Posts

Showing posts from August, 2011

જોડાક્ષર વગરની વાર્તા...રાજા અને વાજા...

Image
એક હતો રાજા.તેને વાજા વગાડવાનું ખૂબ ગમે.તેને વગાડવાનું ફાવે નહિ.રાજાને ચેન ના પડે.રાજાને તો હવે કશું જ ના ગમે.રાજા ના ખાય કે ના આરામ કરે.બસ , વાજા વગાડનાર ને શોધવામાં જ પોતાનો સમય પસાર કરે.આ રાજાને વાજા વગાડવાના જ વિચાર આવે.નગરના લોકો પણ વિચારે.રાજાને આ વાજા વગાડનું શીખવાની જરૂર કેમ પડી હશે ? રાજાને વળી વાજા વગાડવાનું શીખીને શું કામ છે ? પણ આતો રાજા , વાજા અને વાંદરા.તેમને તો કોણ સતાવે ? આ તરફ બે મહિનાની મહેનત પછી એક વાજા વગાડનાર મા ણ સ મળી ગયો.આ માણસ સંગીતના બધા જ સાધન વગાડતા આવડે.આ કલાકાર તો ઢોલકા વગાડે,તબલા વાગડે,વાજુ પણ વાગડે અને સંતુર પણ વગાડી જાણે.રાજા આ માણસને મળીને ખુશ થયો. આ કલાકાર રાજ સભામાં રાજાની બાજુમાં જ બેસે.રાજાએ આ કલાકાર પાસેથી જુદા જુદા વાજા વગાડવાનું શીખવાનું ચાલુ કરી દીધુ હતું.રાજા એ વાજા વગાડવાની શરૂઆત કરી.રાજા બધું કામ છોડી આ કલાકારની પાસે બેસી જાય. રાજા રાગડા તાણીને ગાય.થાપોટ મારી સાજ પણ ખખડાવે.ફૂંક મારી વાંસળી અને પીપૂડી પણ વગાડે.આડો , અવળો અવાજ આવે..આવાજ આવે અને રાજા હરખાય.રાજાને પણ મજા આવતી હતી. એક દિવસની વાત છે.રાજા અને કલાકાર બગીચામાં બેઠા

ઘડિયાના પલાખાં ઓછા કરી શકાય?

Image
એક થી સો.નાનાં છોકરાંને આપવા માટેનું એક લાંબુ કામ.આપણાં માટે છુટકારો અને છોકરાને સજા.આ છોકરાં મોટાં થાય.હવે તેમને મોટું કામ આપવું પડે.હવે આ કામ ઘડિયા કરે.એકથી દસના ઘડિયા.થોડું મોટું ધોરણ હોય તો અગિયારથી વીસા.છોકરાં આ હોમવર્ક કેટલું ગમે તેણી જાણ નથી.હા આવા લાંબા લચ અને નકામા લાગતા આ કામને કોણ મહત્વ આપે.છોકરાં પણ એક જ રીતે આ રીતે પોતાનું હોમવર્ક કરે.ગમે તેમ કરીને પૂરું કરવું પડે.આ કારણે આજે છોકરાં ઘડિયા થી કંટાળી ગયાં છે. આવું પણ હોય તો??? ·          ઘડિયાના પલાખાં ઓછા કરી શકાય તો... ·          ૧ ૧ ૧ થી ૧૦ ૧૦ ૧૦૦ માં સો પલાખાં છે.... ·          માત્ર પંચાવન પલાખાં શીખવીએ તો... આ માત્ર વાત નથી.મારો તુક્કો નથી.આ વિચારવા જેવું છે.જુઓ,બે(૨) ના ઘડીયામાં નવની લાઈનમાં અઢાર આવે,આ જ અઢાર નવ(૯)ના ઘડીયામાં બેની લાઈનમાં અઢાર આવે.આવું પીસતાલીસ પાલખમાં થાય.હા બોલાવતી વખતે બે નવ અઢાર અને નવ દુ અઢાર બન્ને બોલાવવું. ૧ ૧ ૧ ૨ ૧ ૨ ૩ ૧ ૩ ૪ ૧ ૪ ૫ ૧ ૫ ૬ ૧ ૬ ૭ ૧ ૭ ૨ ૨ ૪ ૩ ૨ ૬ ૪ ૨ ૮ ૫ ૨ ૧૦ ૬ ૨ ૧૨ ૭ ૨ ૧૪

Language is most...

Image
Language is most important for Devlopment.. LESNING,SPEAKING,READING AND WRITING.HEAR IS FOUR STAGE.BUT MAIN PART OF LUNGAGE IS ONLY TWO... (1)UNDERSTANDING (2)IMPLIMENTATION Readind is a stage when children are maturationally ready to learn something without intellectual or emotional stress and when they can feel the satisfaction of having achieved that learn. Reading and writing readiness refers to the ability of a child to profit from any reading and writing instruction. while some amount of visual and auditory discrimination activities are conducted with children right though,there should be more systematic focous on soecific activities for reading and writing readiness by the time the children are four-and-a-half to five years and ready for these activities.                         Some Suggested activities:-                                                            3-4 years... Let the children sit in a semi circle.Ask them to close their eyes and listen to the diff

શીખવાનું શીખવીએ...

Image
નાના સવાલ.ક્યારેક જવાબ ના મળે.આવું અનેક વખત બને છે.આપણે ધ્યાન આપતા નથી.આવું છોકરાં કરેતો. slow learner…poor parformanc…poor parformar… જેવા નામ આપીએ છીએ.આ નામ કોઈ રીતે વ્યાજબી નથી.એક થી પાંચ આપણા માટે સરળ છે.પણ હું કહું કે મુન પછીની સંખ્યા કઈ છે?તમે જવાબ નહિ આપી શકો.એક,બે,ત્રણ,ચાર અને પાંચ. .. one,two,three four અને  five ખબર હોયજ.પણ,અંદ,રૂન્દ,મુન,નળ અને પુંગી.હોય તો તમે કહી શકો કે મુન પછી નળ આવે.આ વાત તાર્કિક નથી.હા તમારા જવાબમાં એક,બે.....પાંચમાં અંદ,રૂન્દ.....પુંગી    જ હોય.આ થયું સમજ આધારિત શિક્ષણ.આપણે શીખવવા મથીએ છીએ.જરૂર છે શીખવાનું શીખવવાની. આ માટે બાળકને સવાલ કરતું કરીએ.તેણે વિચારીને જવાબ આપવો પડે તેવા સવાલ  કરીએ.સતત વાતો કરીએ.આપણી જાણકારી આપવાને બદલે  તેને જાણવાનો માર્ગ બતાવીએ.દુનિયામાં કોઈ સ્લો લર્નર નથી.હા,આપણી શૈલીમાં ફેર છે. એક ગુરૂજી.સજીવ નિર્જીવ ભણાવતા હતાં..તમની આસપાસ જરૂરી સામગ્રી હતી.સાહેબ એક પછી એક વસ્તુ બતાવતા હતા.છોકરાં સાહેબના હાથમાંની વસ્તુ જોઈ જવાબ આપતાં હતાં.નિર્જીવ... સજીવ... નિર્જીવ... સાહેબનો ઉત્સાહ પણ વધ્યો.તેમણે બગીચામાંથી વેલ બતાવીને

Organisation and Arrangement

Image
  The play way method is good for children. me says A CTIVITY B ASE L EARNING.but all proses in class room.so my topic is…what is the meaning off  child friendly class room? H ear is some topic…     The class room should be arranged to provide space for both large.     It should have a large covered floor area for children to sit different large & small group activity.     Tables and chairs in a corner for any individual table work.     The classroommust have provision for display of childrens work as well as project.     If space and & funds permit,the classroom should be setup with specific activite such as.     Toys,books and equipment  corner is must in classroom.     A section for a creative arts and hoby.     Should be a specific space for keeping children’s lunch box.     Black board,display board and other provision shoud be made at low high at the level of children.     The classroom must have adequate stacking provision  for play material fr

અવનવું...દેશ પ્રેમનું...

Image
આપણો દેશ. આપણો ભારત દેશ. અનેક વિવિધતા ધરાવતો દેશ. સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ. અન્ના હજારે ને ગાંધીજીની સમાધીપાસે ધ્યાન મા બેસવું પડે.સરકાર તેમને જેલમાં ધકેલે.અન્ના હજારેની સાથે ભારતના તમામ વર્ગના લોકો જોડાય.ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા.આ વાત કોઈ નાની નથી.આપણો દેશ અનેક રીધે વિવિધતા ધરાવે છે. આપણો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ.આ દેશના ગૌરવની વાત કરવમા હું નાનો છું.રાષ્ટ્રના વિકાસમાં તેની ઓળખ જરૂરી છે.ઇન્ડિયન એર લાઈન્સ નો સિમ્બોલ વર્ષો થી એક જ છે. અમુલ ડે રીનો સિમ્બોલ મા એક નાની છોકરીનો છે.પારલેજી જેવી કંપનીનો પણ સિમ્બોલ એક જ છે.પ્રતીક એટલે સિમ્બોલ અથવા નિશાની. મારે વાત કરવી છે.રાષ્ટ્રીય પ્રતીકોની.આ પ્રતીક શબ્દને આપણે નીશાની શબ્દના સમાનર્થી તરીકે ઓળખીયે છીએ. સામાજિક,માનસિક,શારીરિક,વહેવારિક,ભૌતિક,અરે હા,બૌધિક.....બૌધીકોએ લખ્યું છે કે ઇક અને ઇકા પ્રત્યય લાગે તો ઇ હસ્વ લેવી.પ્રતિક પણ લખાય છે.નિયમમાં એવું કેમ?અત્યારે તેની વાત નહીં. હા,પ્રતીક એટલે નિશાની.રાષ્ટ્રીય પ્રતીક એટલે રાષ્ટ્રની નિશાની.આપણા દેશમાં પણ તેના આગવા પ્રતીક છે. રા

ગુજરાતી ગૌરવ...

Image
આજનો દિવસ.૬૫મા સ્વતંત્રતા દિવસ.સૌ એ ઉજવણી કરી.દિવસને અંતે અન્નાહાજરેએ રાજઘાટ પર ધ્યાનમાં બેસવું પડ્યું.રામદેવજી મહારાજે ચિઠ્ઠી લખી વાડાપ્રધાન ને ચેતવ્યા.અન્નાજી એ પૂછ્યું કે કયા મોઢે ધ્વજ ફરકાવશો.હું તો ટીવીમાં જોતો રહ્યો..મનમોહન સિંહ નુ મોઢું એવું જ હતું.શાળામાં છોકરાં શિવાજી બનીને આવ્યાં હતાં.કોઈએ મૂછો બનાવી હતી. ચાલુ નાટકમાં વરસાદ પડ્યો ને મૂછો મોટી થઇ.હરેશ ઠાકોર નામના આ ચોથા ધોરણના છોકરાએ જરાપણ વિચલિત થયા વગર તેનું નાટક પૂરું કર્યું.મને ગૌરવ થયું.આ છોકરો કલાકાર હતો.ખરેખર કલાકાર.આવા અનેક કલાકારો એટલે આ છોકરાં.મને આવા કલાકારો સાથે કામ કરવાની મજા પડે છે. વ્યવસાય જ એવો છે કે મને છોકરાં જ મળે. આજના દિવસે ગુજરાતના ગૌરવની નોધ લેવાય તેવી વાત બની.ગુજરાતી ગૌરવના સ્લોગન સાથે કૈક નવું થયું.આજે વિજય મૂરતમાં એટલે કે ૧૨:૩૯ કલાકે એક ગુજરાત ગૌરવની નોધ લેવાય તેવું બન્યું.આ ગૌરવ વિષે આટલું.... ગુજરાતીઓ ની આ ચેનલ... ૨૪ કલાકની નવી ગુજરાતી ન્યુઝ ચેનલ... પહેલી સેટેલાઇટ ગુજરાતી,આપણી સમાચાર ચેનલ.... કેબલ અને સેટેલાઇટની સુવિધા સાથેની ગુજરાતી ચેનલ.... ગ

ઈલાજીનું બાવલું.

Image
નાનું ગામ મેઘરજ.વાત્રકને કાંઠે આવેલું ગામ.સાબરકાંઠા જીલ્લાના ઈશાનિયા ખૂણામાં આવેલું ગામ.આ ગામમાં બધાને આઝાદી જોઈતી હતી. ગાંધીજીના અહિંસક આંદોલનની સાથે ક્રાંતિકારીઓનો પવન પણ ફેલાયો હતો. મોડાસાના સ્વ.રમણલાલ સોની(બાળસાહિત્યકાર) આખા જિલ્લામાં બધાને આગેવાની પૂરી પડતા હતાં.મેઘરજ,માલપુર અને રાજસ્થાનના બાંસવળા,સાગવાડા અને તેણી આસપાસના ગામોની જવાબદારી એક યુવાનની હતી.આ યુવાનનું નામ પૂનમચંદ જયશંકર પંડ્યા.તેમણે સાથ આપનાર આનંદીલાલ હરિશંકર પંડ્યા અને તેમની યુવા ટોળી. અંગ્રેજોની સાથે જંગલમા રહી બાથ ભીડનાર પૂનમચંદ ઘરની જવાબદારી પણ કેમ ભૂલે?તેમણે આ ગાળામાં મોડાસા પાસેના ધનસુરા ખાતે રામણલાલ સોનીના આગ્રહથી શિક્ષકની નોકરી સ્વિકારી.અહીં રહી તેમણે દેશ દાજ પેદા કરવા વ્યાયામની પ્રવૃત્તિ શરુ કરી.સવારે નોકરી અને રાતે ગ્રામસભા.કોઈ કારણથી પૂનમચંદ પર અંગ્રેજોએ ભીસ વધારી.પૂનમચંદ ની ધરપકડ થઇ.તેમણે સજા થઇ.તેમણે નોકરી પડતી મૂકી.છ મહિનાની સજા પૂરી કરી પૂનમચંદ મેઘરજ આવ્યા.આ ફાગણ માસના દિવસો હતાં. ફાગણ મહિનામા હોળીનો તહેવાર.આદિવાસી અને ઠાકારાડા ની બહુમતી ધરાવતો આ વિસ્તાર.આજે પણ અહીં હોળીનો તહેવા

સાંઈરામને અભિનંદન...

Image
સાંઈરામ દવે.ગુજરાતના એક શિક્ષક.હાસ્ય કલાકાર તરીકે ખ્યાતનામ.રાજકોટ જિલ્લાને આજે તેમણે ગૌરવ અપાવ્યું છે.રાજકોટ જીલ્લાના ગાંડલની શાળામાં નોકરી કરે છે.આજે તેમને માણસો એક કલાકાર તરીકે ઓળખે છે. એક કલાકાર તરીકે પણ તેમણે ગૌરવ અપાવ્યું છે.આ વખતે આપણાં સૌ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે તેમનું એક પ્રસિદ્ધ ગીત છે.  એના શબ્દો સરસ છે.અનેક વાર ગયું છે ....છે સ્વર્ગથીય વ્હાલી ,અમને અમારી શાળા...આ ગીતને મહારાષ્ટ્ર રાજ્યના પાઠયપુસ્તક મંડળ,પૂના એ ધોરણ:૪ ના મહારાષ્ટ્રરાજ્યના પુસ્તકમાં અભ્યાસક્રમમાં સમાવેલ છે.ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત આ ગૌરવવંતા શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન.

ગાંધીજી...દેશભક્તિ...અને...સ્કીમ...

Image
૧૫ ઓગષ્ટ આવે એટલે ચારો તરફ દેશભક્તિની વાતો ચાલુ થઇ જાય.નેતાઓ નવા ઝભ્ભા શીવાડાવે.વેપારીઓં સ્કીમ આપે.પાણીપુરી થી લઇ પેન્ટ પીસ વેચનારા.અરે બધાને દેશ ભક્તિના જ વિચાર આવે છે.સૌ સ્કીમ આપે છે.સૌ ને સ્કીમો ગમે પણ છે. આપણા નેતાઓ હવે તૈયાર કરેલું ભાષાણ વાંચી જશે.રાષ્ટ્રપતિ રાષ્ટ્ર ને સંબોધન કરશે.સરકસના સિંહની જેમ આપણે દેશની જનતા માટે,લશ્કરી તાકાતનું પ્રદર્શન થશે.આપણે ઘરે બેઠા ટી.વી.પર નાસ્તો કરતા કરતા આ પરેડ જોઈશું. એક જ જેવી વાતો. આપણો વિકાસ થઇ રહ્યો છે.આપણી પ્રગતિ સારી છે.બસ,મિત્રો એસ.એમ.એસ.કરી એક રૂપિયામાં સો મિત્રોને ૧૫ ઓગષ્ટની શુભ્ભેચ્છા પાઠવશે..મોબાઈલ વાળા પણ આ દિવસોએ સ્કીમ આપે છે. માત્ર જાતીનું રાજકારણ લઈને ચાલનાર રાજકીય પક્ષો છે.આવી વાત જાહેરમાં ના સ્વીકારનાર પણ ચોક્કસ વિસ્તારમાં ખાસ જ્ઞાતિના નેતાને ચૂંટણીમાં દોડાવનાર બધા.બધાજ સરખા છે.પણ,ગાંધીજી...ગરીબ...કચડાયેલા...પછાત... અતિપછાત...આર્થિકપછાત...આ બધાના હામી આપણા નેતાઓ હવે તેમના પી.એ.ધ્વારા તૈયાર કરેલ ભાષણમાં ગાંધીજીનું નામ સ્કીમમા સેલ...સેલ...સેલ...લખેલું હોય છે. તેમ ગાંધીજી...ગાંધીજી...ગાંધીજી...આપણો આ નેતા વાંચતો

વજન વધે કે ઘટે?(જોડાક્ષર વગરની વાર્તા)

Image
  એક છોકરી.તેનું નામ ગબુ.ભણવાની વાત ગબુને ના ગમે.ગબુને ભણવા સિવાયની વાતમાં ખૂબ જ રસ.એક દિવસની વાત છે.ગબુ પાણીની ડોલ લેવા ગઈ.તેના હાથમાં સાબુ હતો.તે ડોલ લેવા જેવી નીચે નમી.તેના હાથમાંથી સાબુ પડી ગયો.સાબુ હાથમાંથી છટકી ગયો.સાબુ પાણી ભરેલી ડોલમાં પડી ગયો.હાથમાંથી છટકેલો સાબુ ખૂબજ ઝડપથી પાણીની ડોલ તરફ આગળ વધતો હતો.સાબુ ડોલમાંના પાણી સુધી તો ઝડપથી ગયો.ગબુએ મહેનત કરી પણ તે સાબુને ના પકડી શકી.સાબુ પાણી સુધી પહોંચી ગયો.પાણીમાં આ જ સાબુ ખૂબ ધીમે થી ડોલના તળિયા સુધી ગયો.ગબુએ આ જોયું.તેને પણ નવાઈ લાગી. ગબુ વિચારતી હતી.આ સાબુ હાથમાંથી ગયો.પાની સુધીતો તે ઝડપથી ગયો.આ સાબુ પાણીમાં કેમ ધીમે તળિયે ગયો હશે?ગબુ વિચારમાં હતી.તેના દાદાએ આપેલું કામ તે ભૂલી ગઈ.ગબુતો પાણી ભરેલી ડોલ લઇ બહાર આવી.અહીં આવીને તેણે એક ઈંટ લીધી.આ ઈંટનું વજન વધારે હતું.આ ઈંટને તેણે દોરીથી બાંધી દીધી.દોરીથી બાંધેલી ઈંટનું તેણે વજન કરી જોયું. .પાણીની અંદર અને બહાર તેણે વજન કરી જોયું.આ રીતે તેણે ચાર વખત કરી જોયા પછી મોટી બહેનને બોલાવી. ગબુ કહે: દીદી,આ ઈંટ નું વજન પાણીમાં વધારે