Posts

Showing posts from October, 2023

અતો અને નતો:૯

 નતો થાકી ગયો... આ તરફ એવું થયું. નતો ગભરાતો હતો. સોનપરી એને મળવા આવી ન હોઈ એને ફિકર હતી. આમ છતાં નતા ને ભરોસો હતો કે સોનપરી એને મળશે અને સહયોગ કરશે. આ માટે આખો દિવસ સોનાપરીના વિચારો કરતાં કરતાં આખો દિવસ પસાર થઇ ગયો. સોનાપરીના જ વિચારો આવતા હતા. સાંજ પડી. શેઠ અને શેઠાણી પરત ઘરે આવી ગયા હતા. સાંજ પડતા સુધીમાં નતો ગોદામમાંથી ઘરે પરત આવી ગયાં હતાં. શેઠાણીએ જમવાનું બનાવવાની શરૂઆત કરી. આજે નતાને ભૂખ લાગી ન હતી. એને જાણે કોઈ વાતે ગમતું ન હતું.ઘરમાં પણ જાણે નતો એકલો એકલો ફરતો હતો. શેઠાણીએ જમવાનું બનાવી લીધા પછી એને બુમ મારી. ‘ નતા....એ નતા...’ નતો આ સાંભળી ધીરે રહી જમવા માટે આવી ગયો. જમવા બેઠો પણ આજે નતાએ ખાસ ખાધું ન ખાધું કરી ઊભો થઇ ગયો. અતો પણ આખી રાતનો જાગેલો હોઈ થાકી ગયો હતો. એણે પણ ઝડપથી જમવાનું પતાવી લીધું. અતો અને નતો સાથે જ એમના ઓરડામાં ગયા.  ઠંડીના દિવસો હતા. ગોદડામાં પડતાની સાથે જ અતાને ઉંગ આવી ગઈ.નતો હજુ સોનાપરીના વિચારોમાં જ હતો. અડધી રાત થઇ. નતાને ઉંગ આવી ગઈ. રાતે નતાને ઉંગ આવી. જેવી ઉંગ આવી કે થોડી વારમાં જ તેને સપનામાં સોનપરી આવી.

અતો અને નતો:૨

Image
નતા ને થઇ સજા... એક દિવસની વાત છે. શેઠ નતાને ઠપકો આપતા હતા. આજે નતો ગોદામમાં ગયો હતો. એની સાથે એનો ભાઈબંધ ઉદીયો પણ હતો. ઉદીયો અનાજ ખાતો હતો. શેઠ આ જોઈ ગયા. આ કારણે શેઠ એને વઢતા હતા. શેઠ નતાને રાડો પાડી બોલતા હતા. શેઠાણી બાજુમાં ઊભાં ઊભાં સાંભળતાં હતાં. શેઠે નતાને આજે ખાવા ન આપવા કીધું. આ સાથે શેઠાણી ને નતો       આજે રાતે ઘરની બહાર રહેશે એવી કડક સૂચના આપી.   આ નતા માટે એનો મોટોભાઈ અતો, ઘરેથી જમવાનું સંતાડી લઇ ગયો હતો. જમવાનું લઇ નદી તરફ અતો અને નતો જાય છે. મોટોભાઈ ઘોડો લઇ નતા ને નદી સુધી મુકવા આવે છે. અતા અને નતા માટે શેઠ અને શેઠાણીને વધારે ઓછો ભાવ હતો.પરંતુ બંને ભાઈઓને એક બીજા માટે ખૂબ જ લાગણી હતી.આ બાઈઓ એકબીજાના ખાસ ભેરુ હતા. કહેવાય કે એએક બીજાના    ભાઈ બંધ હતા. મોટાભાઈએ એના નાનાભાઈ માટે રાત બહાર રહેવા માટે અને જમવા માટેની સગવડ કરી હતી. નાનાભાઈ માટે ઓઢવા અને પાથરવાની બધી જ સગવડ કરી    રાખી હતી. નાનાભાઈ માટે એનો ભાઈબંધ ઉંદરને પણ સાથે લીધો હતો. આ ઉંદર સાથે રાખવાની સાથે ખાવા પીવાની સુવિધા કરી રાખી હતી. બંને ભાઈઓ અંધારામાં નદી કિનારે ગયા. નાના ભાઈને મૂકી થોડી વાર એની સાથે પસાર કરી એ ઘર તર

અતો અને નતો:૮

સોનપરી ન આવી.   રાત પડી. નતો વિચારતો હતો. શું કરું તો આજે નદી કિનારે જઈ શકું. બસ, આ જ વિચારમાં એ બેઠો હતો. અતો આવી ગયો.અતો આવીને કહે: ‘નતા, શું વિચારમાં બેઠો છે? કેમ કશું બોલતો નથી?’ આ સાંભળી નતો કહે: ‘ મારે નદી કિનારે જવું છે. મને નદી કિનારે સોનપરી મળી હતી. એણે મને મદદ કરી એટલે જ હું ગોદામમાં દેખરેખ રાખી શકું છું. મારી આ સોનપરીને લીધે જ આજે ગોદામમાં નુકશાન થતું અટકાવી શકું છું. નતાની વાત સંભાળીને અતો કહે: ‘તારી આ વાતતો મને આજે જ ખબર પડી. પણ, તું મને એ જણાવ કે આ વખતે તારે સોનપરીને કયા કામ માટે મળવું છે? આ સાંભળી નતો કહે: ‘આપણી વખારમાં મજુરો કામ કરે છે.આ મજુર અનાજની ગુણ ઉઠાવી છેક સુધી ચડાવે છે. પાછા પરત આવે છે. પરત આવી બીજી ભરેલી ગુણ ઊંચકે છે. આમ જે વખતે મજુરોને અનાજની ગુણ ઊંચકવાની થાય તે સમયે મને એમની દયા આવે છે.’ ખૂબ જ લાંબી વિગત નતો એક સાથે બોલી ગયો. આ બધી જ વિગત અતો સંભાળતો હતો. અટાણે થયું આ કામ માટે સોનપરી કેવી રીતે મદદ કરી શકે? અતા ને આ સમજાતું ન હતું. અતો નતાને કહે છે: ‘સોનપરી આપણ ને કેવી રીતે મદદ કરી શકે?’આ સાંભળી નતો કહે: ‘ સોનપરી ખૂબ જ દયાળુ છે. આપણે એને મજુરો અંગે વ

અતો અને નતો:૩

નતો અને સોનપરી  રાત અંધારી હતી. શિયાળાની અંધારી રાત હતી. નતો અંધારામાં એક ઝાડ નીચે બેઠો હતો. ઘરથી લાવેલું ભોજન પૂરું કરી નતો બેઠો હતો. એને ઠંડી લાગતી હતી. ઘરેથી લાવેલ ગરમ શાલ ઓઢી એ બેઠો હતો. બાજુમાં જ એનો ભાઈબંધ, હા... પેલો ઉંદર બેઠો હતો. ઉંદરને ઠંડી ન લાગે એ રીતે આ નતો એને શાલ વડે ઢાંકી બેઠો હતો. થોડી વાર થઇ હશે. નદી કિનારે એક સુંદર પરી ફરી રહી હતી. થોડી વારમાં તો આ નાના દીકરાએ પણ આ પરીને ફરતી જોઈ લીધી. એક નાના ઉંદરને સાચવવા એક છોકરો ઠંડીમાં હેરાન થતો હતો.   પરી ધીરેથી આ છોકરા પાસે આવી. છોકરો ઉંદરને સાચવતો બેઠો હતો.પરી પાછળથી આવીને કહે:   ‘આટલી ઠંડીમાં ઉંદરને સાચવવામાં તને ઠંડી નથી લાગતી? આ સાંભળી છોકરો એક દમ ચમકીને ઉભો થઇ ગયો. પરી એની બાજુમાં ઉભી હતી. આ છોકરો કહે:   હા... આ મારો ભાઈબંધ છે. એનું નામ ઉદીયો છે. હું ઉદીયાને લઈને ગોદામમાં ગયો હતો. આજે આ ભાઈબંધ ગોદામમાં અનાજના દાણા ખાતો હતો. મારા બાપુજી આ જોઈ ગયા. એમણે મને આજે રાતે ઘરમાં ન આવવાનો આદેશ કરેલ છે. હું બહાર રહેવાનો હતો એટલે મારો   ભાઈ મને મારા સમાન અને આ ઉંદર સાથે અહીં મૂકી ગયો છે.   પરીને જોઈ નાથીયો કહે: તમે કોણ છો અ