નવો અવતાર


એક ચોર ચોરી કરતાં પકડાયો હતો. તે કોઠારમાં નોકરી કરતો હતો.અહી દૂધ પડેલું હતું.દૂધ રાજાની બિલાડી માટે હતું.રાજાએ મહેલમાં એક બિલાડી રાખી હતી.બિલાડીની ખાસ દેખભાળ રાખવાની જવાબદારી આ ચોર ઠરેલા માણસની હતી.એણે બિલાડીને દૂધ પાવાનું હતું.દૂધ ઠંડુ થયું કે નહિ?તેમાં સાકાર બરાબર ભેળવી છે કે કેમ !?આ ને આવા અનેક સવાલો માટે તેણે દૂધ ચાખવાનું હતું.આજે તેનો ઉપવાસ હતો.તેણે એક વાટકી ભરીને દૂધ પીધું.રાજાના સિપાહીએ આ વાત રાજાને કરી.
આ માણસને દરબારમાં હાજર કરવાનો હતો.શું થાય છે તે જોવા માટે સૌ બેઠા હતા. રાજાને આ માણસ જોઇને નવાઈ લાગી.આ માણસ રાજાની જ સીધી ભલામણથી લેવાયો હતો.રાજાએ આ માણસને કોઠારમાં બધું જ સાચવવાની જવાબદારી આપી હતી.આ માણસ આવું ન કરે.એ એક વાટકી દૂધની ચોરી??ફરિયાદ લાવનાર રાજાની સામે જ બેઠો હતો.ચોર ઠરેલા માણસઆમ તો ખૂબ જ સીધો હતો.હા,તે ચતુર હતો.રાજાએ  તેની ચતુરાઈને લીધે જ નોકરીએ લીધો હતો.
રાજા હળવાશમાં બેઠા હતા.તેમને એક મજાક કરવાનું મન થયું.તેમને દરબારમાં બિલાડી મંગાવી.થોડીવારમાં બિલાડી રાજાની પાસે આવી આસન ઉપર બેસી ગઈ.રાજાએ ચોર ઠરેલાને બિલાડી બતાવી.તેણે  બિલાડી જોઈ.રાજા કહે: ‘આ બિલાડીને તું જે રીતે મારીશ એ જ રીતે હું તને મારીશ.આ વાત સાંભળી આખા દરબારમાં ગુસપુસ થવા લાગી.હવે આ માણસ બિલાડીને કઈ રીતે મારશે...રાજા એવી જ રીતે આ માણસને મારશે...હવે શું થશે? સૌને આ જોવું હતું.સૌ ઉતાવળા થતાં હતા.
પેલા માણસે બિલાડી હાથમાં લીધી.’હવે શું થશે?’થોડી વાર પછી તેણે બિલાડીની પૂંછડી પકડી લીધી.પૂંછડી વડે બિલાડીને પકડી તે જમીન સાથે ભટકાવા જતો હતો.આ જોઈ રાજાએ બૂમ પાડી.’શું કરો છો?’આ સાંભળી પેલો માણસ કહે:’આપે બિલાડીને મારવાની શરત કરી છે. જે રીતે હું બિલાડીને મારીશ. આપ એ જ રીતે મને મારશો.હું બિલાડીને પૂંછડી વડે પકડીને જમીન સાથે અફળાવીને મારી નાખવાનો હતો.’ફરિયાદ કરનાર ઊભો થઇ ગયો.તે રાડો પાડતો હતો.તે રાડ પાડીને કહે: ‘રાજા તનેય જમીન સાથે અફડાવીને મારી નાખે ને?’પેલો માણસ કહે:’પાણ રાજાજી મને પૂંછડીથી પકડી ન શકે ને...રાજા મને ગમેતે રીતે મારી શકે.પણ,મેં બિલાડીને મારી નાખવાનું વિચારી લીધુ હતું તે રીતે રાજાજી મને નહિ જ મારી શકે.

રાજા આ જવાબ સાંભળી ખૂશ  થયા.રાજાએ આ માણસને અભિનંદન આપી વિદાય આપી.રાજાને ફરિયાદ કરનાર સાથે વાતો કરતાં કરતાં રાજા મહેલ તરફ ગયા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી