ચકો અને ચકી

dr abdul kalam...dr.bhavesh pandya..rupal bhatt..bhavesh pandya..rupal teacher...dr.KaLam dr.bHaVe


ચકો અને ચકી. તે એક નાનાં નગરમાં રહે. તેઓ સાથે રહે,સાથે મહેનત કરે અને સાથે જ જીવન જીવે.એક દિવસની વાત છે. ચકી ચોખાનો ચકો મગનો દાણો લઈને આવી ગયાં.આજે તેઓ ખુશ હતાં.બંનેને ખીચડી ભાવે. ચકલીએ  આ માંગ અને ચોખાની ખીચડી રંધાવાની તૈયારી  કરી.તેણે એક વાસણ ચૂલા ઉપર મૂકી ચકી પાણી ભરવા ગઈ. જતાં જતાં ચકી ચકાને કહેતી ગઈ :
જરા આ ખીચડી સામે જોજો.બસ મોબી સામે જોઈ ઊભા ન રહેશો.જો જો ખીચડી દાઝી ન જાય.
ચકલો કહે : ઠીક. આટલું બોલી ચકો તો મોબાઈલમાં ગીત સંભાળતો બેસી ગયો.
ચકી ગઈ.ચકો થોડીવાર ગીત સાંભળી ઊભો થયો.તેને ચકીની વાત યાદ આવી.ચકો ચૂલા પાસે ગયો.ચકાએ ખીચડી જોઈ,ખીચડી ચકાસી.ચકાએ જોયું તો ખીચડી તૈયાર થઇ ગઈ હતી.ચકાને ભૂખ પણ લાગી હતી.ચકાભાઈતો બધી જ ખીચડી ખાઈ ગયા.
ભૂલ થાય અને ન સમજાય.ભૂલ થાય અને ખબર ન પડે તેવું પણ ન જ હોય.ચકાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ.હવે ચકીને પરત આવવાનો સમય થયો હતો.ચકી દૂરથી  દેખાઈ. ચકી પાણીનો  દેગડો ભરીને આવતી હતી.ચકી દૂરથી આવતી દેખાઈ.
આતો ચકો.ચકો પાછો કલાકાર.ચાકો તો અભિનય કરે. ચકાએ બીમાર હોય તેવો અભિનય કરવાની શરૂઆત કરી. ચકીબાઈ પાણી ભરીને ઘરે આવી ગયાં.તેમણે જોયું.ચકાભાઈ તો આંખે પાટા  બાંધીને ખાટલામાં પડેલા હતા.ચકી કહે:કેમ ઠીક નથી ?’
ચકો કહે : મારી તો આંખો દુઃખે છે.હું સૂતો છું.એટલે જ આંખે પાટા બાંધીને અહીં  સૂતો છું.ચકી એકદમ ગભરાઈ ગઈ.તે દોડતી પાણીયારા પાસે ગઈ.દેગડો ઉતારી તે ચકા પાસે ગઈ.ચકો આંખે પાટા બાંધીને અભિનય કરતો હતો.
ચકલી ચાકાના માથામાં હાથ ફેરવતી હતી.ચકલી બોલતી હતી: ‘ફિકર ન કરશો રાહત થઇ જશે.હું માથામાં હાથ ફેરવું છું.તમને રાહત થશે.થોડી વાર માથામાં હાથ ફેરવી ચકલી વાતો કરતી હતી.એકલી એકલી વાતો કરતી હતી.ચકલો જાણે સૂઈ ગયો હોય તેવો અભિનય કરતો હતો.ચકલી ધીરેથી ઊભી થઇ.તે સીધી  રસોડામાં ગઈ.ચાકીએ ખીચડીનું તપેલું નીચે ઉતારી લીધું.તેમાં ખીચડી ન હતી.ચાકીએ તો ખાલી તપેલું જ જોયું.
ચકી કહે : ચકારાણા, ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ?’
ચકો કહે : મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આ બાજુ ભાસતો હતો.તે ખાઈ ગયો હશે.
ચકલી તો ગઈ રાજાની પાસે.ચકીતો ગઈ ફરિયાદ કરવા.ચકી ચકાને કહે: રાજાજી, રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો.
રાજા કહે : બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?’
કૂતરો કહે : મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.
રાજા કહે:ચકાને બોલાવો.ચકી  કહે: ‘ના...મારો ચકો ન ખાય.એકલો એકલો ચકો  ખીચડી ન ખાય.

રાજા કહે: ‘ચકી તે કૂતરાનું નામ લીધું.કૂતરો હાજર છે.હવે કૂતરો ચકાનું નામ કહે છે.ચકાને બોલાવો જ પડે.’હવે ચકી શું બોલે?રાજાની વાત પણ સાચી જ હતી.
રાજાના સિપાહી ગયા.તેમણે ચકાને પકડી લીધો.સિપાહી ચકાને લઇ દરબારમાં હાજાર થયા.રજા ચકાને કહે: ‘ચકા,તે ખીચડી ખાધી છે?’ ચકો કહે : મેં ખીચડી નથી ખાધી. કૂતરાએ ખાધી હશે.

રાજા કહે : એલા સિપાઈ હાજર છે? ‘જી નામદાર’ એકદમ કડક થઇ બે સિપાહી ઊભા થયા. રજા કહે: ‘આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો, જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે.

ચોકીદાર કહે: ‘જી નામદાર’ સિપાહી કૂતરા પાસે ગયા.કૂતરો તેનું પેટ ફૂલાવી સામે આવતો કહે: ભલે, ચીરો મારું પેટ; ખાધી હશે તો નીકળશે ને!મારા જેવો વફાદાર આ રાજાને નહિ મળે?હું વફાદાર છું.હું સાચો છું.ચીરો મારું પેટ.કૂતરો જેમ જેમ બોલતો હતો તેમ તેમ તેનો અવાઝ વધતો હતો.’

આ બધું  જોઈ ચકલો ડરી ગયો.ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો થરથરતો હતો.ચકો સિપાહીને વિનાનાતી  કરતો હતો.તે કહેતો હતો ભાઈસા'બ! ખીચડી મેં ખાધી છે. હું ખોટું બોલ્યો હતો. મારો ગુનો માફ કરો.

રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નાંખવાની સજા કરી.ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી.ચકલી રડતી રડતી બેઠી હતી. ચકો રાજાની અને ચકીની માફી માગતો હતો.ચકીને પણ દયા આવી.ચકીએ રાજાને વિનંતી કરી.રાજાએ ચકાને માફી આપી.સિપાહીએ ચકાને છોડી દીધો.ચકો અને ચકી ઘરે ગયાં.ચકાએ ખીચડી બનાવી.ચકીને ખવડાવી.


Comments

PANKAJ DAVE said…
આ વાર્તા આજે પ્રજ્ઞા વર્ગના બાળક પાસે વંચાવી.....
આનંદ થઈ ગયો વર્ગખંડ માં....
કૃપાલ રાવળ.... ધોરણ-2
વાહ ભાવેશ ભાઇ મજા આવી
Vaidehi said…
બહુ દુખ થાય જયારે ચકો આવી ચીટીંગ કરે....એ પણ ચકી સાથે..? ના આવુ ન કરે ચકો...
મજા આવી...
Unknown said…
सुंदर....
Unknown said…
सुंदर....

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર