વાહ રે બાપુ...ગાંધી બાપુ....



આજે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ છે.ગાંધીજીના જીવનનો એ જાદુ છે.કોઈપણ સાત્વિક માણસ માટે એ સતત જીજ્ઞાસાનો વિષય છે.જૂનાગઢના ડોક્ટર શેલાડીયાએ લખ્યું કે,'ગાંધીજીને પ્રત્યક્ષ જોયા હોત તો મને જીવતું જાગતું અધ્યાત્મ અનુભવવા મળત.મારા જન્મ પહેલા બાપુને કોઈએ ત્રણ ગોળીથી વીંધી નાખ્યા હતા.

આજે ગાંધીજીને માત્ર ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ.જે એક અધુરી ઓળખાણ છે. ગાંધીએ સત્યાગ્રહો કર્યા. એવો પરિચય પણ ના આ. ગાંધીજીની પૂર્ણતા તો તેમના અધ્યાત્મમાં છે. ગાંધીના ખૂન થયાં પછી જગતભરના લોકોએ અંજલિ આપી છે. જે આજદિન સુધી અપાતી રહી છે.
આઈસ્ટાઈનને અંજલિ આપતાં કહેલું, "ભવિષ્યના લોકો એ માનવા થૈયાર નહીં થાય કે હાડમાંસ ધારણ કરનાર માણસ આટલો મહાન હોઈ શકે." ઓશોએ ગાંધીની કેટલીક વાતોની બહું જ કટુ આલોચના કરી છે પણ ઓશોએ ગાંધીને જેવી અંજલિ આપી છે તેવી અંજલિ બીજા કોઈ આપી શક્યા નથી. કારણ ગાંધીને ઓશો જે રીતે જોઈ શક્યા છે એ જોવા માટે દ્રષ્ટિ જોઈએ. ઓશોએ કહ્યું છે: "ગાંધી જેવા વ્યક્તિત્વને મેળવવા સ્વયં પૃથ્વીએ એક હજાર વર્ષની તપશ્ચર્યા કરવી પડે, ત્યારે ગાંધી મળે."
ગાંધી મૂળે આધ્યાત્મિક - ધાર્મિક માણસ હતાં. રાજનીતિમાં રહેવું પડ્યું અને સમગ્રજીવન એ એની નીયતિ હતી. તેથી જેમ જેમ આઝાદી નજીક આવતી ગઈ તેમ તેમ તેઓ સત્તાથી દૂર થતાં ગયા અને એક સ્થિતિ એવી આવી કે સ્વરં ગાંધીએ કહેવું પડ્યું, "મારું સાંભળે છે કોણ?"
ગાંધીની આસપાસ જે લોકો હતા તે કાંતો રાજનીતિજ્ઞો હતા અથવા રાજકારણીઓ હતાં.  ગાંધી સાથે રહેવું પડ્યું એ એમની મજબૂરી હતી. જેમ જેમ આઝાદી - સત્તા નજીક આવતી ગઈ તેમ તેમ આસપાસના લોકો ગાંધીથી દૂર થતાં ગયાં. કારણ ગાંધી સાથે ચાલવા જાય તો સત્તા છોડવી પડે તેમ હતી. અને એ લોકહિતના બહાના નીચે છોડવા કોઈ તૈયાર ન હતું.
ગાંધીજીના ખૂનની જવાબદારી માત્ર નથુરામ ગોડસે એકલાની નથી. આ તમામ સંકુચિત પરિબળો જવાબદાર છે. વીસમી જાન્યુઆરીએ ગાંધીની સાંજની પ્રાર્થના સભામાં ગ્રેનાઈડ ફેકાયેલ પણ સદ્ નસીબે નિષ્ફળ રહેલ. એ જ દિવસે પર્યાપ્ત માહિતી પોલીસને મળી હતી. છતાં ત્રીસ જાન્યુઆરી સુધી એ જવાબદાર ગુન્હેગારોને પોલીસે કેમ પકડ્યા? એ વખતે અંગ્રેજો શાસક ન હતાં.  આપણે જ શાસકો હતાં.  ગાંધીને જે અંગ્રેજો ન મારી શક્યા, જે મુસ્લિમો મારી ન શક્યા તેને હિન્દુઓ મારી શક્યાં.
કારણ ગાંધીની વ્યાપક ધર્મભાવના કોઈને માટે બંધ બેસતી ન હતી.
આજના દિવસે આવા પાવન પુરુષને વંદન કરીએ તેમાં જ આપણું કલ્યાણ છે.
ડૉ.શેલડિયા જૂનાગઢ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી