Posts

Showing posts from November, 2021

અત્તરના શહેર પાલનપુરમાં ટ્રાફિકની ગંધ

Image
રાજકીય આગેવાનોની ઈચ્છા શક્તિનો અભાવ અને નાગરિકોની આળસ દિલ્હીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. અહીં રોજ ટ્રાફિક જામ થાય. અત્તરના શહેર અને ડાયમન્ડ સીટી તરીકે ઓળખવા માંગતા સ્થાનિકોની બેપરવાહી આજે વિનાશ નોતરે છે. એવી કેવી ઉતાવળ કે એમ્બ્યુલન્સમાં રહેલી ગર્ભવતી મહિલાના પેટમાં બાળકનું અકાળે અવસાન થાય? શું એક અજન્મા બાળકના જીવ કરતાં વધારે પાલનપુરના નાગરિકોને કઈ વાતની ઉતાવળ હશે. આજકાલ દરેક લોકો ચિંતામાં છે. કોઈ કોરોનાની,કોઈ સરકારની તો કોઈ નાની કે મોટી બાબતે ફિકરમાં હશે. જેને દુઃખે એનું દરદ મોટું. આવું જ કદાચ પાલનપુરમાં જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલું જિલ્લા મથક પાલનપુર. અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. આ સમસ્યા એટલી હદે આગળ વધી કે સ્થાનિક લોકોએ આ માટે આંદોલન કરવાં પડી રહ્યાં છે. આખી વાત ત્યારે ગંભીર બની જ્યારે એરોમાં સર્કલ ઉપર ટ્રાફિક જામ થયો. આ તો રોજનું છે એમાં પાલનપુરના લોકોમાં ગંભીરતા આવે એવું નથી. ગંભીર ત્યારે બન્યું જ્યારે એરોમાં ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સને ચોક્કસ સમયે દવાખાનામાં ન પહોંચાડી શકાઈ.  આપણે છાપામાં વાંચીએ છીએ કે હાર્ટને ચોક્કસ સમયે પહોંચા

કંગનાની બબાલ; પદ્મશ્રીમાં જ વિવાદ.

Image
આ વખતના પદ્મશ્રીમાં બે માટે વધુ ચર્ચા છે . એક સત્ય માટે પાકિસ્તાન છોડ્યુ. બીજીને પાકિસ્તાન મોકલવી જરૂરી છે. કંગના બોલે એ ગમે પણ , ફિલ્મમાં. એજે ન બોલે એને સમર્થન કરનાર તૈયાર છે.એને સપોર્ટ કરનાર સૌ મૂર્ખ નહિ મૂર્ખના સરદાર છે. પાકિસ્તાનના સૈનિક કાઝી માટે કહીએ એટલું ઓછું. આ બે પદ્મ પુરસ્કાર પછી એ નક્કી કે સારા અને સાચને મળે એ બરોબર.સારી પ્રક્રિયા પરંતુ આવી ગાંડી માટે એ જ અધિકારીઓએ સ્વીકારવું જોઈએ કે ભૂલ થઈ.ભારત. વિશ્વની સૌથી મોટો લોકશાહી દેશ એટલે ભારત. ભારતના આમ જોઈએ તો ભાગલા પડ્યા. એક ભાગ   મહંમદઅલી પાકિસ્તાન ભેગા લઈ ગયા. આજે આ વાતોની આસપાસ જોડાયેલ કેટલીક બાબતો અને વર્તમાન વિવાદ અંગે વાત કરીશું. વાત જાણે એમ બની. બાંગ્લાદેશ ત્યારે પાકિસ્તાનનો હિસ્સો હતું. પાકિસ્તાનના અત્યાચારોથી મુક્ત કરવામાં તેમના યોગદાન બદલ ભારત સરકારે પાકિસ્તાનની ચુનંદા પેરા- બ્રિગેડના( Member of Pakistan Para-Brigade) ભૂતપૂર્વ સભ્ય અને હવે બાંગ્લાદેશી લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) કાઝી સજ્જાદ અલી ઝહીરને સન્માનિત કર્યા છે. યોગાનુયોગ , લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ઝહીર 71 વર્ષના થઈ ગયા છે.જ્યારે ભારત અને બાંગ્લાદેશ યુદ્ધના 50

હું તો આજીવન PM છું: પીલુ મોદી.

Image
  ભારતના ઇતિહાસમાં સૌથી વધુ માર્મિક હાસ્યના સર્જક એટલે પીલું મોદી. પ્રાઈમ મિનિસ્ટર પાંચ વર્ષ માટે હોય , હું તો આજીવન PM છું:પીલુ મોદી               એક એવા નેતા.ખૂબ જ મજાક કરતા રાષ્ટ્રીય નેતા. ગમે એની ફીરકી ઉડાવતા ગુજરાતના આ નેતા. માત્ર બીજાની ઠઠ્ઠા મશ્કરી નહિ , સૌ પહેલાં પોતાની મશ્કરી પછી બીજાની. જે માણસ પોતાની જાત ઉપર હસી શકે એ ક્યારેય દુઃખી ન હોય. આપ પણ પીલું મોદી સદાય ખુશ જ રહેતા. તેઓનું શરીર એટલું વિશાલ હતું કે તેઓ પોતાની જાત માટે   ગોલુ-પોલું શબ્દ વાપરતા. એક એવો PM એટલે કે પીલું મોદી. જેમનાથી તાત્કાલિક PM ઇન્દિરા ગાંધી પણ ડરતાં હતાં. કારણ કે તે નેતા સત્ય બોલવાથી ડરતા ન હતા. રજુઆત પણ એવી સરળ કરે કે સૌ સહમત થાય જ. તેઓ રાજકારણમાં મોટા નેતા કહેવાતા.એમનો દાવો હતો કે   મારા જાસુસ બધી જગ્યાએ છે. એક એવા નેતા જે સૌની ખબર રાખતા હતા.              આજે આપણે આવા આગેવાન પીલું મોદીની વિગત જોઈશું. લોકસભા અને રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. સ્વતંત્ર પક્ષનું નિશાન તારો હતું. પીલું મોદી તારાના ચિહ્નન ઉપર ચૂંટણી લડતા હતા. આ વખતે સૂત્ર હતું. ' કોણ તારશે , તારો તારશે. ' આવા નેતા પીલુ મોદીન

અદ્ભુત રાજનેતા પ્રણવદા

Image
  દરેક પક્ષના લાડકા પ્રણવમુખરજી... દરેક રાજકીય પક્ષ સાથે અંગત સબંધ રાખનાર , જાળવી રાખનાર અને આજીવન સક્રિય રાજકારણમાં રહ્યા છતાં જેમના કોઈ વિરોધી નથી. આવા વિરોધી વગરના દેશના ઓછા નેતા પૈકીના એક એવા પ્રણવદા અંગે વિગતે ચર્ચા કરીશું. આપણે વાત કરીશું. ભારતના તેરમાં રાષ્ટ્રપતિ પ્રણવમુખરજી. રાષ્ટ્રપતિ તરીકે તેઓ  ૨૦૧૨થી ૨૦૧૭ સુધી રહ્યા.તેમની ઈચ્છા રાષ્ટ્રપતિ બનવા માટેની હતી જ નહિ અને સોનિયા ગાંધી પણ નહોતા ઈચ્છતા કે પ્રણવદા રાષ્ટ્રપતિ બને. પ્રણવમુખરજી કોંગ્રેસ માટે વફાદાર રહ્યા. છતાં બીજી પાર્ટીમાં  તેમનું પ્રભુત્વ એવું જ રહ્યું. પ્રણવ મુખરજીને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા. મુખરજીનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૫માં બંગાળના ગામડામાં થયો હતો. તેમના પિતાનું નામ કીંકર મુખરજી. તેઓ બહુ મોટા રાજકીય આગેવાન હતા . તેમણે દેશની આઝાદી માટેના આંદોલનમાં ભાગ ભજવ્યો હતો. ૧૯૪૨માં પોલીસે વોરંટ આપી દીધું હતુ કે કીંકર મુખરાજીને અરેસ્ટ કર્યા. જયારે પોલીસ કીંકર મુખરજી ના ઘરે ગઈ ત્યારે પ્રણવ મુખરજી નાના હતા . ત્યારે પોલીસે પ્રણવ મુખરજી ને પૂછ્યું કે કયા ગયા ઘરના બધા તો જવાબ આપ્યો કે ગાય ખાઈ ગઈ. ત્યાર બાદ તેમની ભણવાની શરૂઆ

ગાંધીબાપુનું બ્રહ્મચર્ય

Image
  ગાંધીજી અને બ્રહ્મચર્ય   ગાંધીબાપુ એટલે સત્ય. સત્યના પ્રયોગો આજેય વિશ્વમાં સૌથી વધુ વેચાયેલું પુસ્તક છે. આ પુસ્તકમાં એમણે બ્રહ્મચર્ય અંગે લખ્યું છે. એ ઉપરાંત એમણે આ અંગે નથી લખ્યું તે અંગે કેટલીક વિગતો આપી છે. ગાંધીજી એટલે દેશના બાપુ. આપણા રાષ્ટ્રપિતા ગાંધીબાપુ. એમના અનેક વિચારો આજે વિશ્વમાં જીવતા જોવા મળે છે. સૌથી મહત્વના વિચારો પૈકી બાપુ સાથે જોડાયેલ વિગત એટલે બ્રહ્મચર્ય. બાપુએ કોની કોની સાથે બ્રહ્મચર્યનો પ્રયોગ કર્યો એ અંગે અનેક વિગતો જોવા મળે છે. ગાંધીજીએ મનુ ઉપરાંત અન્ય કોની જોડે બ્રહ્મચર્યનો પ્રયોગ કર્યો એ અંગે અનેક વિગતો જોવા મળે છે.  ગાંધીજીએ પોતાના ભત્રીજાના પુત્ર કનુલાલની પત્ની આભા, દેશનાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડૉ.સુશીલા નૈયર ઉપરાંત સમાજવાદી નેતા જય પ્રકાશ નારાયણની પત્ની પ્રભાવતી દેવીની સાથે પણ બ્રહ્મચર્યનો પ્રયોગ કર્યો હતો.  સૌથી પહેલાં ડૉ.સુશીલા નૈયર. જે ગાંધીજીના પર્સનલ સેક્રેટરી પ્યારેલાલનાં નાનાં બહેન.તે ગાંધીજીનાં પર્સનલ ડોક્ટર પણ હતાં. સુશીલા નૈયર ૧૯૫૨માં દેશનાં સ્વાસ્થ્ય મંત્રી હતાં. મશહુર લેખક વેદ મહેતા. જે ભારતીય મૂળના અમેરિકી લેખક હતા. તેઓએ એક પુસ્તક લખ્યું.

જય હિન્દ સેનાના સૈનિક: કેપ્ટન લક્ષ્મી સહેગલ

Image
આઝાદ હિંદ ફોજ’ના સૈનિકો ભારત આવી ગયા. દેશના પહેલા વડાપ્રધાન બન્યા. નહેરુજી આગળ તેમણે પ્રસ્તાવ મૂક્યો. કાનપુરની એક સરકારી મહિલા હોસ્પિટલમાં માનદ સેવાઓ આપવાની ઓફર કરી. એ પણ મંજુર ન થયું. છેવટે ‘આઝાદ હિંદ ફોજ સહાયતા સમિતિ’ની રચના થઈ. જેનું કામકાજ સહગલ સંભાળતા હતા. ક્યારેય યોગ્ય કહી શકાય તેવી સુવિધા ન જ મળી. જીવનમાં ત્રણ પ્રકારના વ્યક્તિ હોય. ઇનોવેટર , ક્રિએટર અને ફોલોઅર્સ. આ ત્રણેય પ્રકારના લોકો ઇતિહાસ બનાવે , વાંચે કે લખે એવું બને છે. વ્યક્તિગત સૂઝ તેમજ સમજણ વગર ઇતિહાસ સાથે જોડાવું એ શક્ય નથી. આજથી નવ વર્ષ પહેલાંની આ વાત છે. સત્તાણું વર્ષની ઉંમરે એક ઇતિહાસ જાણે પૂરો થયો. ઇતિહાસ આમ તો પૂરો ન થાય. પણ દેશની આઝાદી સાથે જોડાયેલ વ્યક્તિ માટે આવું લખી શકાય. લક્ષ્મી સહગલ એમનું નામ. અહીં ગમે તેટલું લખું છતાંય એ ઓછું જ લાગે એવી આ વ્યક્તિ. ગુલામીથી કંટાળેલો પરિવાર. આઝાદી માટે બધું જ કરવા તૈયાર પતિ પત્ની. એમનું નામ  સ્વામિનાથન અને અમ્મુ સ્વામિનાથન. સ્વામીનાથન પરિવારમાં  બે દીકરીઓ.એમાંથી મોટી દીકરી લક્ષ્મી. તેનો જન્મ  જન્મ ૧૪ ઓક્ટોબર ૧૯૧૪ના દિવસે થયો હતો. તેમના પિતાજી વકીલ. માતા મહિલાઓ માટે જાહેર જીવ