વાહ રે બાપુ...ગાંધી બાપુ....
આજે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ છે.ગાંધીજીના જીવનનો એ જાદુ છે.કોઈપણ સાત્વિક માણસ માટે એ સતત જીજ્ઞાસાનો વિષય છે.જૂનાગઢના ડોક્ટર શેલાડીયાએ લખ્યું કે,'ગાંધીજીને પ્રત્યક્ષ જોયા હોત તો મને જીવતું જાગતું અધ્યાત્મ અનુભવવા મળત.મારા જન્મ પહેલા બાપુને કોઈએ ત્રણ ગોળીથી વીંધી નાખ્યા હતા. આજે ગાંધીજીને માત્ર ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ.જે એક અધુરી ઓળખાણ છે. ગાંધીએ સત્યાગ્રહો કર્યા. એવો પરિચય પણ ના આ. ગાંધીજીની પૂર્ણતા તો તેમના અધ્યાત્મમાં છે. ગાંધીના ખૂન થયાં પછી જગતભરના લોકોએ અંજલિ આપી છે. જે આજદિન સુધી અપાતી રહી છે. આઈસ્ટાઈનને અંજલિ આપતાં કહેલું, "ભવિષ્યના લોકો એ માનવા થૈયાર નહીં થાય કે હાડમાંસ ધારણ કરનાર માણસ આટલો મહાન હોઈ શકે." ઓશોએ ગાંધીની કેટલીક વાતોની બહું જ કટુ આલોચના કરી છે પણ ઓશોએ ગાંધીને જેવી અંજલિ આપી છે તેવી અંજલિ બીજા કોઈ આપી શક્યા નથી. કારણ ગાંધીને ઓશો જે રીતે જોઈ શક્યા છે એ જોવા માટે દ્રષ્ટિ જોઈએ. ઓશોએ કહ્યું છે: "ગાંધી જેવા વ્યક્તિત્વને મેળવવા સ્વયં પૃથ્વીએ એક હજાર વર્ષની તપશ્ચર્યા કરવી પડે, ત્યારે ગાંધી મળે." ગાંધી મૂળે આધ્યાત્મિક - ધાર્મિક