Posts

Showing posts from April, 2022

ચાર સવાલ ...

Image
રશિયાની આ વાત છે. ચતુરાઈ કોઈના બાપની જાગીરી હોતી નથી. ચતુર માણસ પોતાની રીતે જ અલગ તરવાઈ આવે છે.આવા જેક ચતુરની વાત છે. આ વાત છે રશિયાની. અહી એક મહાનગર. આ નગરનો એક રાજા. રાજાને એક દીકરી.દીકરીનું નામ ચાબુડી. સૌ તેણે કુવારી બા કે રાજ કુમારી કહીને બોલાવે.આ રાજકુમારી ખૂબ જ ચતુર.નાની ઉંમરમાં એની ચતુરાઈ જોઈ સૌને નવાઈ લાગતી. આમ ને આમ દિવસો પસાર થતાં હતાં,રાજકુમારી ચાબુડી પણ હવે મોટી થતી હતી. આમ ને આમ દિવસો પસાર થતાં ગયા. છેવટે રાજાને રાજકુમારીના વિવાહ કરાવવાનો સમય થયો. આ તરફ રાજકુમારીએ એવી વાત રજુ કરી કરી કે જે યુવાન એને સવાલ પૂછે અને જો એના સવાલના જવાબ ન આવડે તો જ એની સાથે લગન કરવા.        આ વાત જાહેર કરવામાં આવી. આસપાસના નગરના લોકો રાજકુમારી સાથે વિવાહ કરવા આવતા હતાં. રાજકુમારી ચાબુડી તેમને સવાલ કરવા કહેતી. એ આવનાર ભારેમાં ભારે સવાલ કરતાં,સામે રાજકુમારી તેમને સરળ રીતે જવાબ આપતી. આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો.હવે તો રાજકુમારી ને પણ, એવું થતું કે આવી આકરી શરત ને લીધે જ તેનો વિવાહ થતો ન હતો. આવી શરત ન કરી હોય તો આજે મારા વિવાહ થઇ ગયા હોત.        થોડા દિવસો પસાર થયાં. એક દિવસની વાત છે. નગરમાં એ

તેનાલીની ચતુરાઈ...

Image
  તેનાલીની ચતુરાઈ       આપણા દેશની આ વાત છે.તેનાલી રામન.એમની અનોખી ચતુરાઈ. સૌને ગમે એવી વાતો.અહીં એક આવી જ વાત છે. રોજના નિયમ મુજબ તેનાલી રામન રોજ સવારે ટહેલવા જતા હતા. એમ ને જે તરફ જવાનું મન થાય એ તરફ તેઓ ફરવા જાય. એક દિવસની વાત છે. આજે તેનાલી રામન સવાર સવારમાં નદી તરફ ફરવા ગયા.તેનાલી નદી કિનારે પહોંચવામાં જ હતાં ને તેમણે દૂરથી રાજગુરુ તથાચારી ને નદીમાં નહાવા જતાં જોયા. તેનાલી એ આ વખતે રાજગુરુને પરેશાન કરવાનું વિચારી લીધું. તેનાલી એક ઝાડ પાછળ સંતાઈ ગયા. રાજગુરુ કપડાં કિનારે મૂકી ને જેવા નદીમાં ગયા કે તેનાલીએ તેમના કપડાં ધીરેથી લઈ લીધાં.તેનાલીએ કપડાં લીધાં એ વાતે રાજગુરુ અજાણ હતા. થોડીવાર થઈ હશે. તેનાલી રામન  નદી કિનારે આવી ને રાજગુરુ ને કહે: ગુરુજી, આજ કાલ એવા સમાચાર છે કે આ નદીમાં મોટા મોટા મગ્ર આવી ગયા છે. મગરના વિષે સાંભળી રાજગુરુ ગભરાઈ ગયા. એમણે બહાર નીકળવાની તૈયારી કરી હતી. તેમને બહાર નીકળતાં જોઈ તેનાલી રામ કહે:’ગુરુજી આપના કપડાં મેં લઈ લીધી છે. હું આપને  કપડાં નહિ આપું. એક તરફ મગરનો ડર  અને બીજી તરફ કપડાં તેનાલી રામે સંતાડી દીધાં હતાં. ગુરુજી કહે: ‘તેનાલી મને મારા કપડાં આપો.’ તે

ઉંદર અને સુઈ...

Image
  ઉંદર અને સુઈ           ચીન દેશની આ વાત છે.આખી દુનિયામાં સૌથી વધારે વસતી ચીનમાં આવેલી છે. સૌથી વધારે વસતી ધરાવનાર દેશની આ વાત છે.આ ચીનમાં ઍક શહેર આવેલુ છે. આ શહેરનું નામ હાનચુંગ. અહિ ઍક પરિવાર રહે. આ પરિવારને સૌ હોલમીન પરિવાર તરીકે ઓળખતા હતાં. આખા શહેરમાં અને દેશમાં સૌથી વધારે ધન આ પરિવાર પાસે હતું. આ પરિવારના અનેક જાતના ધંધા   રોજગાર ચાલતા હતાં. સૌનો સમય સારો પસાર થતો હતો. અખૂટ ધન હોવાને લીધે આ પરિવાર ને કોઈ જ તકલીફ પડતી ન હતી. કાયમી એશ અને આરામ માં હોલમીન પરિવારના સૌ   જીવન પસાર કરતાં હતાં.           એક દિવસની વાત છે. ધંધામાં કોઈ એવી અડચણ આવી કે ચીનનો આ હોલમીન પરિવાર કંગાળ થઈ ગયો. એમની પાસે હવે એકેય ધંધો એવો ન હતો કે એમનું ગુજરાન ચાલી શકે. આ તરફ હવે તેમની પાસે ધન કે મિલકત ને નામે ચાંદીના કુંડળ જ હતાં. હોલમીન પરિવારના કેટલાંક   લોકો આ ચાંદીના કુંડળ વેચીને ફરી ધંધો કરવાની આશા રાખતાં હતાં. આ સમયે ઘરનાં જ કેટલાંક લોકોએ આ ચાંદીના કુંડળ ન વેચવા ને પરિવારની અંતિમ નિશાની સાચવી રાખવાનો મત ધરાવતાં હતાં. આ પરિવારમાં સુઈ નામની ઍક છોકરી હતી. તેને આ કુંડળ ગમતાં હતાં. તેણે આ કુંડળ વેચવાની ના પાડી

મા અને દિકરો...

Image
મા અને દિકરો       અમેરિકાની આ વાત છે.       અહીં હનોવર પાસે ઍક ગામ.       નાનું અને સુંદર રળિયામણું ગામ.       આ ગામમાં ઍક મહિલા રહેતી હતી. આ મહિલાને ઍક નાનું બાળક.       આ બાળક ખૂબ જ સુંદર અને ગમી જાય એવું. એની માંજરી આંખો અને સોનેરી વાળથી આ બાળક વધારે સુંદર લાગતું હતું. મા અને દીકરાની જીંદગી ખૂબ સરસ ચાલતી હતી. કોઈની નજરમાં આવે એવી એમની જીંદગી હતી. પણ , કહેવાય છે ને ખુશી કાયમ માટે રહેતી નથી. આ છોકરાને થોડાક દિવસ તાવ આવી ગયો. આખા નગરને ગમતા આ સુંદર છોકરાનું અવસાન થયું. પોતાના લાડલાનું અવસાન થવાથી આ મહિલા પાગલ બની ગઇ હતી. દીકરાના અવસાન ને લીધે આ મહિલા એનાં દીકરાના નામની રાડો પાડતી હતી. એનાં દીકરાની ઉંમરનાં છોકરાંને જુએ એટ્લે તેને ભેટી પડતી હતી.        આવુ અનેક દિવસ સુધી ચાલતું હતુ. ઍક દિવસ એવું થયું કે જે માનવામાં ન આવે. કબરમાં દફનાવેલ   આ છોકરો રાતે કબરમાંથી બહાર આવી તેનાં ઘરની બહાર આવી જાય. અહી આવી ઓટલા ઉપર બેસી આ છોકરો રડતો હતો. તેનાં મરણથી આજદિન સુધી આ છોકરાની માતા તો રોજ રડતી જ રહેતી હતી. ઍક દિવસની વાત છે. રોજની જેમ આ છોકરો કબરમાંથી બહાર આવી તેનાં ઘરના ઓટલા ઉપર બેઠો. કોઈ ક

અણસમજુ કાગડા

Image
    એક કાગડો.તેનું નામ કલવો.આખો દિવસ ફરે.આખા ગામમાં ફરે. ગામમાંથી     ખાવાનું લઈ આવે. ગમેતેના ઘરમાં જાય.લાગ મળે એટલે કાગડો ખાવાનું લઇ કાગળો પાછો આવી જાય.ખાવાનું લઈને તે નદીએ જાય.નદીને કિનારે એક ઝાડ.અહીં ડાળ ઉપર બેસીને કલવો ખાય.કોઈના ઘરેથી લાવેલું ખાવાનું ડાળ ઉપર બેસી ખાય.   નદીમાં એક બગલો રહે.કલવો રોજ તેને જુએ.તે બગલાને માછલાં પકડતાં જુએ. કાગડો બેઠો હોય.બગલો તેને પણ જુએ.આમ બંનેની   થોડા દિવસોમાં ભાઈબંધ થઇ ગઈ. બગલો નદીમાંથી માછલી પકડે.કેટલીક વખત કલવાને માછલી આપે. કલવો નાની નાની માછલી ખાય.કલબો રાજી થાય.આ જોઈ બગલો હરખાય. બગલો દરરોજ ઊંચે ઊડે. ઉડતાં ઉડતાં તે       પાણીમાં જુએ. ઉડતાં   ઉડતાં તે સરરર કરતો નીચે આવે.પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખે.બગલો પલકવારમાં માછલું પકડી પાડે. બગલો આવું કરે. કલવો રોજ આ જુએ.બગલાને તો    મોટી પાંખ. લાંબી ચાંચ સાથે બગલમાં જોર પણ ઘણું.બગલો આ કામ કરે.એકદમ આવી માછલું પકડે.બગલાને આ કામ કરવામાં સરળતા રહે. એક દિવસની વાત છે.કાગડો બેઠો હતો.બગલો ઉડતો હતો.એકદમ નીચે આવી માછલાં પકડતો હતો.કાગડો આ બધું જોતો હતો.કાગડો વિચારતો હતો. ‘   હું    બગલાની જેમ માછલાં પકડું.

સૌની સાથે...

Image
          નાણું ગામ.           આ ગામનું નામ રાજનગર.          અહીં એક ખેડૂત રહે.ખેડૂતને પાંચ   દિકરા.       બધાં જ બળવાન.ખેડૂતના બધા જ દિકરા મહેનતુ.આ બધા જ દીકરા એક બીજા સાથે લડવા જગાડવાનું કામ કરે.તેઓ   સગા ભાઈ હોવા છતાં એક બીજા સાથે   અંદરોઅંદર   ઝઘડતા   હતા.ખેડૂતને મનમાં થતું. ‘ મારા દિકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એ જ મારી ચિંતા છે. આ માટે હું શું કરું એવું સતત તે વિચારતો હતો. . ખેડૂત સમજુ હતો.તે તેના દિકરાઓને સંપીને રહેવા માટે ખૂબ જ સમજાવતો હતો.ખેડૂતની સલાહ દિકરા માનતા ન    હતાં.દિકરાઓ ઉપર આ વાતની કોઈ અસર થતી ન    હતી. ખેડૂત આ કારણે કાયમ માટે ચિંતામાં રહેતો હતો.   ખેડૂત દરરોજ વિચાર કરતો.તેના છોકરા સંપીને રહે , આ માટે શું કરું ? આ વાત ખેડૂત કાયમ માટે વિચારતો હતો.એક દિવસની વાત છે.આજે ખેડૂતને તેનો ઉકેલ મળી ગયો હતો. તેને થોડીક તૈયારી કરી લીધી.તેણે પાંચેય દિકરાને પોતાની પાસે બોલાવી લીધા.બધાં જ દિકરા ખેડૂતની પાસે આવીને બેસી ગયા.ખેડૂતની સામે લાકડીઓનો એક ભરો પડેલો હતો.ખેડૂતે બધાં જ દિકરાઓ સામે જોઈને કહે   ‘ જુઓ , ભારીમાંથી એક પણ લાકડી ઓછી કરવાની નહિ.હવે આ લાકડીઓની ભારી કોણ તોડી શકશે ?

ભંભોટિયો...

Image
ભંભોટિયો              એક હતી ડોશી.           તેને એકણી એક  દીકરી.     ડોશી તેની દીકરીની દીકરીની ચિંતા કરે. આ   ડોશી તેની દીકરીની સતત ચિંતા કરતી    હતી.આ કારણે ડોશી દુબળી પડી ગઈ. એક દિવસની વાત છે. ડોશીએ એની દીકરીને મળવાનું નક્કી કરી લીધું. થોડું આયોજન કરી,મારગમાં જમવા માટે થોડું આયોજન કરી ડોશી નીકળી પડી.          નિયત કરેલા દિવસે આ ડોશી પોતાની દીકરીને મળવા જવા નીકળી. દોશીના ઘરથી તેની દીકરીના ઘર સુધીમા જંગલ આવતું હતું.ડોશી ચાલતી    ચાલતી જતી હતી.સામે તેને એક વાઘ ભટકાઈ ગયો. ડોશીને જોઈ વાઘ કહે: - ‘ ડોશી ,  ડોશી ! તને ખાઉં. ’  ડોશી કહે  .                                     ‘ દીકરીને ઘેર જાવા દે , તાજીમાજી થાવા દે  ,               શેર લોહી ચડવા દે ;   પછી મને ખાજે. ’  વાઘ કહે - ઠીક.         પછી ડોશી આગળ ગયાં. અહીં સામે સિંહ આવતો દેખાયો. સિંહ પાસે આવીને કહે:- ‘ ડોશી ,  ડોશી ! તને ખાઉં. ’  ડોશી કહે   –                                       ‘ દીકરીને ઘેર જાવા દે ,   તાજીમાજી થાવા દે.                                            શેર લોહી ચડવા દે ;   પછી મને ખાજે.   સિંહ કહે-ઠીક.          ડ

શારદાબેન પટેલ

Image
શા રદાબેન પટેલ નમસ્કાર મિત્રો. એવા માણસો આપણી આસપાસ છે, જેમને આપણે ઓળખતા હોયીએ છીએ ,જેને આપણે જાણતા હોયીએ છીએ. પણ, આપણે નજીકથી પરિચીય હોતા નથી.  छोडके बंधन बांधे पायल... જેણે દુનિયાના બંધન છોડી દીધા છે,  જેણે દુનિયાના તમામ બંધન છોડી દીધાં છે. એવી વ્યક્તિની આજે વાત કરવી છે. એ વ્યક્તિને આપ માનીલો કે એમનું નામ શારદાબેન પટેલ. તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જીલ્લાનું નામ પણ કરછ અને કરછ જીલ્લાની આ ઘટના. વાત છે મિત્રો 26,મી જાન્યુવારી 2001 ની, હાહાકાર મચી ગયો છે.જ્યાં જોવો ત્યાં મોત.જ્યાં જોવો ત્યા. લોકો રડતા.  શું કરી શકાય? કોણ એનો રસ્તો કરી શકે? આખુ અર્થતંત્ર, આખું વ્યવસ્થા તંત્રા ,આખું જીવન તંત્ર, આખું જીવન શૈલી. વિચારશૈલી બદલીયેલી છે. જે જગ્યાએ શિક્ષકને સન્માન આપવામાં આવતું હતું ,એ જગ્યાએ આજે શિક્ષકને માત્રને માત્ર સરકારી પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે  એવી પરીસ્તિથી. અરે મિત્રો... છપ્પનિયા દુકાળને ભુલાવે એવી પરિસ્થિતિ. માણસોએ ૧૦-૧૦ દિવસથી ખાધુ નથી,પાણી પીધુ નથી.  નાવા - ધોવાની તો વાત ક્યાં કરવી.  થયું જાણે એવું કે ભૂકંપ આવ્યા પછી દેશ-વિદેશથી સયાહ આવવી શરુ થઈ. સહાય મોકલ નાર કોણ છે? વિર્

ઇલાજીનું બાવલું ...

Image
  ઇલાજીનું બાવલું           ઍક નાનું ગામ.         ગામનું નામ મેઘરજ.       હાલ અરવલ્લી જિલ્લાનો અંતરિયાળ અને ટ્રાયબલ વિસ્તાર તરીકે આજેય અડીખમ અને અણનમ વિસ્તાર. આ વાત 1906 નાં વર્ષની છે. જયશંકર પંડ્યાના ઘરમાં ઍક પુત્રનો જન્મ થયો. પૂત્ર દેખાવમાં ગોરો ણે જાણે પૂનમના ચાંદ જેવો. જયશંકર દ્વારા આ છોકરાનું નામ પૂનમચંદ રાખવામાં આવ્યુ.         હોળીના દિવસે બધાં એ આ બાવલાની પ્રદક્ષિણા ફરજીયાત કરવી પડતી. દરેક ધર્મના લોકો માટે આ કાયદો સામાન રીતે લાગુ પડતો.વાત જાણે એમ હતી કે તેં સમયના મોડાસા પ્રાંતના ગોરા અધિકારી રોબિન નામના પ્રાંત અધિકારીએ આ નિયમ બનાવ્યો હતો. આ એવો વિસ્તાર જયાં આજેય વનવાસી લોકો રહે છે. કુદરતની સાથે આજેય ઓછામાં ઓછી જરૂરિયાત સાથે તેઓ જીવે છે.આ પ્રદેશમાં હોળી ઍક મહત્વનો ને વિશાળ રીતે ઉજવાતો તહેવાર હતો. ઇલાજીનાં બાવલાની પ્રદક્ષિણા કરવાનું ફરમાનનો કડક અમલ થાય તેં જોવા માટે આસપાસની પોલીસને પણ બોલાવવામાં આવતી. દર વર્ષની માફક આ વર્ષે પણ અંગ્રેજો દ્રારા ઇલાજીનું બાવલું બનાવવામાં આવ્યુ. આજે જેમ રાવણ દહન વખતે રાવણનું બાવલું બનાવવામાં આવે છે એવું જ બાવલું બનાવવામાં આવતું. હા , આ બાવલું ન