અશ્વત્થામા અને સંજય જોષી


       

 



  


ઈચ્છાઓ...

માણસને મારવા પણ ન દે...

આજે જીવતી વાર્તામાં ‘અશ્વથામા...’

ભગવાન કૃષ્ણએ કલયુગ ના અંત સુધી જીવતા રહેવાનો શ્રાપ આપ્યો. કહેવાય છે જન્મ સમયથી માથામાં મણી લઈને જન્મેલા.શંકરનો અંશ કહેવાતા અશ્વથામા.

તો...

૧૯૮૩માં બનેલી ઘટના - શરૂઆત - ૧૯૧૩માં થઈ. તેમનો ઘાર્મિક પરિવાર. સંજય જોષીનો જન્મ નવસારી પાસેના ગામમાં થયો. ૪૦ થી ૫૦ વર્ષના થયા ત્યારે જાણ્યું કે અશ્વથામા આજેય જીવંત છે. ત્યારથી એમના દર્શન કરવાનું વિચાર્યું...

બુરહાનપૂરા પાસે અસીમગઢના કિલ્લામાં એક શંકરનું મંદિર.

જ્યાં એમની દિકરી પરણાવી હતી.

એમના પૌત્રનો ૧૮મો જન્મ દિવસ.

આ દિવસે એમની તબિયત બગડી... સારવારના અંતે કેન્સર હોવાનું જણાયું.

ખાવા-પીવાના શોખીન. રસગુલ્લા ખુબ ભાવે.

કેન્સર થયું ત્યારથી અશ્વથામાના દર્શનની તાલાવેલી લાગી. અશ્વથામાના દર્શન થાય અથવા એ સ્થળે જીવનના અંતિમ દિવસો પસાર થાય.

બુરહાનપૂરામા દીકરી-જમાઈ અને ભાણીયાં રહે. ત્યાં જવાની વ્યવસ્થા થઈ. કેન્સરને કારણે ડોકટરે વધુમાં વધુ બે મહિના જીવશે.દીકરીને ઘરે જઈ ગાડીની વ્યવસ્થા કરી.

એમણે સાંભવ્યું હતું કે અશ્વથામા સવારે પાંચ વાગે પૂજા કરવા આવે. રોજ સવારે પાંચ વાગે  જાય.

દસ - પંદર દિવસ સુધી જાય એ પહેલાં દર્શન - પૂજા કરી કોઈ જતું રહેતું હતું.ચાર વાગે.. ત્રણ વાગે.. રાત્રે બે વાગે એ વાહન લઈને આવે અને અસીમગઢ કિલ્લાના શિવ મંદિરે પહોંચે.

શરીરમાં  કેન્સર.

સંજય જોષી અસીમગઢના શિવ મંદિરમાં પહોંચે એ પહેલાં જ અશ્વથામા જતા રહ્યાં હોય અને મંદિરમાં પૂજા થયેલી દેખાય. દિકરી - જમાઈને વાત કરી... આખી રાત અહીં બેસી રહેવાનું નક્કી કર્યું.

આખીરાત અહીં કિલ્લા પાસે બેઠા.

સવારે મંદિરમાં જાય તો પૂજા કરી દીઘી હોય. અશ્વથામાના દર્શન ન થાય.આ તરફ બે મહિના આમ જ પસાર થાય. કેન્સર પછી ડોકટરે આપેલી બે મહિનાની મુદત પૂરી થઇ. ફરી રીપોર્ટ કરાવ્યો. કેન્સરના કોઈ લક્ષણ શરીરમાં ન હતા. દુ:ખ મટી ગયું. પણ એક દુ:ખ એ કે અશ્વથામાના દર્શન ન થઈ શક્યા.

સંજય જોષીએ વિચાર્યું: ‘દીકરીના ઘરે કેટલો સમય રહેવું?’

પરત નવસારી આવવાનું વિચારે  છે.

પરત ફરવા ટ્રેનમાં બુકીંગ કરાવ્યું. ટ્રેનમાં બેઠા-બેઠા એ રડતા હતા. વિચારોમાં ક્યારે ઊંઘ આવી એ ખબર ન પડી. સવારના ચાર એક વાગ્યા હશે. ટ્રેન ઊભી રહી.

સંજય જોષી જાગી ગયા.

જાયું તો કોઈ ઊંચો અને વિશાળ વ્યકિત બેઠો હતો.

૧૯૮૩ની આ વાત છે ત્યારે અંડરવર્ડ ની  મુંબઈમાં ધાક હતી. કોઈ એવી વ્યક્તિ બેઠી નથી !..

એકદમ ઉગ્ર થઈને સંજયભાઈ બોલતા હતા.

કોણ છો...?

તમારું બુકીંગ છે ?

ક્યાંથી બેઠા ?

સામેની વ્યકિત કહે; ‘આપ વડીલ છો. શાંતિથી વાત કરો.’ હું મુસાફરી માટે અહીં બેઠો છું. મુંબઈમાં હું ઉતરી જઈશ.

વાત ચિતમાં સામેની વ્યકિત યોગ્ય લાગી.સંજય જોષીને રાહત થઇ.ગાડી ઉભી હતી. થોડું અંધારું અને થોડું અજવાળું ડબ્બામાં દેખાતુ હતું.

થોડી વાતચિતના અંતે સંજયભાઈ જોષી કહે: ‘હું મારા જીવનનું સ્વપ્ન પૂરું કરવા આવ્યો હતો.હું અશ્વથામાના દર્શન માટે આવ્યો હતો.પણ, મને દર્શન ન થઈ શક્યા. રડતાં અવાજે સંજયભાઈએ વાત કરી.

સામેની વ્યકિત જવાબ આપતા કહે: ‘બધું પૂરું થાય જ. સંકલ્પ કરો! શું આપની બીજી કોઈ ઈચ્છા, ખાવું-પીવું એવા કોઈ શોખ?

સંજય - ‘હા, મને મીઠાઈ ભાવે, રસગુલ્લા તો ખુબ ભાવે.’

અશ્વથામાં - અરે! મુંબઈમાં છો, દેશમાં પ્રસિદ્ધ રસગુલ્લા અહી મળે છે.આપ રસગુલ્લા ખાઈને જાવ. અહી ઉતારી જાવ.

સંજય - ભલે અશ્વથામા ના દર્શન ન થયાં. રસગુલ્લા તો ખાઈ લાવું. તેઓ ટ્રેનમાંથી ઉતરવા બેગ હાથમાં પકડે છે. ઉતરવા જાય છે. ત્યાં સાથેનો મુસાફર કહે છે. આપ અહીં ઉતરો.. સામેજ રસગુલ્લા મળશે. મીઠાઈ ખાઓ અને સામેજ બસ સ્ટેન્ડ થી આપના ગામ નવસારીની સીધી બસ મળી જશે.

સંજય ટ્રેનમાંથી ઉતરવા જાય છે. સાથેનો મુસાફર એકલો જાગે છે ઉતરતા સંજય જોષીને કહે છે ભાઈ તમારી પાસે હળદર અને તેલ છે?

સંજય: કેમ? ‘હું મુસાફરીમાં છું. તેલ-હળદર લઈને ન ફરું ને !

મુસાફર - મને માથામાં ઈજા થઇ છે તેલ - હળદર હોય તો હુ લાગવું મને રાહત થાય.

સંજયભાઈ ઝડપથી ઉતરતાં આગળ વઘે છે ત્યાં સાથી મુસાફર કહે છે: ‘આપ ઉતરશો કે ટ્રેન ચાલું થશે. સંજય જોષી તમે નવસારી પહોંચવાની ઉતાવળ ન કરશો. રસગુલ્લા ખાઈને જજો. 

સંજય ટ્રેનમાંથી ઉતરે છે. એકદમ ચિંતામાં આવે છે કે એ મુસાફરને મારું નામ અને ગામનું નામ કેમ ખબર પડી! વિચારે પડી જાય છે - પરસેવે રેબ જેબ સંજય જોષી રસ ગુલ્લાની દુકાને જાય છે. ઓર્ડર આપે છે

ત્યાં વિચારે છે... એકદમ રસ ગુલ્લાની દુકાનના માણસ જોડે કાગળ અને પેન માંગે છે.

આખી હકીકત સંજયભાઈ લખી નાંખે છે. ચિઠ્ઠી લખી એમણે ખીસામાં મૂકી. સામે જ બસ સ્ટેન્ડ દેખાયું. નવસારીની બસ ભરાતી  હતી. કન્ડક્ટર બૂમ પાડતો હતો.

નવસારી... નવસારી... નવસારી...

સંજયભાઈ એ બસ સામે જોઈ દોડતા બસ પકડવા જાય છે. રોડ ક્રોસ કરતા પહેલાં એક ટ્રેક એમનું કચડી નાખે છે. આસપાસનાં સૌ આ જોઈ જ રહે છે.

બધાં ટોળું થઈ ભેગાં થયા.એમનું અવસાન થયું.પરિવારને જાણ કરી એમનો દિકરો આવ્યો.મૃતદેહને ઘરે લઈ ગયા.એમના ઝભ્ભાના ખીસામાંથી એ ચિડ્ડી મળી

વાંચનાર કોઈ પણને રડતાં ન અટકાવી શકાય એવી વિગત લખી હતી.

હવે મારું મરણ થાય તો વાંઘો નયી.

મારી બઘી જ ઈચ્છાઓ પૂરી થઈ છે. મને અશ્વથામા એ દર્શન આપ્યાં છે.એમનો પુત્ર અનિલ જોષી જેમણે આ વિગતો શેર કરી અને હું આપને આ જીવતી વાર્તા કહી શક્યો.

આપની જોડે આવી કોઈ બીજી વિગત હોય તો મને મોકલશો.   


વાર્તા સંભાળવા ક્લિક કરો.




.

Comments

CHETAN PANDYA said…
અદ્ભૂત! એક વખત ટી.વી.મા પણ એક શિવમંદિર માં કોઈ પૂજા કરી જાય છે પણ તે દેખાતું નથી તે અશ્વત્થામા છે એવું કહેલું તે આ મંદિર હોઇ શકે.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર