Posts

Showing posts from August, 2022

મહિલા શિક્ષણમાં ભારતની શરૂઆત

Image
  આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી. તે સમયે , જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે , સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી! આવા જમાનામાં , ઓગણીસમી સદીના અંતમાં , ગુજરાતમાં બે સ્ત્રી ડૉક્ટરો આવી વસ્યા અને તેમણે ગુજરાતની મહિલાઓની ખૂબ સેવા કરી. ગુજરાતમાં સ્ત્રીઆરોગ્ય સેવાના શ્રીગણેશ કરનાર આ બે મહિલા ડોક્ટરો હતા ડૉ મોતીબાઈ કાપડિયા અને ડૉ રુખમાબાઈ રાઉત . આપે 19 મી સદીના અંતમાં હિંદુસ્તાનના સ્ત્રી સમાજમાં જાગૃતિ આણી ,  સ્ત્રીશિક્ષણની જ્યોત જગાવનાર   પંડિતા રમાબાઈ સરસ્વતી ,  આનંદીબાઈ ગોપાલરાવ જોશી   અને   કાદંબિની ગાંગુલીની કહાણીઓ વાંચી છે. હિંદુસ્તાનની પ્રથમ બે પ્રસિદ્ધ મહિલા તબીબો ડૉ આનંદી ગોપાલ જોશી અને ડૉ કાદંબિની ગાંગુલીએ   સ્ત્રી સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેંટ –  નો પાયો નાખ્યો. તેમનાં પગલે   રુખમાબાઈ રાઉત , મોતીબાઈ કાપડિયા   અને અન્ય અસંખ્ય સ્રીઓને સમાજમાં આગળ વધવાની પ્રેરણા મળી. ગુજરાતમાં મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા પ્રદાન કરનાર   ડૉક્ટર મોતીબાઈ કાપડિયા   અને   ડૉકટર રુખમાબાઈ રાઉતને ગુજરાતી સ્ત્રી સમાજ હંમેશા યાદ કરશે. તેમણે અમદાવ

अटलजी का स्मरण

Image
  आज अटल बिहारी वाजपेयी या सबके अटलजी की चौथी पुण्‍यतिथि है। भारत रत्‍न वाजपेयी को दूसरे देशों के नेता भी सम्‍मान की नजर से देखते थे। वाजपेयी जहां पाकिस्‍तान के पूर्व प्रधानमंत्री नवाज शरीफ के साथ अपना बर्थडे शेयर करते थे तो वहीं रूस के राष्‍ट्रपति व्‍लादीमिर पुतिन उन्‍हें संबंधों को नई दिशा देने के लिए आज भी याद करते हैं। साल 2003 में जब चीन का दौरा किया था। दोनों देशों के रिश्‍ते नई दिशा में पहुंचे थे। लेकिन जब साल 1965 में पाकिस्‍तान और भारत की जंग जारी थी तो कुछ ऐसा हुआ जिससे चीन को बेइज्‍जती सहनी पड़ी। बिना वाजपेयी जी के कारण ये सब हुआ था। सन् 1962 में भारत और चीन के बीच जंग हो चुकी थी और वो 1965 में युद्ध की तैयारी में लगे थे। उस समय पश्चिमी मोर्चे पर सेनाएं पाकिस्‍तान के साथ जंग कर रही थीं। अगस्‍त-सितंबर के महीने में चीन ने कई आरोप भारत पर लगाए। इन आरोपों के बीच ही एक आरोप लगाया कि भारतीय सैनिकों ने उसकी 800 भेड़ों और 59 याक चोरी कर ली हैं। चीन की चालबाजिया चालू थी।इस वख्त भारत की सेनाएं कश्‍मीर में पाकिस्‍तान को जवाब देने में व्‍यस्‍त थीं। चीन की तरफ से तब भारत सरकार को इस बाबत

ભેંસના ભાગ

Image
     ગામ નાનુ. નામ તેનું નાનાવાડ.અહી એક પટેલ રહે.તેમનું નામ પશાભાઈ તેમને તે દિકરા.મોટા ગગો અને બીજા માગો. ગગો-માગો ભાઈ તેમને કાયમનો ઝધડો હોય.નાની-નાની વાતે તે વિવાદમાં ઉતરી પડે.   પશા પટેલને મનમાં થતુ આ કાયમ આ રીતે લડતા રહે છે. તેમને ભેગા રહેવુ પડે તેવું કાંઈક કરુ. પટેલ બે-પાંચ દિવસમાં વિચારી લીધુ તેમણે ગગા-મગાને એક ભેંસ લઈ આપી આ ભેંસમાં માલિક તરીકે ગગાભાઈ અને મગભાઈ.           પટેલ મનમાં હતુ આમ કરતાં ગગો-મગો ભેગા કામ કરતા થશે પણ ઉંધુ થયુ.ગગો અને મગો વધારે ઝધડા કરતા થયા ગગો કહે: ‘ભેંસ મારી છે. મારે તેને જે ખવડાવવું હોય તે ખવડાવું મગો ચારો નાખે એટલે ગગો અડધો ચારો ફેંકી દે અને તેને બીજું કાઈંક આપે.   પશા પટેલ આ બધુ જોતા હતા.તેમણે આ ભેંસના બે ભાગ પાડી દીધા આગળનો ભાગ મગાનો પાછળનો ભાગ ગંગાનો પટેલને હતુ હવે ભેંસ ભૂખી નહી રહે ગમે તે એક તેને ધરાઈને ખવડાવશે વાત સાચી પણ આ તો નવું જ થયું માગો ખવડાવે એટલે ગગો દોહવા ન બેસે.ગગો દોહવા બેસે એટલે ગગો ભેંસને માથાના ભાગે લાકડી મારે. ભેંસને ભડકાવે.          મગો કાઈંક કહે તો ગગો રોકડુ પરખાવે આગળનો ભાગ મારો છે. મારે તેને ખવડાવવું હોય એટલે ખવડાવુ મારવુ હો

આપણું રતન

Image
  આપણો દેશ ભારત.તેમાં એક શહેર,મુંબઈ તેનું નામ અહીં બઘા જ લોકો નોકરી ઘંઘા માટે આવે.આખા દેશના બઘા જ લોકો માટે મુંબઈ એટલે કમાણી કરવાનું શહેર. આ શહેરમાં આજથી સાત દશકા પહેલાં એક છોકરાનો મુંબઈ શહેરમાં શેઠ કહેવાતા ઘરે અવતાર લીઘો.ઘરમાં પહેલાંથી જ ઘનની રેલમછેલ હતી.આખા દેશમાં લોખંડના ઘંઘામાં આ કુટુંબનું નામ મોખરાનું હતું.આવા સુખી પરિવારમાં અવતરનાર આ ઠાકોરનું નામ રતન રાખવામાં બઘાને સંમતિ આપી.             નાનપણથી જ આ છોકરો અસાઘારણ કામ કરતો.સતત નવું નવું વિચાર તેના પર અમલ કરવામાં આ છોકરો કાયમ આગળ રહેતો.ભણવાની ઉંમરમાં જ તેમની અસાઘારણ તાકાત ઘરમાં,ફળીયામાં અને શાળામાં સૌએ જોઈ હતી.નાનપણથી નિયમિતતા તેમણે કેળવી હતી.દરેક કામમાં ચોકસાઈ ,નવીનતા અને ભારોભાર લગનથી તેમનું દરેક નાનું મોટું કામ અનોખું તારી આવતું.ભણવાનું પુરૂં થઇ જતાં તેમણે તેમના બાપીકા ઘંઘામાં સહયોગ કરવાનું વિચારી લીધું.લોખંડના ઘંઘા ઉપરાંત તેમણે મોટી માલસામાન ફેરવતી ગાડીઓ બનાવવાની શરૂઆત કરી.ઘીરે ઘીરે તેમનું નામ દેશ અને વિદેશમાં ફેલાતું ગયું.તેમણે લોખંડ ઉપરાંત કાપડ,ટેલીકોમ ,મીઠું,રીફાઇનરી અનેક મોટા સાહસ દેશમાં ખડકી દીઘા.આ રીતે તેમણે દેશ વિદેશના

સસલું અને રોકચાની ...

Image
  નાનું અમથું એક નગર. આ નગરમાં એક હવેલી. હવેલીના માલિક આખા નગરમાં ઓળખાય. આ હવેલીમાં શેઠ , શેઠાણી અને એમની ઍક દિકરી રહે. દિકરીનું નામ રોકચાની. હવેલીમાં મોટો બગીચો. આ બગીચામાં અનેક ફ્ળ , ફુલ અને શાકભાજી. આ ઘરનો બગીચો એટલો મોટો કે ઘરનાં સૌ સાંજ પડે એમાં ફરવા જાય. આ બગીચામાં શાકભાજી હતાં. અહિ અનેક પંખી આવે. મોર , પોપટ ને સસલાં આવે. ઍક સસલું અહિં કાયમ આવે.આ સસલાનું નામ શુકશુ. સાંજનો સમય હતો. શેઠાણી અને એમની દિકરી બગીચામાં ફરતાં હતાં. આ વખતે ઍક સસલું  ગાજર ખાતું હતુ. આ જોઇ શેઠાણી કહે: ' રોકચાની , જા... આ સસલાને ભાર કાઢ. એ ગાજર ખાય એનાં કરતાં જમીનમાંથી બહાર કાઢી ને એ ગાજર બગાડે વધારે છે. આ સંભાળી રોકચાની સીધી સસલા પાસે ગઇ. અહિં જઇ ને તેણે બુમ પાડી. શુકશુ ભાગ. જો તુ ખાય એ કરતાં વધારે બગાડે છે. શુકશુ થોડું આગુપાછું થયું. પાછું તેં અહિં જ ઉભુ રહી ગયુ. જેવી રોકચાની નજીક આવી એટ્લે શુકશુ કહે: ' તું મારી પૂંછડી ઉપર બેસી જા. હું તને મારૂં ઘર બતાવું. રોકચાની કહે: ' જા...નહિતર તને દંડો મારીશ. ' આવું સાંભળતાં જ સસલું શુકશુ હવેલીના બગીચામાંથી ધીરેથી નીકળી ગયું. ફરી એકાદ દિવસ પછી શુક

પતંગીયા

Image
                                     ભગવાને દુનિયા બનાવી.બધાને જાત-જાતના રૂપ-રંગ દીધા.બધા ખુશ.બધા પોતાના ઠેકાણે ગયાં પણ ચાર જ દિવસ પછી પતંગીયા ભગવાન જોડે પાછા ગયા.ભગવાન આરામ કરતા હતા. ભગવાનને મળવા માટે રાહ જોવી પડે તેમ હતું.પતંગિયા દૂરથી આવેલા હોઈ થાકી ગયા હતા.ભગવાનના બગીચામાં જઈ તે સૂઈ ગયા.આમ સવાર પડતાં ફરીથી પતંગિયા બહાર આવી ભગવાનને મળવા ઉભા રહી ગયાં.          ભગવાનને તે મળવા ગયા.પતંગિયાનો મૂખી ભગવાનને કહે:હે,દેવ,તમે બધાને સરખા રંગરૂપ દીધા અમને જ કેમ જુદા-જુદા?ભગવાનને વાત ન સમજતા તે કહે:‘કેમ?જુદા-જુદા એટલે શું?મને સમજાતુ નથી.નાનુ પતંગિયુ કહે.ભગવાન ભેંસ કાળી,સસલું સફેદ,ગાય ધોળી પણ અમારો તો રંગ જ એવો છે કે,કોઈનો એક સરખો નથી આવું કેમ?    ભગવાન કહે:મેં તમને જે રંગ આપેલા છે તે ખરેખર તમારા માટે જરૂરી છે વાત આગળ વધારતા ભગવાન કહે:તમારે કાયમ બગીચામાં ફરવાનું બગીચામાં જાત-જાતના ફૂલ હોય.જો તમને   એક સરખો રંગ આપુ તો તમે આ ફૂલમાં પણ પકડાઈ જાઓ.તમારામાંથી કેટલાક એક જ રંગના છે કેટલાકને બે કે તેથી વધારે રંગ છે અમુક ને પાંખે જુદા-જુદા રંગ અને ટપકાં છે બસ ! એટલે જ બગીચામાં તમને ધારીને જોનાર જ ઓળખ

ચમચમ બતક

Image
  નાનું તળાવ તળાવમાં માછલી ,મગર અને ઘણી બઘી બતક .આ બતાકમાં એક સરદાર તેનું નામ ચમચમ.તે ઘણી હોંશિયાર આખા તળાવમાં માછલી કે મગરનો વિવાદ હોય.આ ચમચમને બોલાવવી જ પડે.                                    એક દિવસની વાત છે.ચમચમના પડોશમાં એક નવી બતક રહેવા આવી.તેણે ચમચમને વિનંતી કરી : ‘હે ચમચમ તમે મને મદદ કરો.મારા માટે આ તળાવ નવું છે.’ ચમચમ કહે :અરે !એમાં શું ગભરાઈ ચાલ હું તને સૌનો પરીચય કરવું.’આટલું કહી ચમચમ નવી બતક સાથે તળાવમાં સૌનો પરીચય કરાવવા ગઈ.               તળાવના સૌએ તેને આવકારી.એક દિવસની વાત છે.આ નવી બતક તેના છોકરાને કહેતી હતી: ‘બેટા આપણે બતક છીએ. આપણે પાણીમાં તરવાનું શીખવું જ પડે.’નાની બતક કોઈ વાત માનતી ન હતી.આ નવી બતક નાના બાળકને લઇ વિવિઘ ખુણે ગઈ અહીં તેણે ઓછા વઘારે પાણીમાં તરવા તેને સલાહ આપી.નાની બતક કોઈ વાત માનવા   તૈયાર ન હતી.                 બસ આખી વાત છેવટે ચમચમ આગળ આવી.ચમચમે નાની બતક અને તેની માને મળવા બોલાવી.તેઓ ચમચમને મળવા ગયા.થોડી વાતચીત પછી ચમચમ નવી બતક અને તેનું છોકરું તળાવને કિનારે કીનારે ફરતાં હતા. વાત કરતાં કરતાં ચમચમે એકદમ નાની બતકને પાણીમાં ફેંકી દીઘું.બચાવો બચાવોન બ

મોટા

Image
                      વડોદરા પાસે આવેલું નાનું ગામ. ગામનું નામ સાવલી. અહીં   આશારમભાઈ રહે.તેમને એક દિકરો તેનું નામ ચૂનીલાલ. તે કાલોલમાં ભણે.અહીં ચૂનીલાલે ચાર ધોરણ સુઘીનું ભણવાનું પુરૂં કરી લીધુ. કલોલમાં આગળ ભણવાની સગવડ ન હતી.ચુનીલાલને ભણાવતા ધનુભાઈને આ જાણ હતી.તેમણે ચુનીલાલને વધુ આગળ ભણવાની સગવડ કરી આપી.અહીં સગવડ હોઈ ચૂનીલાલ બી.એ.સુધી પહોંચી ગયા.તેમણે અહીં   સુધી ભણતા ઘણી વખત પહેલો નંબર હાંસલ કરી ધનુભાઈ સાહેબને ભણાવવાની સગવડ કરી આપવા બદલ ગૌરવ લેવડાવતા.             ઓગણીસમી સદીના બે દસકા પસાર થઇ ગયા.ઓગણીસો એકવીસમાં ગાંધીજીએ અસહકારની હાકલ પાડી.પહેલાંથી જ દેશદાઝ હતી. બસ,ચૂનીલાલ અસહકારની લડતમાં જોડાયા.તેમણે ગોરાઓની શાળામાં ભણવાનું છોડી ગાંધીજીની શાળામાં જોડાયા. અહીં ગાંધીજીના રંગે તે વધુને વધુ વધુ રંગાયા.એકવાર ગાંધીજીએ ભણતરની ગાડી ગામડે-ગામડે પહોંચાડવાની વાત કરી. આ વાત ચુનીબાઈના મન અને મગજમાં ઘર કરી ગઈ.               ગામડે-ગામડે ફરતાં અનેક ઉપાધિઓમાં ચૂનીલાલ ફસાઈ ગયા.કામ કરવાની આંધળી ભાવના અને તેમાં સફળતા ન મળતાં તેમના પર નિરાશા ઘેરી વળી. તેમણે તેમનું જીવન ટૂંકાવવા કાવવા નદીમાં   ભૂસકો

શાંતિ અને સંતોષ

Image
                ભગવાન વૈકુંઠમાં બેઠા હતા.આખી દુનિયાના લોકો ભગવાન પાસે આવી જાતજાતની માંગણી કરતા હતા.ભગવાન પણ આજે બધાને બઘુ આપતા.બાજુમાં દેવી બેઠા હતા દેવી સવારથી જ આ બઘું જોતાં હતાં.ભગવાન બઘાને બઘુ આપી રાજી થતા હતા.દેવીને આ બઘુ વઘારે પડતું લાગતુ હતું.    દેવી ભગવાનને કહે: ‘નાથ,આપ આ રીતે બઘાને બઘુ આપો છો.લેનાર ભલે રાજી થતા હશે. મને આ નથી ગમતું’ ભગવાન કહે: ‘દેવી,તમને ભલે ગમે કે ન ગમે.મારા સેવકોને ગમે છે   એટલે તેમને આપુ છું આમ હા-ના કરતાં કરતાં સાંજ પડી.ભગવાન સાંજ તેમના નિવાસમાં આરામ કરતા હતા. દેવી ભગવાન પાસે આવીને કહે હે ભગવાન ,આપ ભોળો છો. આપની પાસે માંગનારને આપ આપો છો પણ આ રીતે બઘુ આપી દેશો તો વૈકુંઠમાં કોણ આવશે.ભગવાન વૈકુંઠમાં શું રહેશે ?ભગવાન મનોમન હસતા હતા. દેવી ભગવાનને મલકતાં જોઇને કહે: ‘નાથ, હું ચિંતા કરૂં છું.આપ મારી વાતને કેમ ગંભીરતાથી લેતાં નથી?     ભગવાન કહે :‘દેવી,આપની ચિંતા અને વાત બઘુ જ ખરૂં.પણ વૈકુંઠને કાંઈ જ નુકશાન થશે નહીં.સદાય માટે વૈકુંઠ-વૈકુંઠ જ રહેશે.’ભગવાનની વાત ન સમજાય તેવી હતી.દેવી કહે: ‘ભગવાન,એ કઈ રીતે?’ ભગવાન કહે: ‘આખી દુનિયાના બઘા જ જીવો ઘણું માંગ છે.કોઈ ઘન-દો

સાચો ચાકર...

Image
         ઇતિહાસમાં જેનું નામ છે તેવો બાદશાહ.બધાં તેને મહંમદગીઝનો તરીકે ઓળખે છે. તે ગઝનીનો બાદશાહ હોય એટલે તેને ચાકરો તો અનેક હોય. તેનો એક ચાકર તેનું નામ અયાઝ. તે કાળો અને એક આંખે કાણો હતો. મહંમદગીઝની આ ચાકરને રોજ સાથે રાખે.બીજા ચાકરોને આ ન ગમે ઘણી વખત વાત-વાતમાં સૌ કહેતા કે, નામદાર આ કાળા અને કાણા ચાકારને તમે કેમ રોજ સાથે રાખો છો?’બાદશાહ કાંઈ જવાબ ન આપો બસ!બધાની વાત સાંભળી લેતો.      એક દિવસની વાત છે. બાદશાહને કોઈ કારણોસર મુસાફરી કરવાનું થયું. બાદશાહ સાથે બીજા દસ-બાર ચાકર હતા.બાદશાહની સવારી આગળ બીજા ચાકરો પાછળ આમ કરતાં-કરતાં બાદશાહ રણમાં જ ઉભા રહી ગયા. બાદશાહને ઉભા રહેવાનું કારણ પૂછતાં તે કહે મારો મોતીનો હાર તુટી ગયો.તેના મોતી અહીં-તહીં રેતીમાં જ પડી ગયા છે.વાત આગળ વધારતા બાદશાહ કહે:તમે આ મોતી શોધો જેને જેટલા મોતી મળે તેટલા તેણે રાખી લેવાના.’’     બાદશાહની વાત સાંભળી બધા ચાકરો મોતી શોધવામાં લાગી ગયા.બાદશાહતો આટલું બોલી આગળ વધી ગયા.લાખો-કરોડોના મૂલનાં મોતી શોધવા ચાકરો રોકાઈ ગયા.બીજા દિવસે બાદશાહે બધા ચાકરોને એક સાથે બોલાવી કોણે કેટલા મોતી શોધી લીધા! તેવા સવાલ કરતાં બધા એકપણ મોતી ન દ

નરસિંહભાઈના પૂળા

Image
              હું છું ડૉ.ભાવેશ પંડ્યા ફરીથી એક જીવતી વાર્તા સાથે આપની સાથે આવેલ છું.આપની સામે આવેલ છું. નાનું ગામ. ગામનું નામ રતનપુર.આ ગામમાં અનેક લોકો રહે. જેમ જુદા જુદા ગામમાં જુદી જુદી વ્યવસ્થા હોય. સુવિધા હોય. એવી સુવિધા અને વ્યવસ્થા આ ગામમાં પણ ખરી. આ ગામમાં એક નરસિંહ નામના માણસ રહે. એ કશુંક સાંભળી શકતા ન હતા. એ પોતે બહેરા હતા.નરસિંહભાઇ ખેતરમાં જાય અને ખેતીનું કામ કરે.એક વખત એવું થયું.નરસિંહભાઇ કઈક કામ કરતા હતા.જેમ ખેતરના પૂળા ભેગા કરતા હોય. અનાજની લણણી થયા પછી જે ભેગુ કરે. ઢગલો કરે જતા હતા. એમનું બાજુમાં એક મજુર ઊભો હતો.એ મજૂરને પણ કઈ સંભળાય નહિ.એ મજુર પણ જરાય સાંભળી ન શકે. હવે થયું એવું કે નરસિંહભાઇને  કઈક કામ ઘરે જવાનું થયું અને નરસિંહભાઇએ પેલા કામ કરનાર બીજા માણસને કીધું કે ભાઈ હું ઘરે જાઉં છું અને આ મારા પૂળા સાચવજો.પણ પેલો તો બહેરો હતો. સાંભળી શકે એવો હતો નહિ. એને એવું લાગ્યું કે આ મારા પૂળા માંગે છે એટલે કે ના ના હું મારા પૂળા નહિ આપું. પેલા માણસે એવું કીધું કે ના ના હું મારા પૂળા નહિ આપું એટલે નરસિંહભાઇને થયું કે આ એવું કેહવા માંગે છે કે હું તમારા પૂળા હું સાચવીશ. નરસિંહભા