Posts

Showing posts from November, 2015

गुजरातमे महामहिम!

Image
  एक तरफ गुजरातमे चुनाव हैं! स्थानिक स्वराज्य एवं नगर पालिका का चुनाव हैं!गुजरातमें  यह चुनाव कुछ विशेष हैं! गुजरात्की राजनीतिमें आजका दिन महत्वपूर्ण हैं!आज गुजरातके चुनाव हैं!कल गुजरातके अमदावादमें महामहिम राष्ट्रपति प्रणव मुखर्जी आ रहे हैं! ऐ  जानकारी इस लिएभी महत्वपूर्ण हैं की राष्ट्रपति महोदय गूजरात विध्यापीठमें आ रहे हैं!गूजरात विध्यापीठ के ६२ वे पदवीदान समारोहमें राष्ट्रपति पहोंचेंगे!डॉ.प्रणव मुखर्जी १०:३० बजे समारोहमे उपस्थित होंगे!वो यहाँ विध्यार्थीओको संबोधन करेंगे!गूजरात विध्यापीठमे राष्ट्रपति एक घंटे तक रुकने वाले हैं!यहांसे डॉ.प्रणव मुखर्जी से पहेले डॉ.शंकर दयाल शर्माने राष्ट्रपति होते हुए पदवीदानमें उपस्थित हुए थे!गूजरात विध्यापीठके कूल नायक अनामिक शाहसे जानकारी प्राप्त हुई हैं!उन्होंने इस पदवीदान के बारेमे बताया की इस बार ९०५ स्नातक को पदवी डी जायेगी!४३ विध्यार्थी ५७ चंद्रक प्राप्त करेंगे! बड़ी  उम्रके बच्चोको पदवीदान के बाद महामहिम डॉ.मुखर्जी आई.आई.एम. अमदावाद जायेंगे!यहाँ भारतके ४० बच्चे होंगे!ये बच्चे राष्ट्र्पतिसे मिलेंगे!हमारे लिए ऐ सौभाग्य हैं!नॅशनल इंस्टिट

ચોર પકડાયો

Image
એક દિવસની વાત છે,એક વખત નગર શેઠના ઘરમાં ચોરી   થઇ. વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ. વેપારીએ ચોરીની ફરિયાદ કરી. નગરશેઠે કાજી પાસે ફરિયાદ કરી.ફરિયાદ થયાના કેટલાંક દિવસો થયા.કાજી તપાસ કરી શકાતા ન હતા. કાજીએ પણ ઘણી તપાસ કરી હતી. ચોરી કોણે કરી છે તેની ખબર પડતી   ન હતી.નગર શેઠ છેવટે દરબારમાં ફરિયાદ લઈને આવી ગયા.શેઠે અકબરને ફરિયાદ કરી. બાદશાહે ચોરને શોધી કાઢવાનો   બીરબલને સૂચના આપી.બીરબલ પણ તૈયાર થયો.ને કર્યો. બીરબલે પોતાના આસનઆં ઉપરથી ઊભો થયો.બાદશાહને વંદન કરી તે કહે:’નામદાર,આપનો આદેશ.હું ચોર શોધવા માટે મહેનત કરીશ.   બીજા દિવસે બીરબલે નગર શેઠને મળવા માટે બોલાવી   લીધા.નગર શેઠ આવતાં બીરબલે તેમણે આસન ઉપર બેસવાની સૂચના આપી.શેઠ આસન ઉપર બેસી ગયા.શેઠના બેસતાંની સાથે જ બીરબલ કહે: ‘શેઠ,તમને કોઈના ઉપર શાક છે? તમને કોઈ ઉપર શક હોય તો કહો.તમે જરાય   ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે. ’ બીરબલની વાત સાંભળી નગર શેઠ કહે:   ‘ હજૂર , મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર-પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી. ’ બીરબલે

अरे ! ओह नो !!!

Image
l एक साथी! परसोत्तमभाई! अब वो हमारे साथ नहीं हैं! गुजरात में  दहोद,एक अनोखा डिस्ट्रिक!देवगढ़ बारिया तहसील! छोटा गाँव आंकली!परषोत्तम यहाँ पढ़े!प्राथमिक शिक्षा उन्होंने यहाँ प्राप्त की ! शिक्षा प्राप्त करने हेतु उन्होंने प्रयत्न किया!अपनी जिज्ञासा एवं जानकारी के लिए वो सदैव तत्पर रहे!उन्हें इसी बजहसे डॉ.अनिल गुप्ता जी के साथ जुड़नेका मौका मिला!उन्होंने sristi. sristi.org के साथ काम शुरूं किया!अपनी कार्य के प्रति लगन,विश्वास और नया देखनेकी सोचने उन्हें sristi.org का अभिन्न अंग बना दिया!पिछले दिनों उन्हें कुछ बीमारी लगी!प्रारंभिक जांच के दौरान उन्हें अन्न नलिका कैंसर होनेकी बात सामने आई!अपने काम से "विश्वमित्र"परषोत्तमभाई के साथी शोकमग्न हुए!अपने साथी दुःखी न हो,इस चिन्तामे वो जैसे जी रहेथे!अस्पतालमेंभी वो दुःखी न होते न होने देते!सदैव खुश रहनेवाल एक साथी हमें 29-अक्टूबर-15 को हमें छोडके चले गए!'सृस्टी परिवार' के परसोत्तम पटेल हमारी सृस्टि को छोड़ गए!वो भलेही हमारे साथ अभी नहीं हैं! फिल्ड ऑफिसर के रूपमे उनके द्वारा किये गए कार्योके द्वारा वो सदैव हमारे साथ हैं

ભંભોટિયો

Image
એક હતી ડોશી. તેને એક દીકરી.દોશી તેની દીકરીની બહુ ચિંતા કરે. ડોશી સતત ચિંતા કરતી   હતી.આ કારણે ડોશી દુબળી પડી ગઈ. એક દિવસની વાત છે.ડોશી   એક દિવસ પોતાની દીકરીને મળવા જવા નીકળી. દોશીના ઘરથી તેની દીકરીના ઘર સુધીમા જંગલ આવતું હતું.ડોશી ચાલતી   ચાલતી જતી હતી.સામે તેને એક વાઘ ભટકાઈ ગયો. ડોશીને જોઈ વાઘ કહે: - ‘ડોશી , ડોશી ! તને ખાઉં.’ ડોશી કહે – ‘ દીકરીને ઘેર જાવા દે , તાજીમાજી થાવા દે , શેર લોહી ચડવા દે ; પછી મને ખાજે.’ વાઘ કહે - ઠીક. પછી ડોશી આગળ ગયાં,અહીં સામે સિંહ આવતો દેખાયો. સિંહ પાસે આવીને કહે:-‘ડોશી , ડોશી ! તને ખાઉં.’ ડોશી કહે – ‘ દીકરીને ઘેર જાવા દે , તાજીમાજી થાવા દે. શેર લોહી ચડવા દે ; પછી મને ખાજે. સિંહ કહે-ઠીક. ડોશી ધીરે ધીરે ચાલતાં હતાં. આગળ ચાલતાં ડોશીને સાપ , વરુ અને બીજા જનાવરો સામે ભટકાઈ ગયાં.ડોશીએ બધાં જ જનાવરોને આવો એક સરખો જવાબ આપી દીધો.ડોશી આમ વાયદા કરતી કરતી ગઈ. ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ.ડોશી આખો દિવસ ચિંતા કરે.ડોશી ચિંતા કરતી હતી.આ વાત છોકરી જાણી ગઈ.આ છોકરી તેની મ

શાળા સંકુલ અને શિક્ષણ

Image
શાળામાં પુસ્તકો માત્ર શિક્ષણનું સાધન નથી.પરતું શાળાના ભૈતિક પરીસરને ઉતમ શૈક્ષણીક સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય. જેમ કે... • બાળકો જયાં રોજ પસાર થતાં હોય તેવા થાંભલા પર અંગ્રેજી અંકોમાં સેન્ટીમીટરમાં માપપટ્ટી બનાવો.બાળકો ને ત્યાં ઊંચાઈ માપવા કહો.તેથી બાળકો કુતુહલવશ દરરોજ ઊંચાઈ માપતા હોવાથી ગણિતની બાબતો જેવી કે,અંગ્રેજીમાં અંક્જ્ઞાન,ચડતો-ઉતરતો ક્રમ,આગળ-પાછળ,નાની-મોટી સંખ્યા વગેરે શીખે છે. • શાળામાં જે જગ્યાએ સીડી હોય ત્યાં તેના પગથિયા ઉપર ચડતા-ઊતરતા ક્રમમાં અંકો લખવા,ત્યાં જુદા-જુદા પ્રકારના ઉપયોગી શબ્દો લખી શકાય.(દા.ત. માસના નામ,વારના નામ,સરવાળા-બાદબાકી) • શાળાની દીવાલ પર ગણિતના સુત્રો,આકૃતિ,પશુ-પક્ષીના ચિત્રો,મૂળાક્ષરો,અંકો,એબીસીડી,બાળકોને ગમતા કાર્ટુન,સૂર્યમંડળની રચના,શાળાની રચનાત્મક રચના વગેરે દ્રારા બાળકોને સરળાથી ભણાવી શકાય.

મધ્યાહન ભોજન દ્વારા નિયમિતતા.

Image
પણદા લક્ષ્મણભાઈ રૂમાલભાઈ, જબરાવાંઢ પ્રા. શાળા, તા. અબડાસા, જિ. કચ્છ ના શિક્ષકની શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત નહોતા આવતા. આ સમસ્યાના ઉકેલ માટે શાળા કક્ષાએ સૌ પ્રથમ વાલી મીટીંગ બોલાવી બાળકોને શાળામાં મોકલવા માટે સમજાવવામાં આવ્યા.  શિક્ષકએ જાણ્યું કે જો વિદ્યાર્થીઓ ને મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર આપવામાં આવે તો તેમની હાજરી નિયમિત રહે છે. આથી શિક્ષકે શાળાના બાગમાં કિચન ગાર્ડન બનાવ્યું અને તેમાં તમામ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવ્યા જેમકે રીંગણ, મરચાં, ટામેટા, લીંબુ અને મધ્યાહન ભોજનમાં આ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો. કિચન ગાર્ડનની દેખરેખની સંપૂર્ણ જવાબદારી માટે બાળક પંચાયતની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક કિચન ગાર્ડનની દેખરેખ રાખે છે અને તેનું સંચાલન કરે છે. આ પ્રવૃત્તિના કારણે વિદ્યાર્થીઓ પૌષ્ટિક આહાર લેતા થયા અને અનિયમિત બાળકો નિયમિત થયા. શાળામાં દરરોજના મધ્યાહન ભોજનમાં નિયમિતપણે આ શાકભાજી વપરાય છે જેના કારણે ગામલોકો પણ ખૂબ ખુશી અનુભવે છે. આ પ્રવૃત્તિ છેલ્લા સાત વર્ષથી આ શાળામાં ચાલે છે જેમાં ઋતુ પ્રમાણેના શાકભાજી ઉગાડવામાં આવે છે. 1. પ્રિય એસ.એમ.સી

વ્યસન મુક્ત સમાજ વિદ્યાર્થી

Image
નવતર પ્રયોગ કરનાર : પુનીત રમેશભાઈ ઉપાધ્યાય વિદ્યાર્થીઓ માં મુશ્કેલીનો ઉકેલ તેમજ નિર્ણયશક્તિના વિકાસનું કૌશલ્ય કેળવાય તે ખૂબ જ જરૂરી છે. આ માટે તેમને કોઈ રચનાત્મક કાર્યમાં જોડવા આવશ્યક છે. જોં વિદ્યાર્થીઓને વ્યાસન-મુક્તિ અભિયાન સાથે જોડવામાં આવે તો ઉપરના બંને કૌશલ્યોનો વિકાસ થઇ શકે. આ માટે નીચેની પ્રવૃત્તીમાં મદદરૂપ થઇ શકે; 1. વ્યસનમુક્તિ અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો. 2. વ્યસનમુક્તિના મુખ્ય મુદ્દા સુધી પહોચવા માટે વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચાવિચારણા થાય તેવું આયોજન કરો. 3. મુશ્કેલીના ઉકેલ માટેના વિચાર કરવા માટે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન-પ્રેરણા આપો. . 4. વ્યસનમુક્તિની યોજનાના ભાગ રૂપે ચોક્કસ પગલાં લેવા માટે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવું. નીચેની પ્રવૃત્તિઓ વિષે વિચારો અને તેના અમલીકરણ માટે આયોજન કરો; a) માતા-પિતાને જો તમાકુનું વ્યાસન હોય તો તે છોડાવવા માટે ઉપવાસ કરવા. b) તમાકુ મુક્ત સમાજ માટે રેલીનું આયોજન કરો. c) રક્ષાબંધન ના દિવસે છોકરીઓ એ છોકરાઓ ને રાખડી બાંધવી અને તેમની પાસે થી વચન લે તેઓ વ્યાસન કરશે નહિ. d) ગામ કે સ્થાનિક વિસ્

ચકો અને ચકી

Image
ચકો અને ચકી. તે એક નાનાં નગરમાં રહે. તેઓ સાથે રહે,સાથે મહેનત કરે અને સાથે જ જીવન જીવે.એક દિવસની વાત છે. ચકી ચોખાનો ચકો મગનો દાણો લઈને આવી ગયાં.આજે તેઓ ખુશ હતાં.બંનેને ખીચડી ભાવે. ચકલીએ   આ માંગ અને ચોખાની ખીચડી રંધાવાની તૈયારી   કરી.તેણે એક વાસણ ચૂલા ઉપર મૂકી ચકી પાણી ભરવા ગઈ. જતાં જતાં ચકી ચકાને કહેતી ગઈ : ‘ જરા આ ખીચડી સામે જોજો.બસ મોબી સામે જોઈ ઊભા ન રહેશો.જો જો ખીચડી દાઝી ન જાય. ’ ચકલો કહે : ‘ ઠીક. ’ આટલું બોલી ચકો તો મોબાઈલમાં ગીત સંભાળતો બેસી ગયો. ચકી ગઈ.ચકો થોડીવાર ગીત સાંભળી ઊભો થયો.તેને ચકીની વાત યાદ આવી.ચકો ચૂલા પાસે ગયો.ચકાએ ખીચડી જોઈ,ખીચડી ચકાસી.ચકાએ જોયું તો ખીચડી તૈયાર થઇ ગઈ હતી.ચકાને ભૂખ પણ લાગી હતી.ચકાભાઈતો બધી જ ખીચડી ખાઈ ગયા. ભૂલ થાય અને ન સમજાય.ભૂલ થાય અને ખબર ન પડે તેવું પણ ન જ હોય.ચકાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ.હવે ચકીને પરત આવવાનો સમય થયો હતો.ચકી દૂરથી   દેખાઈ. ચકી પાણીનો   દેગડો ભરીને આવતી હતી.ચકી દૂરથી આવતી દેખાઈ. આતો ચકો.ચકો પાછો કલાકાર.ચાકો તો અભિનય કરે. ચકાએ બીમાર હોય તેવો અભિનય કરવાની શરૂઆત કરી. ચકીબાઈ પાણી ભરીને ઘરે આવી ગયાં.તેમણે જોયું.ચ

અરે...લાંબા સમયે

Image
અરે...!ખૂબ જ લાંબા સમયે ફરી અહીં આપણે મળવાનું થાય છે.થોડો સમય બીમારીમાં,લાંબો સમય અટપટા કામમાં .અરે...સતત અને નવા નવા કામ.મજા પડે તેવાં કામ.થાક ન લાગે તેવું કામ.મજા પડે તેવું કામ.આ બધું મને.મારા શરીરને શું?બસ...જવાબ મળી ગયો.આરામ કરો.નબળી થતી કમર સીધી કરો.બસ...આરામ સાથે કામ કર્યું.થોડું સમય પત્રક બદલ્યું.થોડું આયોજન વધારે કરવાનું શરું કર્યું.ફરીથી મિત્રો સાથે નિયમિત મળવાના વાચન સાથે.મારી સાથેનો ફોટો મારી 'સગુણા'નો છે.મારું બધું જ સાંભળી શકે એવી આ મહિલા.બાપરે બાપ ...! કેટલીય આવેલી ટપાલોને આવ્યાં મુજબ સાચવી રાખવાથી લઇ અડધી રાતે કપડાં ઈસ્ત્રી કરવા સુધીની સેવા.સાચું નામ રૂપલ ભટ્ટ.બે દીકરીઓ સાથે મારા સહીત ત્રણ છોકરાંને સાચવવાની જેટલી જવાબદારી.બે નાની દીકરી અને એક મોટો હું.આખા ઘરમાં બધું જ કરવાની જવાબદારી 'સગુણા'ની.બાકી ભાવેશ પંડ્યાને તો .... જય ગુજરાત...