર્ચી પોતાના શ્રોતાઓને સંભળાવે છે.હા,આ વખતે નાવેદે કમાલ કરી બતાવી છે. નાવેદે ઊર્દૂ ભાષામાં પાકિસ્તાનના નેતા સાથે વાત કરી.આ નેતાનું નામ યાકુબ ખાન.બેનજીર ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા.યાકુબખાન પાકિસ્તાની રાજ કારણમાં મોટું નામ.યાકુબ બિલાવલ ભુટ્ટોના નજીકના વિશ્વાસુ નેતા.બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ છે. નાવેદ તેમને ફોન કરે છે.ફોન ઉપડે છે.સલામ દુઆ થાય છે.યાકુબ ફોન કરવાનું કારણ જણાવવાનું કહે છે.નાવેદ કહે છે: ‘એક છોકરાને મેં નાનપણથી ભણાવ્યો છે.હવે છોકરો મોટો થયો છે.’યાકુબખાન ‘હં ,એમાં હું શું કરું? મને કેમ ફોન કર્યો?’નાવેદ કહે છે. ‘મેં ભણાવેલો આ છોકરો તેના પિતાજી પાસે છે.હવે તે છોકરો મને આપતા નથી.મને છોક

બટન ખોલો - અક્ષર સુધારો : લે , આ વાત સાવ જ ખોટી.

Image
એક છોકરો.બીજા ધોરણમાં ભણે.સાંજે ઘરે આવી તે રડતો હતો. મમ્મીએ પૂછ્યું:’બેટા શું થયું.?’દીકરો કશું જ જવાબ આપતો નથી.પપ્પા ઘરે વહેલા આવી જાય છે. દીકરો તો વધારે રડવા લાગ્યો.મમ્મીએ કહ્યું: ‘બેટા,શું થયું.બોલ તો ખરો.’દીકરો કહે મારી હોમ વર્કની નોટમાં મારી મેડમે હોમવર્ક આપ્યું છે.’પપ્પા કહે: ‘બેટા,એમાં રડવાનું શું? હોમ વર્ક કરી લેવાનું.’લાવો દિકા...હું હોમવર્ક કરાવું.દીકરો કહે; ‘પપ્પા,શું હોમ વર્ક લખ્યું છે તે સમજાતું નથી.મેડમ ખૂબ જ કડક છે.મને પનીશમેન્ટ કરશે.અર્ધ ગુજરાતી અવસ્થામાં સંવાદ ચાલતો હતો. પપ્પાએ નોટબુક ખોલી.પપ્પાએ પણ વાંચવા પ્રયત્ન કર્યો.મમ્મી પણ ‘ડોન્ટ વારી માય સન...આઈ વિલ..પપ્પા છે ને....ડોન્ટ વરી...આપણે કરીશું...મમ્મીએ પણ મહેનત કરી.પરિણામ ન મળ્યું.છેવટે નાના દીકરાએ પપ્પાને વોટ્સ એપ કરવા કહ્યું.એક ફોટો પાડી સરને મોકલાવ્યો.સરે મોકલાવ્યું.( Sara akhsare be vakhat BODYna ango vishe lakhavu. )સારા અક્ષરે બે વખત બોડીના અંગો વિષે લખવું.ફરીથી અર્ધ ગુજરાતી સંદેશ.દીકરાના પપ્પાએ ઉજાગરો કરી બે વખત સારા અક્ષરે લખાવ્યું.પણ સાહેબ સુધી સાચી વાત ન પહોંચી કે ‘આપના હસ્તાક્ષર હસતા નથી.’ ખરાબ અક

નવો અવતાર

Image
એક ચોર ચોરી કરતાં પકડાયો હતો. તે કોઠારમાં નોકરી કરતો હતો.અહી દૂધ પડેલું હતું.દૂધ રાજાની બિલાડી માટે હતું.રાજાએ મહેલમાં એક બિલાડી રાખી હતી.બિલાડીની ખાસ દેખભાળ રાખવાની જવાબદારી આ ચોર ઠરેલા માણસની હતી.એણે બિલાડીને દૂધ પાવાનું હતું.દૂધ ઠંડુ થયું કે નહિ?તેમાં સાકાર બરાબર ભેળવી છે કે કેમ !?આ ને આવા અનેક સવાલો માટે તેણે દૂધ ચાખવાનું હતું.આજે તેનો ઉપવાસ હતો.તેણે એક વાટકી ભરીને દૂધ પીધું.રાજાના સિપાહીએ આ વાત રાજાને કરી. આ માણસને દરબારમાં હાજર કરવાનો હતો.શું થાય છે તે જોવા માટે સૌ બેઠા હતા. રાજાને આ માણસ જોઇને નવાઈ લાગી.આ માણસ રાજાની જ સીધી ભલામણથી લેવાયો હતો.રાજાએ આ માણસને કોઠારમાં બધું જ સાચવવાની જવાબદારી આપી હતી.આ માણસ આવું ન કરે.એ એક વાટકી દૂધની ચોરી??ફરિયાદ લાવનાર રાજાની સામે જ બેઠો હતો.ચોર ઠરેલા માણસઆમ તો ખૂબ જ સીધો હતો.હા,તે ચતુર હતો.રાજાએ  તેની ચતુરાઈને લીધે જ નોકરીએ લીધો હતો. રાજા હળવાશમાં બેઠા હતા.તેમને એક મજાક કરવાનું મન થયું.તેમને દરબારમાં બિલાડી મંગાવી.થોડીવારમાં બિલાડી રાજાની પાસે આવી આસન ઉપર બેસી ગઈ.રાજાએ ચોર ઠરેલાને બિલાડી બતાવી.તેણે  બિલાડી જોઈ.રાજા કહે: ‘આ બિલાડીને તું

ઐતિહાસિક નિર્ણય લીધો.

Image
આખી દુનિયામાં એક સમયે તેનું શાસન હતું. એવું કહેવાતું કે તેની સત્તાનો સૂરજ ક્યારેય અસ્ત પામતો નથી.દુનિયામાં એક હથ્થુ રાજ ચલાવનાર બ્રિટન આજે કટોકટીમાં છે.’યુનાઈટેડ કિંગડમ’ એટલે કે યુ.કે.માં થોડા દિવસ પહેલાં એક ઐતિહાસિક ઘટના બની. વાત એમ છે કે આજથી તેતાલીસ વર્ષ પહેલાં યુરોપિયન યુનિયન સાથે બ્રિટન જોડાયું હતું.આ સંગઠનમાં અઠ્યાવીસ દેશ હતા.આ બધા જ દેશ એક જ છત્ર નીચે આવ્યા હતા.આપ આ વાંચી રહ્યા હશો ત્યારે બ્રિટન યુરોપિયન યુનિયનનો હિસ્સો રહ્યું નથી.૨૩ તારીખે થયેલ રાષ્ટ્રીય મતદાનમાં પચાસ ટકા કરતાં વધારે લોકોએ બ્રિટનને સંયુક્ત રાષ્ટ્ર્સંગમાંથી છૂટ થવાનો અભિપ્રાય આપ્યો.રાજનીતિ તેને લોકમત માંગ્યો કહેવાય. બ્રિટનમાં રાણીના નામે સરકારનું સંચાલન ચાલે છે.જનમત સંગ્રહના પરિણામની અસર થઇ.સરકારના વડાપ્રધાન પ્રધાન યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણમાં હતા.લોકમત કે જનસંગ્રહમાં સરકારના આયોજન અને તેની નીતિના વિરોધમાં ૫૧.૯ ટકા મત પડ્યા.આ કારણે હવે બ્રિટનના વડાપ્રધાન કેમરુન રાજીનામું આપશે.વૈશ્વિક ચલણ એવાં પાઉન્ડમાં છેલ્લા એકત્રીસ વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે.અર્થતંત્રના જાણકારો કહે છે કે આને લીધે ભાર