ગાંધીજી અને ચોખ્ખાઈ

આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલે છે.આખા દેશમાં અનેક રીતે ઉજવાય છે.કોઈ પ્રેસમાં ફોટા પડાવવામાં આવે છે.કોઈ ખરેખર સેવા કરે છે.મહાત્મા ગાંધી ચોખ્ખાઈ માટે ગણું કહી ચુક્યા છે.તેમના વિશે લખનાર અનેકો એ પણ આ બાબતને કેન્દ્રમાં રાખી લખ્યું છે.આવી અનેક વિગત એકઠી કરી કેટલાંક વિધાનો અહીં મુકું છું.આશા છે આપણે કામ લાગશે.

·         સંયમની શરૂઆત સ્વચ્છતાથી થાય છે.
·         દરેક રીતે ગંદકી જ રાષ્ટ્રનો પ્રથમ દુશ્મન છે.
·         કેળવણીનો પહેલો મુદ્દો વ્યક્તિગત સ્વચ્છતા છે.

·         સ્વછતાનો અમલ કરનાર જ સ્વચ્છતાનો દૂત છે.
·         ધર્મસ્થાન જેવી સ્વચ્છતા રાખવામાં જ ધર્મ શોભે છે.
·         ગંદકી કરનાર પોતાની જાત સાથે પણ ગદ્દારી કરે છે.

·         સ્વચ્છતા રાખનાર દરેક વ્યક્તિ પ્રભુનો પ્રતિનિધિ છે.
·         સુખ પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા પ્રાપ્ત કરવી જરૂરી છે.
·         કર્મયોગ એટલે પોતાની આસપાસનું સ્વચ્છ વાતાવરણ.

·         ગંદકી કોઈ ને ગમતી નથી, છતાં સફાઈ બધાં કરતાં નથી.
·         કોઈ પણ પ્રકારની ગંદકી ફેલાવનાર કોઈનો મિત્ર ન હોઈ શકે.
·         દરેકે સુખની જેમ જ સ્વચ્છતાનું સુખ મેળવવા જાતે જ મથવું પડે.

·         પર્યાવરણ બચાવવા માટેની શરૂઆત સ્વચ્છતાથી જ થઇ શકે છે.
·         આપણું ચોખ્ખાઈ તરફનું દૂર્લક્ષ આપણી સમસ્યાઓનું કેન્દ્ર સ્થાન છે.
·         ગંદકી ફેલાવનાર ને જાહેર ગુહ્નેગાર માની તેનો બહિષ્કાર કરવો જોઈએ.

·         જીવનની સાહ્યભી સ્વચ્છતા,સ્વચ્છતાની સાહ્યભી એટલે નીરોગી જીવન.
·         કપડાંમા ભપકા કરતાં લોકો જ મોટે ભાગે સ્વચ્છતા માટે પ્રતિકૂળ હોય છે.
·         જીવનમાં ધ્યેય જરૂરી છે. દરેકનો પ્રથમ ધ્યેય  ચોખ્ખાઈ જ હોવો જોઈએ.

·         પ્રાર્થનાનું સ્થળ ચોખ્ખું રાખવા કરતાં દરેક સ્થળે પ્રાર્થના થાય તેમ કરવું રહ્યું.
·         આરોગ્યપ્રદ વાતાવરણ એ અભણ અને ભણેલા બંને માટે સમાન અધિકાર છે.
·         ચોખ્ખી હવા,ચોખ્ખું પાણી અને ચોખ્ખો ખોરાક દરેક જીવનો પ્રથમ અધિકાર છે.

·         પોતાને માટે, પોતાનાં હોય કે પોતાનાં ન હોય તેમને માટેની પ્રાર્થના એટલે સ્વચ્છતા.
               જાહેર જીવનમાં દરેકની જાહેર પ્રવૃત્તિની શરૂઆત ચોખ્ખાઈ વડે જ થવી જોઈએ.
·         ભણતરની શરૂઆત શાળામાં અને આરોગ્યનું જતન જન્મ લેતાં જ શરૂં થઇ જાય છે.

·         કોણ કેટલું ચોખ્ખું તે સમજવા માટે વ્યક્તિના ઘરનું આંગણું જોવાથી જ સમજી શકાય.
·         વ્યક્તિ ચોખ્ખું બોલે,ચોખ્ખું લખે અને ચોખ્ખું જીવે એટલું જ મહત્વનું છે વ્યક્તિ ચોખ્ખું રાખે.
·         આરામ અને આરોગ્ય ને ખલેલ પહોંચાડવા માટે ગંદુ વાતાવરણ મોટી અસર છોડી જાય છે.

·         કોઈ આપની સામે ગંદકી ફેલાવે અને આપણે જોઈ રહીએ તે સામૂહિક હિંસાનો એક ભાગ છે.
·         પર્યાવરણ ભલે કુદરતની દેન છે,તેની સુંદરતા ન જળવાય તે માટે આપણે જ જવાબદાર છીએ.
·         સામાજિક,શૈક્ષણિક અને આર્થિક ભિન્નતા વચ્ચે સામ્યતા માત્ર સ્વચ્છતાના વિચારથી જ આવી શકે.

·         જનાવર કોઈ ને સીધું જ નુકશાન કરતુ નથી.માણસ ગંદકી વડે જનાવર ને પણ મુશ્કેલીમાં મુકે છે.
  
   એક પ્રસંગ અહીં યાદ આવે છે.ગાંધજી બિહારમાં હતાં.અનેક કામ માટે તેમણે અહીં રોકાવાનું હતું.લાંબો સમય રોકાવાનું હતું.કસ્તુરબા આખો દિવસ શું કરે?તેમણે બાપુ ને કહ્યું મને કશુંક કામ આપો.હું અહીં કામ કરું.

   બા ની વાત સાંભળી બાપુ કહે: 'તમે અહીં છોકરાં ને ભણાવો.'બા કહે: 'પણ મને તો વાન્ચ્વ્હાતા ય નથી આવડતું.હું તો ગુજરાતી પણ વાંચી શકાતી નથી.આ નવી ભાષા કઈ રીતે શીખવું.બા ની વાત સાંભળી ગાંધી જી કહે: 'જુઓ....શિક્ષણ એટલે કાઈ ભાષા કે અન્ય વિષયનું શિક્ષણ નહિ.પહેલું શિક્ષણ એટલે સ્વચ્છતા.આ વિશે શીખવો એટલે ભણાવ્યું જ કહેવાય.

   આજે મોદીજીના વિચારને અનેક રીતે મૂલવાય છે.મને મોદીજીના વિચારમાં બાપુના વિચારના દર્શન થાય છે.આ વિચારો કે વિધાન નીચે પૈકીના કેટલાંક પુસ્તકમાંથી લીધા છે.ક્યાંક વાક્ય કે વિગતની રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે.
-ગાંધી વિચાર...
- અડધી સદીની વાચન યાત્રા...
- આફ્રિકાનો સત્યાગ્રહ...
- સત્યના પ્રયોગો...
- ગાંધી એટલે કોણ???
- ગાંધી હમારી સોચ...
- ધેટ સ્ટ્રેન્જ લીટલ બ્રાઉન મેન...
લેખક: ફ્રેડ્રરીક બોહ્ન ફીશર ૧૯૩૨(અંગ્રેજ સરકારે આ પુસ્તક પર પ્રતીબંધ મુકીને અટકાવ્યું હતું)
-      પ્રોફાઈલ્સ ઓફ ગાંધી
(અમેરીકાના કેટલાક અતી ખ્યાતનામ લેખકોએ ગાંધીજી અંગે લખ્યું હતું તેનું સંકલન)


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી