અત્તરના શહેર પાલનપુરમાં ટ્રાફિકની ગંધ

રાજકીય આગેવાનોની ઈચ્છા શક્તિનો અભાવ અને નાગરિકોની આળસ

દિલ્હીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. અહીં રોજ ટ્રાફિક જામ થાય. અત્તરના શહેર અને ડાયમન્ડ સીટી તરીકે ઓળખવા માંગતા સ્થાનિકોની બેપરવાહી આજે વિનાશ નોતરે છે. એવી કેવી ઉતાવળ કે એમ્બ્યુલન્સમાં રહેલી ગર્ભવતી મહિલાના પેટમાં બાળકનું અકાળે અવસાન થાય? શું એક અજન્મા બાળકના જીવ કરતાં વધારે પાલનપુરના નાગરિકોને કઈ વાતની ઉતાવળ હશે.

આજકાલ દરેક લોકો ચિંતામાં છે. કોઈ કોરોનાની,કોઈ સરકારની તો કોઈ નાની કે મોટી બાબતે ફિકરમાં હશે. જેને દુઃખે એનું દરદ મોટું. આવું જ કદાચ પાલનપુરમાં જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલું જિલ્લા મથક પાલનપુર. અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. આ સમસ્યા એટલી હદે આગળ વધી કે સ્થાનિક લોકોએ આ માટે આંદોલન કરવાં પડી રહ્યાં છે. આખી વાત ત્યારે ગંભીર બની જ્યારે એરોમાં સર્કલ ઉપર ટ્રાફિક જામ થયો. આ તો રોજનું છે એમાં પાલનપુરના લોકોમાં ગંભીરતા આવે એવું નથી. ગંભીર ત્યારે બન્યું જ્યારે એરોમાં ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સને ચોક્કસ સમયે દવાખાનામાં ન પહોંચાડી શકાઈ. 

આપણે છાપામાં વાંચીએ છીએ કે હાર્ટને ચોક્કસ સમયે પહોંચાડવા બે શહેર વચ્ચે ટ્રાફિક બન્ધ કરી જીવ બચવવામાં આવ્યો. અહીં તો એમ્બ્યુલન્સમાં રહેલ સગર્ભા મહિલાને  યોગ્ય સમયે સારવાર માટે ન પહોંચાડી શકતાં પેટમાં જ બાળકનું અવસાન થયું. આ સમાચાર સામે આવતાં નગરજનો અને સેવાભાવી સંઘઠનો સહિત અનેક લોકો અને લાગતાવળ
ગતા આ બાબતે ગંભીર થયાં.

આવેદન પત્ર અને આ સમસ્યાના સમાધાન માટે લોક વિચાર એકઠા કરવામાં આવી રહ્યા છે. કેટલાક આગેવાનોએ ઉપવાસ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. વિવિધ રાજકીય પક્ષના લોકો એમાંય ખાસ કરીને ભાજપના ન હોય તેવા સ્થાનિક આગેવાનો અહીં જોડાઈ આગળનું આયોજન કરી રહ્યા છે. કેટલાક નેતાઓતો આ મુદ્દે વિધાનસભા સુધી પહોંચવાનું વિચારી આગળ વધતાંય થયા છે. પાલનપુર માટે એટલું જ કહેવાય કે આ સમસ્યા આજની નથી. સમસ્યાનું સમધાન શોધનાર પણ પહેલાથી જ આ શહેરમાં છે.આમ છતાં આટલા વર્ષોથી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. થોડા દિવસ આમ જ ચાલશે અને છેવટે આ મુદ્દો ફરી અગાઉની જેમ ભુલાઈ જાય એવું બને.આ માટે નાગરિકોએ જાતે જાગૃત થઇ આગેવાનોને શોધી આ માટે બોલતા કરવા પડે એમ છે.

સમસ્યાનું સમાધાન શું હોઈ શકે?

આ સમસ્યા આમ ભલે નાની લાગે. સમસ્યા ઘણા વર્ષોથી છે સાથોસાથ દિવસે દિવસે આ સમસ્યા મોટી થતી જોવા મળે છે.આ માટે કેટલાક મહત્વના સૂચનો પણ સામે આવ્યા છે. જેનો અમલ કરવાથી તાત્કાલિક પરિણામ મળી શકે છે.

જેમ કે,

એરોમાની ચારે બાજુ ચાર પાંચ કિલોમીટર અગાઉથી ટ્રાફિક મેનેજ કરવામાં આવે.

સ્થાનિક નાગરિકો ટ્રાફિક વ્યવસ્થાપનમાં સહયોગ કરી રોંગ સાઈડ વાહન ચલાવવાનું ટાળે.

એરોમાંથી શહેર અને ડીસા તરફનો ડાબી તરફનો વાહન વ્યવહાર સતત ચાલું રહે.

શહેરની શૈક્ષણિક સંસ્થાઓ પોતાના સમયમાં 10 મિનિટનો ફેરફાર ગોઠવી શહેરના ટ્રાફિકને માટે સહયોગ કરે.

રાજકીય આગેવાનો અને સંસ્થાનના અગ્રણીઓ બિન રાજકીય રીતે આ વ્યવસ્થાને યોગ્ય બનાવવા સાથે જોડાય.

જિલ્લા બહારના વાહનોને અમદાવાદ તરફથી આવતાં જગાણાં અને આબુ તરફથી આવતા રેલવે ફાટલથી ડાયવર્ટ કરવામાં આવે.

મોટા વાહનો,ફોર વિલર અને બાઇક ને ચલાવવા યોગ્ય લાઈન નક્કી કરવામાં આવે અને નેવિગેટર આધારે યોગ્ય વ્યવહારમાં સહયોગ કરવામાં આવે.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી