સસલું અને રોકચાની ...

 


નાનું અમથું એક નગર.

આ નગરમાં એક હવેલી.

હવેલીના માલિક આખા નગરમાં ઓળખાય. આ હવેલીમાં શેઠ,શેઠાણી અને એમની ઍક દિકરી રહે. દિકરીનું નામ રોકચાની. હવેલીમાં મોટો બગીચો. આ બગીચામાં અનેક ફ્ળ, ફુલ અને શાકભાજી. આ ઘરનો બગીચો એટલો મોટો કે ઘરનાં સૌ સાંજ પડે એમાં ફરવા જાય. આ બગીચામાં શાકભાજી હતાં. અહિ અનેક પંખી આવે. મોર,પોપટ ને સસલાં આવે. ઍક સસલું અહિં કાયમ આવે.આ સસલાનું નામ શુકશુ.

સાંજનો સમય હતો. શેઠાણી અને એમની દિકરી બગીચામાં ફરતાં હતાં. આ વખતે ઍક સસલું  ગાજર ખાતું હતુ. આ જોઇ શેઠાણી કહે:' રોકચાની, જા... આ સસલાને ભાર કાઢ. એ ગાજર ખાય એનાં કરતાં જમીનમાંથી બહાર કાઢી ને એ ગાજર બગાડે વધારે છે. આ સંભાળી રોકચાની સીધી સસલા પાસે ગઇ. અહિં જઇ ને તેણે બુમ પાડી. શુકશુ ભાગ. જો તુ ખાય એ કરતાં વધારે બગાડે છે. શુકશુ થોડું આગુપાછું થયું. પાછું તેં અહિં જ ઉભુ રહી ગયુ. જેવી રોકચાની નજીક આવી એટ્લે શુકશુ કહે: ' તું મારી પૂંછડી ઉપર બેસી જા. હું તને મારૂં ઘર બતાવું. રોકચાની કહે: 'જા...નહિતર તને દંડો મારીશ.' આવું સાંભળતાં જ સસલું શુકશુ હવેલીના બગીચામાંથી ધીરેથી નીકળી ગયું.

ફરી એકાદ દિવસ પછી શુકશુ હવેલીના બગીચામાં આવી ગાજર ખાતું હતું. આ વખતે રોકચાની એકલી હતી. તેં સીધી ગઇ શુકશુ પાસે. નજીક જઇ ને રોકચાની કહે: 'શુકશુ ભાગ. જો તુ ખાય એ કરતાં વધારે બગાડે છે. શુકશુ થોડું આગુપાછું થયું. પાછું તેં અહિં જ ઉભુ રહી ગયુ. જેવી રોકચાની નજીક આવી એટ્લે શુકશુ કહે: ' તું મારી પૂંછડી ઉપર બેસી જા. હું તને મારૂં ઘર બતાવું. રોકચાની કહે: 'જા...નહિતર તને દંડો મારીશ.' આવું સાંભળતાં જ સસલું શુકશુ હવેલીના બગીચામાંથી ધીરેથી નીકળી ગયું.

આમને આમ દિવસો પસાર થતા ગયા. થોડા દિવસ ગયા હશે. સસલું ફરી હવેલીના બગીચામાં આવી ગયું. તે ગાજર ખાવા લાગી ગયું. આ વખતે રોકચાની અને એનાં બાપુજી બગીચામાં ફરતાં હતાં. તેઓએ આ શુકશુ ને ગાજર ખાતાં જોયું. રોકચાનીનાં બાપુજીના કહેવાથી ફરી તે સસલા પાસે ગઇ. આ વખતે પણ પહેલાં જેવું જ થયુ. શુકશુ બોલી. રોકચાની જો તુ ખાય એ કરતાં વધારે બગાડે છે. શુકશુ થોડું આગુપાછું થયું. પાછું તેં અહિં જ ઉભુ રહી ગયુ. જેવી રોકચાની નજીક આવી એટ્લે શુકશુ કહે: ' તું મારી પૂંછડી ઉપર બેસી જા. હું તને મારૂં ઘર બતાવું. રોકચાની કહે: 'જા...નહિતર તને દંડો મારીશ.' આવું સાંભળતાં જ સસલું શુકશુ હવેલીના બગીચામાંથી ધીરેથી નીકળી ગયું.

આવું રોજ થાય.

ઍક વખતની વાત છે. રોકચાનીનાં માતા પિતા આજે બહાર ગયાં હતાં. આજે રોકચાની ઘરમાં એકલી હતી. આજે પાછું ફરી સસલું હવેલીના બગીચામાં ગાજર ખાતું હતું. આ સમયે તે બગીચામાં ફરતી હતી. એણે સસલું જોયું. એ સીધી સસલા પાસે ગઇ. અહિ જઇ રોકચાની દર વખતની જેમ કહે: 'શુકશુ ભાગ. જો તુ ખાય એ કરતાં વધારે બગાડે છે. શુકશુ થોડું આગુપાછું થયું. પાછું તેં અહિં જ ઉભુ રહી ગયુ. જેવી રોકચાની નજીક આવી એટ્લે શુકશુ કહે: ' તું મારી પૂંછડી ઉપર બેસી જા. હું તને મારૂં ઘર બતાવું. રોકચાની આજે ઘરમાં એકલી હતી. ઍને થયું લાવ આજે આ સસલા શુકશુ ને ઘરે જઇ આવું.

આવું મનોમન વિચારી રોકચાની શુકશુની પૂંછડી ઉપર બેસી ગઇ. સસલું આજે ખૂબ ખુશ હતું. તે વધારે ઝડપથી દોડતું હતુ. થોડી જ વારમાં શુકશુનું ઘર આવી ગયું. આ સસલું રોકચાની ને ઍક રૂમમાં બેસાડી ને કહે : જો, આજે આપણે વિવાહ કરવાનાં છીએ. તું અહિ જ રહેજે. હું મહેમાનો ને બોલાવી આવું છું.આ વાત સંભાળી રોકચાની તો ગભરાઈ ગઇ. તેં શુકશુ ને કહે: તું સસલું છે. હું માણસ છું. આપણા વિવાહ ન થઈ શકે.' આ વાત સાંભળવા કે માનવા સસલું તૈયાર ન હતું. રોકચાની એ વાત કરી એટ્લે શુકશુ રાડો પાડી ને કહે:' મારે તારી જોડે જ વિવાહ કરવા છે.હું તને મારા ઘરનાં ઓરડામાં પુરીને જઈશ. હુ તારી જ જોડે વિવાહ કરીશ.' આટલું બોલી શુકશુ રોકચાની ને જોરથી પકડી ગસડી ને ઓરડામાં લઇ ગયો. એણે બહારથી ઓરડા ને તાળું મારી દીધું. ઓરડાની અંડર રોકચાની એ પણ દરવાજા બંધ કરી દીધાં.

સસલું ગયુ મહેમાનને બોલાવવા. થોડીવારમાં તો સસલું મહેમાન લઇ ને આવી ગયુ. શુકશુ ઘરે આવી સીધું ઓરડા પાસે ગયું. અહિ જઇ તેણે તાળું ખોલી દીધું. દરવાજા ને ધકેલવા છતાં દરવાજો અંદરથી બંધ હોવાને લીધે દરવાજો ખુલતો ન હતો. દરવાજા બહાર ઉભો રહીને કહે 'રોકચાની, મહેમાન આવી ગયા છે. તુ દરવાજો ખોલ આજે તારા અને મારા વિવાહ છે.' રોકચાનીએ દરવાજો ન ખોલતાં સસલું પાછું મહેમાન જોડે ગયુ. થોડી વાતો કરી ફરી શુકશુ ઓરડા આગળ જઇ ને ઉભુ રહી ગયુ. તે બહાર ઉભુ ઉભુ કહે :' મહેમાન આવી ગયા છે. બધાં ઍક બીજા જોડે વાતો કરે છે. તુ દરવાજો ખોલ આજે તારા અને મારા વિવાહ છે.' દરવાજો ખૂલતો નથી. સસલું પાછું મહેમાન પાસે ગયુ. કેટલાંક મહેમાન જમવાનું શરું કરવામાં હતાં. આ જોઇ સસલું ફરી ઓરડા પાસે ગયુ. બહાર ઉભા રહી એણે બુમ પાડી,આ વખત સસલું ખૂબ રાડો પાડતું હતુ. તે રોકચાની ને  કહે:'મહેમાન આવી ગયા છે. કેટલાંક વાતો કરે છે. થોડાક ઍક તો જમવા બેઠા છે. તુ દરવાજો ખોલ આજે તારા અને મારા વિવાહ છે.' આ વખતે પણ ઓરડાનો દરવાજો ન ખોલી રોકચાની અંડર રડતી હતી. શુકશુ હજુ બહાર હતો.

ઓરડામાં રોકચાની રડતાં રડતાં આસપાસ બચવા માટે શું કરી શકાય તેં અંગે વિચારતી હતી. આ ઓરડામાં ઍક મોટી ઢીંગલી હતી. ચેક્ચાની એ આ ઢીંગલી સજાવી તૈયાર કરી. થોડી વારમાં શુકશુ ઓરડા બહાર આવી ને ઉભો રહી ગયો. એ  કહેતો હતો: 'મહેમાન આવી ગયા છે. તુ દરવાજો ખોલ આજે તારા અને મારા વિવાહ છે.' આ અવાજ સાંભળી આ વખતે અંદરથી રોકચાની કહે: અરે, શુકશુ તમે તો ખૂબ ઉતાવળા છો. મારા વિવાહ છે તો તૈયાર થવામાં વાર તો લાગે. તમે થોડી રાહ જુઓ. ઓરડાના દરવાજા પાસે જ ઉભા રહો. હું દરવાજો ખોલું જ છું. આટલું સાંભળી સસલું શુકશુ ખુશ થઈ ગયુ. એ તો દરવાજો ખુલે એની રાહ જોતો ઉભો હતો.

આ તરફ રોકચાની એ હાથમાં દંડો લીધો. ધીરેથી દરવાજો ખોલી દીધો. જેવું સસલું અંદર આવવા ગયું. રોકચાની એ દંડા વડે એને જોરથી ઍક ફટકો મારી ભાગી ગઇ. તે દોડતી દોડતી સીધી એની હવેલી પહોંચી ગઇ. માથામાં લાકડાનો દંડો વાગવાથી શુકશુ ની આસપાસ બધું ભમતું ઍને દેખાતું હતુ. થોડી વારમાં તેને રાહત થઈ.

હવેલીમાં જઇ રોકચાની આ બધી વાત એનાં પિતાજી ને કરી. આ સાંભળી ને રોકચાની વાત કરતી હતી. આ સાંભળી એની માં રડતી હતી. એ દિવસ પછી હવેલી ને ફરતે ઊંચો વરંડો એનાં બાપુજી એ બનાવડાવી લીધો. બસ, એ પછી કાયમ ઘર, મોટા ઘર અને બંગલા કે હવેલી ને ફરતે મોટા વરંડા બનાવવામાં આવે છે. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી