Posts

Showing posts from October, 2013

Modi & Manamohan On SARADAR

Image
Mr modi and manamohan Both the leaders praised   Sardar Patel   for his contribution as a patriotic politician of his times and took the opportunity to hit out at each other as well. Modi said Sardar Patel deserved to be the first Prime Minister of the nation and had he been the PM the fortune of the country would have been different. Manmohan Singh countered Modi by stating Sardar Patel was a secular man and that he and Nehru(the first Indian PM) had deep mutual respect. thanks to ysayin.files.wordpress.com/2013/10/manmohan-singh-modi-share-dias-cartoon.jpg

અને બન્યા સરદાર ...

Image
કરમસદના એક ખેડૂત.ઝવેરભાઈ પટેલ તેમનું નામ. લાડબાઈ અને ઝવેરભાઈનો ચોથો પુત્ર વલ્લભ. વલ્લભનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો. ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫.આ દિવસે આ ચોથા દીકરાનો જન્મ થયો.ભારતના ઇતિહાસમાં આ તારીખને વલ્લભભાઈ   પટેલની જન્મ તારીખ તરીકે ઉજવવામાં આવે છે. આ વલ્લભ ઝવેરભાઈ પટેલ.અખંડ ભારતના સર્જક.ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન.આપણા સૌના સરદાર. ભાગ્યે જ કોઇને ખબર હશે કે સરદારનો આ ખોટો જન્મદિવસ છે!!   સરદારના મોટાભાઇ એટલે કે વિઠ્ઠલભાઇ પટેલ સાત વર્ષના હતા અને શાળામા દાખલ થઇ ગયેલા. સરદારને નવ વરસ સુધી શાળા નસીબ નહોતી થઇ!! શાળામા જ્યારે પહેલવહેલી જન્મદિવસની જરૂર ઉભી થઇ ત્યાં સુધી સરદારને પણ ખબર ન હતી કે મારો જન્મદિવસ કયો છે! જ્યારે ફોર્મ ભરવા માટે શિક્ષકે પૂછ્યુ ત્યારે  ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ તારીખ મનમાં આવી.આજ વલ્લભ ઝવેરભાઈ  પટેલે લખાવી દીધી...!આવું  હાજર જવાબી પણું સરદારને જ સૂઝે.આવું હાજરજવાબી પણું તેમના જીવનમાં આજીવન ચાલ્યુ. આજે પણ આપણે એ જ તારીખ ઉજવીએ છીએ! સત્ય હમેશા આંચકો આપે છે.સત્ય એ છે કે વલ્લભભાઈ પટેલના  જન્મ અંગે કોઇ જ નોંધ નથી. એમના પરિવારે પણ બાકીના ભાઇબહેનોની વિગત રાખી છે , વલ્લભ

વજન વધે કે ઘટે ?

Image
શાળામાં  છોકરાં રમતાં હતાં.જયેશભાઈ તેમણે ખો ખો રમાડતા હતાં.રમત  ચાલતી હતી.બધા આ જોવામાં મશગૂલ હતાં.પાછળથી કોઈ છોકરાનો અવાજ સંભળાયો.રડવાનો અવાજ આવતા બધાની નજર એ તરફ ગઈ.બે છોકરાં રમતાં હતાં. એટલામાં એક છોકરાના પગ પર ઇટ પડી હતી એટલે તે રડતો હતો . નાનાં છોકરાએ રડતાં રડતાં વાત કરી. ‘સાહેબ,મારા પગ પર ઇટ પડી.મને દુ:ખે છે.બધી રીતે છોકરાની અને તેના પગની ચકાસણી કરી જયેશભાઈ કહે: ‘જો,રમતમાં વાગી જાય તો રડવાનું ન હોય.જો તને હું પાણીથી પગ સાફ કરી આપું.તને હવે નહીદુખાય.આમ કહી જયેશભાઈ એ સૂચના આપી : ‘પાણી લાવો.’આમ બોલી તેમણે વિરલ ને પાણી લેવા મોકલી.વિરલ પાણી લઇ નેઆવી.જયેશભાઈ ધીરેથી પગને આમ તેમ ફેરવી તપાસતા હતા.છોકરો રડતો બંધ થયો હતો.તેણે પાણી પીધું. જયેશભાઈ આ છોકરા જોડે વાત કરતા હતા.જયેશભાઈ  કહે: ‘આ તને વાગી તે ઇટનું વજન કેટલું હશે?’બધાં વિચારમાં  પડી ગયાં.એક છોકરો કહે: ‘બે કિલો.’ એક છોકરી કહે: ‘સાહેબ ચાર કિલો.’નાનો છોકરો કહે: ‘વજનદાર છે.તેનું વજન હશે જ.’આમ તેનો જવાબ સાંભળી સૌ હસી ગયા. જુદો-જુદો જવાબ મળવાથી સાહેબ કહે: ‘એવું ન ચાલે ,ચાલો આપણે વજન કરી એ .આ ઇટનું વજન કેટલું તે જાણી લઈએ.આ

એક અનોખો માણસ...

Image
યાહ્યા સપાટવાલા  તું જીંદા હૈ તો જીન્દગી કી જીત પર યકીન કર, અગર કહી હૈ સ્વર્ગ તો ઉતારલા જમીન પર. ગુજરાતનું એક નાનું નગર કપડવંજ.અહીં હકીમુદ્દીન અને નફીસા સપાટવાલા રહે. હકીમુદ્દીન જન્મજાત અંધ.વ્યવસાયે તે નાનું મોટું છુટક કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે.આર્થિક રીતે ખૂબ જ તકલીફ ભોગવતો આ પરિવાર.જરૂર પડે ત્યારે હકીમુદ્દીનના ભાઈ તેમને આર્થિક મદદ કરે. હકીમુદ્દીન અને નફીસા સપાટવાલાના ઘરે એક પુત્રનો જન્મ થયો.ઘરમાં ખૂશી સાથે દુઃખનું વાતાવરણ બન્યું.આનંદ એ વાતનો કે હકીમુદ્દીનના ઘરે પુત્રનો જન્મ થયો.દુઃખ એ વાતનું કે આ પુત્ર જન્મજાત અંધ. એક ઘરમાં ત્રણ વ્યક્તિ.તેમાંથી બે અંધ.વાચકોને પણ દુઃખ થાય તેવી  કુદરતની આ કરામત.અરે!કહો કે કુદરતની પરીક્ષા. દુઃખનું ઓસડ દાડા.જેમ તેમ સમય પસાર થતો  ગયો.પરિવારે કુદરતે આપેલી આ સમસ્યાને સ્વીકારી. તેની સામે જીવન જીવવાની જાણે ફરીથી  શરૂઆત કરી.આમ કરતાં કરતાં સમય પસાર થયો. એક સમયની વાત છે.૬ ફેબ્રુઆરી ૧૯૭૦.હકીમુદ્દીન અને નાફીસબાનુના ઘરમાં બીજા પુત્રનો જન્મ થયો.આખા પરિવારમાં ફરીથી ખૂશી અને દુઃખનો માહોલ આવી  ગયો.આ બીજો પુત્ર પણ જન્મથી જ અંધ.કહેવાય છે ક

Without words

Image
Cartoonist     is the creator. Unnamed creative word. Creation of such a  creation ....

Activity Base Learning on Undarstanding

Image
આધુનિક જમાનામાં શિક્ષણ.સર્વાંગી વિકાસ માટે શિક્ષણ.બાલભોગ્ય અને બાળકેન્દ્રી શિક્ષણ.આ શિક્ષણની પ્રક્રિયામાં કેન્દ્રમાં બાળક છે.અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં અનેક સંશોધનો થયા છે.આ સંશોધનો ધ્વારા ચોક્કસ વિગતો નક્કી થઇ છે. આ વિગતો અને સંશોધનો બાળકના શિક્ષણ સાથે જોડાએલી છે.બાળકોના શિક્ષણ સાથે જોડાએલી કેટલીક બાબતો વિષે ચર્ચા કરીશું. વિચારો અને કહો: *બાળકો કઈ રીતે નવું શીખે છે ? *બાળકોને કઈ રીતે શીખેલું યાદ રહેતું નથી ? *બાળકો કઈ રીતે શીખવાનું પસંદ કરે છે ? *બધા જ બાળકો એક સાથે કેમ શીખતા નથી ? *બધા જ બાળકો એક જ રીતે શીખી શકે છે ? *બાળકોને શીખવા માટે કોની જરૂર પડતી નથી ? આપણે જાણીએ છીએ કે ·           સાંભળીને શીખેલું ભૂલી   જવાય છે. ·           જોઈને શીખેલું થોડો સમય યાદ રહે છે. ·           પ્રવૃત્તિથી કરેલું કાયમ માટે સમજાઈ જાય છે. તમે ભણ્યા છો તેવા કોઈ પણ એકમોના નામ લખો: * * * * * * * * * * *

નીડર સરદાર...અડગ સરદાર...

Image
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ.સૌ તેમને સરદાર તરીકે ઓળખે છે.તેમનો જન્મ ૩૧ મી ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ થયો હતો.આખા દેશને અખંડ બનાવનાર આ શિલ્પીએ ૧૫ મી ડીસેમ્બર ૧૯૫૦ ના રોજ દેહ છોડ્યો.એક સરદારી યુગનો અંત આવ્યો.ગાંધીજી એ તેમને  સરદારનું બિરૂદ આપ્યું હતું.આ બિરૂદ તેમને ૧૯૨૮ મા મળ્યું.બારડોલી સત્યાગ્રહની સફળતાએ તેમણે આ બિરુદ અપાવ્યું. માત્ર બિરૂદ મળવાથી કશું થતું નથી.ચોક્કસ વલણ કેળવાયેલું હોય તોજ કામ કરી  શકાય.વલ્લભભાઈ પટેલ નાના હતા ત્યારથી જ એક નોખા સ્વભાવના હતા.દરેક બાબતે તેમનું વલણ સ્પષ્ટ હતું.આવી અનેક બાબતો પૈકી કેટલીક વાતો આપણે અહીં  જોઈશું. જતો રહું છું... વલ્લભભાઈ ભણતા હતા તે સમયની આ વાત છે.ગણિતના શિક્ષક કોઈ દાખલો કરાવતા હતા.કોઈ રીતે આ દાખલાનો જવાબ બેસતો ન હતો.વલ્લભભાઈ એ ઊભા થઈને સાહેબને પૂછ્યું: ‘તમને આ દાખલો નથી આવડતો?’આ પ્રશ્ન સાંભળી શિક્ષક ચિડાયા.શિક્ષક કહે: ‘તને આવડતો હોય તો તું જ શીખવ ને...તું જ શિક્ષક થઇ જા.’ જરાપણ રાહ જોયા વગર વલ્લભભાઈ એ આ દાખલો બેસાડી દીધો.દાખલો કરી લીધા પછી પોતાની જગ્યાએ આવીને બેસવાને બદલે તે શિક્ષકની ખુરશી પર જઈને બેસી ગયા.શિક્ષક ખીજાયા.તેમણે હેડમાસ્તરન