Posts

Showing posts from December, 2014

ગુજરાતનું પર્યાવરણ શિક્ષણ

Image
હાલ ગુજરાતમાં એકથી પાંચ ધોરણમાં પર્યાવરણ વિષય શીખવવામાં આવે છે . અન્ય રાજ્યો છ થી આઠ એટલે કે ઉચ્ચતર પ્રાથમિકમાં પણ પર્યાવરણ વિષયને શીખવે છે . ગુજરાતમાં ધોરણ છ પછી વિજ્ઞાન અને ટેક્નોલોજી , સામાજિક વિજ્ઞાન અને તે અંતર્ગત પેટા વિષયમાં સમાવેશ કરેલ છે . અહીં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ પર્યાવરણમાંથી કેટલું શીખે છે . આ વિષયમાં કયા હેતુઓ આ કક્ષાએ છે તે સમજીને આપણે તેની  વિગતો જાણી શકીએ છીએ . એક વિષય તરીકેની વિગતો સતત માંગવામાં આવતી હોઈ અહીં રજુ કરું છું . મને આશા છે આપણે આ વિગત ઉપયોગી થશે . અહીં આપવામાં આવેલ જમીન ... અવનવા બીજ .... અને અન્ય વિગતો માત્ર એકમની  સમજ માટે છે . તેના હેતુઓને અન્ય નામ સાથે પણ મૂકી શકાય . આ વિગતો નેશનલ કરીક્યુંરમ ફ્રેમવર્ક ને અઆધારે જ તૈયાર કરેલ છે .’ સ્કુલ બેઇઝ કમ્પરીહેન્સીવ ઈવોલ્યુશન : એસ . સી . ઈ ’ માં પણ ઉપયોગી થશે . તેવી આશા છે .  જમીન : વિદ્યાર્થીઓ .... ·          જમીનના પ્રકાર વિશે જાણે . ·          રંગ આધારે જમીનના પ્રકાર વિશે જાણે . ·          જમીનના વિવિધ ઘટકો અને તેની ઉપયોગીતા વિશે જાણે . અવનવા બીજ :   વિદ્યાર્થીઓ .... ·          બીજની વિ

ગાંધીજી અને ચોખ્ખાઈ

Image
આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલે છે.આખા દેશમાં અનેક રીતે ઉજવાય છે.કોઈ પ્રેસમાં ફોટા પડાવવામાં આવે છે.કોઈ ખરેખર સેવા કરે છે.મહાત્મા ગાંધી ચોખ્ખાઈ માટે ગણું કહી ચુક્યા છે.તેમના વિશે લખનાર અનેકો એ પણ આ બાબતને કેન્દ્રમાં રાખી લખ્યું છે.આવી અનેક વિગત એકઠી કરી કેટલાંક વિધાનો અહીં મુકું છું.આશા છે આપણે કામ લાગશે. ·          સંયમની શરૂઆત સ્વચ્છતાથી થાય છે . ·          દરેક રીતે ગંદકી જ રાષ્ટ્રનો પ્રથમ દુશ્મન છે . ·          કેળવણીનો પહેલો મુદ્દો વ્યક્તિગત સ્વચ્છતા છે . ·          સ્વછતાનો અમલ કરનાર જ સ્વચ્છતાનો દૂત છે . ·          ધર્મસ્થાન જેવી સ્વચ્છતા રાખવામાં જ ધર્મ શોભે છે . ·          ગંદકી કરનાર પોતાની જાત સાથે પણ ગદ્દારી કરે છે . ·          સ્વચ્છતા રાખનાર દરેક વ્યક્તિ પ્રભુનો પ્રતિનિધિ છે . ·          સુખ પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા પ્રાપ્ત કરવી જરૂરી છે . ·          કર્મયોગ એટલે પોતાની આસપાસનું સ્વચ્છ વાતાવરણ . ·          ગંદકી કોઈ ને ગમતી નથી , છતાં સફાઈ બધાં કરતાં નથી . ·          કોઈ પણ પ્રકારની ગંદકી ફેલાવનાર કોઈનો મિત્ર ન હોઈ શકે . ·          દરેક