વજન વધે કે ઘટે ?શાળામાં  છોકરાં રમતાં હતાં.જયેશભાઈ તેમણે ખો ખો રમાડતા હતાં.રમત  ચાલતી હતી.બધા આ જોવામાં મશગૂલ હતાં.પાછળથી કોઈ છોકરાનો અવાજ સંભળાયો.રડવાનો અવાજ આવતા બધાની નજર એ તરફ ગઈ.બે છોકરાં રમતાં હતાં. એટલામાં એક છોકરાના પગ પર ઇટ પડી હતી એટલે તે રડતો હતો .

નાનાં છોકરાએ રડતાં રડતાં વાત કરી. ‘સાહેબ,મારા પગ પર ઇટ પડી.મને દુ:ખે છે.બધી રીતે છોકરાની અને તેના પગની ચકાસણી કરી જયેશભાઈ કહે: ‘જો,રમતમાં વાગી જાય તો રડવાનું ન હોય.જો તને હું પાણીથી પગ સાફ કરી આપું.તને હવે નહીદુખાય.આમ કહી જયેશભાઈ એ સૂચના આપી : ‘પાણી લાવો.’આમ બોલી તેમણે વિરલ ને પાણી લેવા મોકલી.વિરલ પાણી લઇ નેઆવી.જયેશભાઈ ધીરેથી પગને આમ તેમ ફેરવી તપાસતા હતા.છોકરો રડતો બંધ થયો હતો.તેણે પાણી પીધું.
જયેશભાઈ આ છોકરા જોડે વાત કરતા હતા.જયેશભાઈ  કહે: ‘આ તને વાગી તે ઇટનું વજન કેટલું હશે?’બધાં વિચારમાં  પડી ગયાં.એક છોકરો કહે: ‘બે કિલો.’ એક છોકરી કહે: ‘સાહેબ ચાર કિલો.’નાનો છોકરો કહે: ‘વજનદાર છે.તેનું વજન હશે જ.’આમ તેનો જવાબ સાંભળી સૌ હસી ગયા.
જુદો-જુદો જવાબ મળવાથી સાહેબ કહે: ‘એવું ન ચાલે ,ચાલો આપણે વજન કરી એ .આ ઇટનું વજન કેટલું તે જાણી લઈએ.આમ કહી તેમણે ઇટનું વજન કરવાની તૈયારી કરી.દોરી લઇ તેમણે દોરી ને ઇટ સાથે બાંધી દીધી.તેનું વજન કરવા વજન કાંટો પણ  લીધો.આ ઇટના ટુકાડાનું વજન બે કિલો થયું. ઇટના ટુકડાનું વજન બધાં છોકરાં ને બતાવી દીધું.બધાં એ વજન જોઈ લીધું.જયેશભાઈ એ પાણીની ડોલ ભરી લાવવા સૂચના આપી.એક છોકરો દોડતો ગયો.તે પાણીની ડોલ લઈને આવી ગયો.આ ડોલમાં પાણી ભરેલું હતું.
જયેશભાઈ એ આ ઇટના ટુકડા ને પાણીની ડોલમાં તળિયા સુધી અડકે નહિ તે રીતે પાણીમાં ડૂબાડી તેનું વજન કરી જોયું.બધા છોકરાં કહે:સાહેબ : ‘ઇટ  ભીની થશે એટલે તેનું વજન વધશે.’જયેશભાઈ કહે:’ પહેલાં જુઓ.ઉતાવળ ન કરો.‘ઇટના ટુકડા ને પાણીમાં ડબોળી તેણે વજન કાંટા સાથે જોડતા જ બધાં ને અચરજ થયું.ઇટના ટુકડાનું વજન એક કિલો થયું.
વિરલ કહે: ‘ સાહેબ,આમ કેમ થયું?‘પાણીની બહાર આ ઇટના ટુકડાનું વજન બે કિલો હતું અને પાણીમાં કેમ વજન ઓછું થયું? ‘જયેશભાઈ સૌની સામે જોઈને ઊભા હતા.જયેશભાઈ કહે: ‘બોલો આવું કેમ થયું?’બધાં માથું ખંજવાળતા હતાં,જયેશભાઈ કહે:દરેક વાતાવરણમાં વજન અલગ અલગ હોય છે.ઇટનો ટુકડો કે લોખંડનું તગારું.બધાનું વજન વાતાવરણ બદલાય એટલે બદલાય.સાહેબ આ પાણીમાં કેમ વજન ગતી ગયું?ઇટ તો એ જ હતી.જયેશભાઈ કહે?જુઓ..બે કિલો વજન થયું એ સમયે ઇતની આસપાસ પાણી ન હતું.એક કિલો વજન થયું એ સમયે ઇટના ટુકડાની આસપાસ પાણી છે.ઇટના ટુકડાની આસપાસ જે વાતાવરણ છે તેની અસર ને લીધે આવું થયું.ખારા પાણીમાં આ ઇટનું વજન કરીએતો બે કિલો કે એક કિલો ને બદલે બીજો જ જવાબ આવે.કેરોસીન ભરેલા વાસણમાં આ જ વજન બદલાય.આમ આસપાસનું વાતાવરણ ને લીધે વજન વધે કે ઘટે છે.
જયેશભાઈની વાત સાંભળી છોકરાં સમજી ગયાં.એટલામાં શાળા છૂટવાનો સમય થયો.સૌ પોતાના દફતર સાથે ઘર તરફ ગયાં.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી