અતો અને નતો:૮
સોનપરી ન આવી.
રાત પડી.
નતો વિચારતો હતો.
શું કરું તો આજે નદી કિનારે જઈ શકું.
બસ, આ જ વિચારમાં એ બેઠો હતો. અતો આવી ગયો.અતો
આવીને કહે: ‘નતા, શું વિચારમાં બેઠો છે? કેમ કશું બોલતો નથી?’ આ સાંભળી નતો કહે: ‘
મારે નદી કિનારે જવું છે. મને નદી કિનારે સોનપરી મળી હતી. એણે મને મદદ કરી એટલે જ
હું ગોદામમાં દેખરેખ રાખી શકું છું. મારી આ સોનપરીને લીધે જ આજે ગોદામમાં નુકશાન
થતું અટકાવી શકું છું.
નતાની વાત સંભાળીને અતો કહે: ‘તારી આ વાતતો મને
આજે જ ખબર પડી. પણ, તું મને એ જણાવ કે આ વખતે તારે સોનપરીને કયા કામ માટે મળવું
છે? આ સાંભળી નતો કહે: ‘આપણી વખારમાં મજુરો કામ કરે છે.આ મજુર અનાજની ગુણ ઉઠાવી છેક
સુધી ચડાવે છે. પાછા પરત આવે છે. પરત આવી બીજી ભરેલી ગુણ ઊંચકે છે. આમ જે વખતે
મજુરોને અનાજની ગુણ ઊંચકવાની થાય તે સમયે મને એમની દયા આવે છે.’
Comments