ચાર સવાલ ...


રશિયાની આ વાત છે. ચતુરાઈ કોઈના બાપની જાગીરી હોતી નથી. ચતુર માણસ પોતાની રીતે જ અલગ તરવાઈ આવે છે.આવા જેક ચતુરની વાત છે. આ વાત છે રશિયાની. અહી એક મહાનગર. આ નગરનો એક રાજા. રાજાને એક દીકરી.દીકરીનું નામ ચાબુડી. સૌ તેણે કુવારી બા કે રાજ કુમારી કહીને બોલાવે.આ રાજકુમારી ખૂબ જ ચતુર.નાની ઉંમરમાં એની ચતુરાઈ જોઈ સૌને નવાઈ લાગતી. આમ ને આમ દિવસો પસાર થતાં હતાં,રાજકુમારી ચાબુડી પણ હવે મોટી થતી હતી. આમ ને આમ દિવસો પસાર થતાં ગયા. છેવટે રાજાને રાજકુમારીના વિવાહ કરાવવાનો સમય થયો. આ તરફ રાજકુમારીએ એવી વાત રજુ કરી કરી કે જે યુવાન એને સવાલ પૂછે અને જો એના સવાલના જવાબ ન આવડે તો જ એની સાથે લગન કરવા.

       આ વાત જાહેર કરવામાં આવી. આસપાસના નગરના લોકો રાજકુમારી સાથે વિવાહ કરવા આવતા હતાં. રાજકુમારી ચાબુડી તેમને સવાલ કરવા કહેતી. એ આવનાર ભારેમાં ભારે સવાલ કરતાં,સામે રાજકુમારી તેમને સરળ રીતે જવાબ આપતી. આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો.હવે તો રાજકુમારી ને પણ, એવું થતું કે આવી આકરી શરત ને લીધે જ તેનો વિવાહ થતો ન હતો. આવી શરત ન કરી હોય તો આજે મારા વિવાહ થઇ ગયા હોત.

       થોડા દિવસો પસાર થયાં. એક દિવસની વાત છે. નગરમાં એક ખેડૂત દરબાર તરફ આવતો હતો. એ રાજકુમારી સાથે વિવાહ કરવા સવાલ જવાબ કરવા આવેલ હતો.તેણે સીધો દરબારમાં લઈ ગયા. આ તરફ રાજકુમારી ને આ વાતની ખબર પડી. એ પણ,સીધી આ ખેડૂત યુવાન પાસે પહોંચી ગઈ. રાજકુમારી કહે: ;તમે મણે સવાલ કરશો? તમે તો ખેડૂત છો તમે મણે એવા કેવા સવાલ કરશો કે એના જવાબ મણે ન આવડે.?’ આ સાંભળી ખેડૂત કહે: ભગવાને સૌ ને મગજ આપેલ છે. એમાં વધારે કે ઓછું આપણે કહેનાર કોણ? મારા સવાલના જવાબ આપને આવડે તો હું વિવાહ નહિ કરું અને જો જવાબ ન આવે તો આપ મારી જોડે વિવાહ કરવાના જ છો.

      આમ વાતો ચાલતી હતી. ખેડૂતે પહેલો સવાલ કરતા રાજકુમારી ને કીધું: ‘મારો પહેલો સવાલ છે કે ‘ એક સારી ચીજ ને માટે મેં એક સારી જાત ને બહાર કાઢી?’ આ સવાલનો જવાબ રાજકુમારી ને મળતો ન હતો. તે અકળાઈ ગઈ. થોડી વાર પછી રાજકુમારી કહે: ‘મને, તમારા સવાલનો જવાબ આપવા એક રાતનો સમય આ[પ. હું આપણો જવાબ આપું એટલો સમય તમે રાજાના મહેમાન બની ને રહો.’ ખેડૂત આ વાતે સહમત થયો. આ તરફ રાજ કુમારીએ તેની ખાસ સહેલી ને આ ખેડૂત પાસે જવાબ મેળવવા મોકલી. રાજકુમારીની સહેલી તો ગઈ સીધી આ ખેડૂત પાસે.અહી જઈ એને પેલા પહેલા સવાલનો જવાબ આપવા વિનંતી કરી. સહેલીની વિનંતીથી ખેડૂત કહે:’ હું આવતો હતો.સરસ ખેતર હતું. ખેતરનો પાક  લહેરાતો હતો. અહીં એક ગાય આ ખેતરમાં ચરતી હતી. આ ગાય પણ સર્સ્જ કહેવાય ને. મેં આ સરસ ખેતરમાંથી સરસ ગાયને બહાર કાઢી આ મારો જવાબ છે.

       જવાબ લઈ રાજકુમારીની સહેલી સીધી મહેલમાં ગઈ. અહી જઈ  તેણે રાજ કુમારીને જવાબ આપી દીધો. બીજા દિવસની સવાર થઇ. ખેડૂત મહેલમાં ગયો.રાજકુમારીએ ઉપર મુજબ જવાબ આપી દીધો. ખેડૂતને ખબર પડી ગઈ કે આ જવાબ તેની સહેલીએ રાજકુમારી ને કીધો છે.રાજકુમારી કહે: ; હવે તમે બીજો સવાલ કરો.’ ખેડૂત તો તૈયાર જ હતો. તે કહે દૂર એક ગોળ દેખાતું હતો. એને મેએક ગોળ ણી મદદથી નજીક લાવી દીધું.’ આ સવાલ સાંભળી ને રાજકુમારી તો વિચારમાં જ પડી ગઈ. થોડીવાર ગોળ ગોળ વિચાર કરી ને રાજ કુમારી ખેડૂત ને કહે, થોડી વાર પછી રાજકુમારી કહે: ‘મને, તમારા સવાલનો જવાબ આપવા એક રાતનો સમય આપો .

      હું આપણો જવાબ આપું એટલો સમય તમે રાજાના મહેમાન બની ને રહો.’ ખેડૂત આ વાતે સહમત થયો. આ તરફ રાજ કુમારીએ તેની ખાસ સહેલી ને આ ખેડૂત પાસે જવાબ મેળવવા મોકલી. રાજકુમારીની સહેલી તો ગઈ સીધી આ ખેડૂત પાસે.અહી જઈ એને પેલા પહેલા સવાલનો જવાબ આપવા વિનંતી કરી. સહેલીની વિનંતીથી ખેડૂત કહે:’ પૂનમની રાત હતી. આકાશમાં ચાંદ ખીલેલો હતો.ગોળ અને ચમકદાર ચાંદ ને મેં ગોળ થાળીમાં પાણી ભરી એમાં નજીકથી જોયો.’ ખેડૂતનો જવાબ સાંભળી રાજકુમારી ચાબુડી પાસે તેની સહેલી ગઈ. ખેડૂતના સવાલનો જવાબ આ સહેલીએ રાજકુમારી ને આપી દીધો.

       બીજા દિવસે દરબાર ભરાયો. રાજકુમારી એ ચાંદામામા અને ગોળ થાળીનો જવાબ આપી દીધો. દરબારીઓ રાજકુમારીના વખાણ કરતાં હતા. રાજ કુમારી કહે:’ હવે તમે મને નવો સવાલ કરો.’ખેડૂત કહે:’ મેં એક ખરાબ જીવ ને ખરાબ રીતે ખરાબ કહેવાય તેવા સાધનનો ઉપયોગ કરી બહાર ફેંકી દીધો.’ આ ખરાબ,ખરાબ સાંભળી સૌ વિચારતા હતા. રાજકુમારીનું તો મગજ ભમતું હતું.કશું જ વિચારવાને બદલે રાજકુમારીએ એક રાતનો સમય લીધો. થોડી વાર પછી રાજકુમારી કહે: ‘મને, તમારા સવાલનો જવાબ આપવા એક રાતનો સમય આપો.

       હું આપનો  જવાબ આપું એટલો સમય તમે રાજાના મહેમાન બની ને રહો.’ ખેડૂત આ વાતે સહમત થયો. આજે ફરીથી આ તરફ રાજ કુમારીએ તેની ખાસ સહેલી ને આ ખેડૂત પાસે જવાબ મેળવવા મોકલી. રાજકુમારીની સહેલી તો ગઈ સીધી આ ખેડૂત પાસે.અહી જઈ એને પેલા પહેલા સવાલનો જવાબ આપવા વિનંતી કરી. સહેલીની વિનંતીથી ખેડૂત કહે:’ હું આવતો હતો. એક કાળો લાંબો સાપ મેં જોયો. એ નાના જીવોને મારવાની તૈયારી કરતો હતો.મેં ખરાબ કહેવાય એવી મારી તલવાર વડે એને મારી દૂર ફેંકી દીધો.’ શેલીએ રાજ દરબારમાં જઈ આ વાત રાજ કુમારી ને કીધી.

     બીજો દિવસ થયો. સવાર પડી. દરબાર ભરાયેલો હતો. ખેડૂતના આવતાની સાથે જ કાળા સાપ અને તલવારનો જવાબ આપી દીધો. આ સાંભળી સૌ ખૂશ થયાં. છેલા દિવસોમાં દરબારીઓ ને પણ મજા આવી હતી. આજે રાજકુમારી કહે:’આજે તમારો સવાલ કરો:’ આ સાંભળી ખેડૂત કહે:’ મને  આપ એ કહે કે મારા અગાઉના સવાલના જવાબ આપણે કેવી રીતે મળી ગયા?

      રાજકુમારી હવે શું જવાબ આપે? જો એ એમ કહે કે આ જવાબ એની સહેલીએ કીધા છે તો એ હારી ગઈ માનવામાં આવે. અને જો એ ખોટું બોલે તો આ જવાબ એને મળી કેવી રીતે ગયા એ કહેવું જ પડે. આ કારણે રાજકુમારીએ એની હાર માની લીધી. રજા પણ, ખૂશ થયો. રાજકુમારી અને આ ખેડૂતના વિવાહ થયાં. રાજાએ આ ખેડૂતને થોડા દિવસો પછી રાજા બનાવી દીધો. ખેડૂતને રાજ સાપી રાજા તપ કરવા હિમાલય ગયા.ખેડૂત અને રાજકુમારીએ સરસ રીતે રાજનું કામ સાંભળી લીધું. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી