ઈલાજીનું બાવલું.
નાનું ગામ મેઘરજ.વાત્રકને કાંઠે આવેલું ગામ.સાબરકાંઠા જીલ્લાના ઈશાનિયા ખૂણામાં આવેલું ગામ.આ ગામમાં બધાને આઝાદી જોઈતી હતી. ગાંધીજીના અહિંસક આંદોલનની સાથે ક્રાંતિકારીઓનો પવન પણ ફેલાયો હતો.
મોડાસાના સ્વ.રમણલાલ સોની(બાળસાહિત્યકાર) આખા જિલ્લામાં બધાને આગેવાની પૂરી પડતા હતાં.મેઘરજ,માલપુર અને રાજસ્થાનના બાંસવળા,સાગવાડા અને તેણી આસપાસના ગામોની જવાબદારી એક યુવાનની હતી.આ યુવાનનું નામ પૂનમચંદ જયશંકર પંડ્યા.તેમણે સાથ આપનાર આનંદીલાલ હરિશંકર પંડ્યા અને તેમની યુવા ટોળી.
અંગ્રેજોની સાથે જંગલમા રહી બાથ ભીડનાર પૂનમચંદ ઘરની જવાબદારી પણ કેમ ભૂલે?તેમણે આ ગાળામાં મોડાસા પાસેના ધનસુરા ખાતે રામણલાલ સોનીના આગ્રહથી શિક્ષકની નોકરી સ્વિકારી.અહીં રહી તેમણે દેશ દાજ પેદા કરવા વ્યાયામની પ્રવૃત્તિ શરુ કરી.સવારે નોકરી અને રાતે ગ્રામસભા.કોઈ કારણથી પૂનમચંદ પર અંગ્રેજોએ ભીસ વધારી.પૂનમચંદ ની ધરપકડ થઇ.તેમણે સજા થઇ.તેમણે નોકરી પડતી મૂકી.છ મહિનાની સજા પૂરી કરી પૂનમચંદ મેઘરજ આવ્યા.આ ફાગણ માસના દિવસો હતાં.
ફાગણ મહિનામા હોળીનો તહેવાર.આદિવાસી અને ઠાકારાડા ની બહુમતી ધરાવતો આ વિસ્તાર.આજે પણ અહીં હોળીનો તહેવાર અનોખી રીતે જ ઉજવાય છે.તે વખતે પણ અનોખીરીતે આ તહેવાર ઉજવાતો.હા,અંગ્રેજો વખતે ઉજવતા આ તહેવારમાં એક નિયમ હતો.આ નિયમનો કોઈ વિરોધ પણ કરી શકતું ન હતું.કારણ આ નિયમ લાવનાર અંગ્રેજો હતાં.
સંસ્કૃતિના સર્જક એવા આપણા દેશના આ અંતરિયાળ વિસ્તારમાં એક ખરાબ અને જળ નિયમ હતો.ડેપ્યુટી કર્લીરો એ ફરમાન બહાર પડ્યું હતું. હોળીના દિવસે એક બાવલું બનાવવામાં આવતું.આ બાવલું નાગા બાવાનું બનાવતું.બાવો એટલે સાધુ.અને નાગો એટલે વસ્ત્ર વગરનો,હા આ બાવલું માટીમાંથી બનતું.કર્લીરો હવે લંડન જતો રહ્યા હતો.તેનું આ ફરમાન ચાર વર્ષથી ચાલ્યું આવતું હતું.ફરમાન પણ કેવું. લોકલ કારીગરો અને ગોરા અધિકારીઓં આ બાવલું બનાવવાની તૈયારી કરતા.હોળીના ચાર પાંચ દિવસ પહેલાથી તેની તૈયારી શરુ થતી.આ વખતેપણ એવું જ આયોજન હતું.
પૂનમચંદ પહેલા સવા વર્ષ જેલમાં રહ્યા.તેમણે મોડાસાથી મેઘરજ વચ્ચેના ટેલીફોનના થાંભલ તોડી પડ્યા હતાં.અંગ્રેજોના આ સવા વરસના કારાવાસમાંથી છૂટી તે ધનસુરા રહ્યા.અહીંથી નોકરી છોડી તે મેઘરજ આવ્યા.ઈલાજીનું બાવલું તેમાંના માંટે પહેલું અનુભવવાનું હતું.આ બાવલું હોળી પ્રગટાવવાના લાકડાના ઢગલાની પાસે જ બનાવવામાં આવતું.
ગામની મહિલાઓ અને બાળકો પણ આ બાવલાની પ્રદક્ષીના કરે.તેણી પૂજા અર્ચના કરે તેવો કાયદો.પૂનમચંદ ને આવાતની જાણ થઇ.તેમણે ગામમાં તેમના મિત્ર આનંદીલાલને વાત કરી.સવારે ચાલુ કરેલું કામ સાંજે ગોઠવાઈ ગયું.આઠ થી દસ યુવાનો આ કામ માટે તૈયાર થયા.પ્લાન ગોઠવાયો.છ સાત છોકરા આ હોલિકાદહન કરવાના સ્થળથી થોડે દૂર ખોટેખોટો જગાડો કરે...બધી પોલીસ ત્યાં જાય,પૂનમચંદ અને વાલજીભાઈ ભોઈ આ બાવલાને તોડી પાડે.અહીંથી તે ભારતમાતાકી જાય તેવો નારો લગાવીને ભાગવાનું શરુ કરે.પછી જ આ યુવાન સાથીઓં ખોટી લડાઈ બંધ કરે.
આ દસ બહાદૂર આવ્યા.તેમણે યોજના મુજબ ગોઠવણ કરી.પ્લાનની શરૂઆત થઇ.ગામના બધા ભેગા થયા હતાં ત્યાંથી થોડે દૂર કોઈ છોકરાઓ વચ્ચે જગાડો થયો.આ તરફ ઈલાજીનું બાવલું તોડી પૂનમચંદ અને વાલજીભાઈ બન્ને ભાગ્યા.. પોલીસ ને પણ આખીવાત સમજાઈ ગઈ.પોલીસને છેતરવામાં યુવાનો સફળ રહ્યા.આ સફળતા લાંબી ના ટકી. એક પોલીસવાળાએ ભોગીલાલનામના એક બ્રાહ્મણને ગુનેગાર તરીકે પકડ્યો.ભોગીલાલની અટકાયત થઇ.ભોગીલાલ ના બાપા ગામમાં મુખી હતાં.મુખીના છોકરાને પકડશુંતો મુખી ગુનેગારને પકડાવશે તેમ માની ભોગીલાલને પોલીસ લઇ ગઈ.પૂનમચંદ થી આ સહનના થયું.તે પોલીસમાં હાજર થયા.આ ગુનાબદલ પૂનમચંદ સજા થઇ. ત્રણ વર્ષની સખત કેદની સજા.સતત નવ વર્ષમાં પૂનામાંચંદ ને ચાર વખત સજા થઇ.
આજે પણ આ ઈલાજીનું બાવલું જ્યાં રાખવામાં આવતું તે સ્થળ એટલે મેઘરજ પ્રાથમિક શાળા નંબર-૨(બે)ની પાસે આવેલ વડ.જે આજે પણ હયાત છે.કહેવાય છેકે પૂનમચંદ ને કુલ આઠ વખત જેલની સજા થઇ.વ્યવસાએ શિક્ષક પૂનમચંદન છ વખત જામીન કરવામાં જ પોતાની મિલકત ખલાસ કરી નાખી.દેશ આજાદ થાય તે પહેલા પૂનમચંદનું આવાસન થયું.ગુજરાત સરકાર ધ્વારા મેઘરજના એક જાહેરમાર્ગને સ્વતંત્રસેનાની પૂનમચંદ જે.પંડ્યા માર્ગ નામ આપવામાં આવ્યું છે.મેઘરજની હાઇસ્કૂલમાં એક સ્મારક પણ છે.હા તૂટી ગયેલા બોર્ડને બનાવવા ગ્રામપંચાયતને લખવામાં આવતા જવાબ મળ્યો કે પંચાયતમાં ભંડોળ ના હોઈ લોકફાળાથી તમે બોર્ડ લગાવો.
રે...સ્થાનિક સ્વરાજ્ય...અરે...રે...આ સ્વર્નિમ ગુજરાત...આહ,આ પાંસઠમું સ્વતંત્રતા પર્વ....

(સ્વ.રામણલાલ સોની ને જયારે હું મારી જોડાક્ષર વગરની વાર્તાઓની સમિક્ષા માટે મળ્યો ત્યારે થયેલી વાતચીત ને આધારે...પૂનમચંદ પંડ્યા મારા દાદા થાય તેના અફાટ ગૌરવ સાથે.)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી