Posts

Showing posts from November, 2011

દિવાળી આગમન વખતે આદિવાસી સંસ્કૃતિ

Image
દિવાળીનો તહેવાર આવે . સૌને ગમે . અનેક સારા અરમાન સાથે સૌ તેને આવકારે . આસપાસ બધે ચેતના પ્રગટે . વર્ષનો થાક , દુ : ખ , શોક સૌ ભૂલી જાય . સૌ નવી તાજગી સાથે  દિવાળી  વધાવે છે . આ દેશ વિવિધતા ધરાવે છે . ધર્મ , ભાષા , જાતિ , લિંગ કે આર્થિક ભેદભાવ નથી . હા તેમાં સરખાપણું પણ નથી . ગુજરાતનો ખાસો વિસ્તાર આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે . બનાસકાંઠા . પંચમહાલ , ડાંગ દાહોદ , અને આહવામાં આ અનોખી સંસ્કૃતિ જોવા મળે છે . હમણાં થોડા સમય માટે દાહોદ જવાનું થયું . અમારા લીડર તરીકે રાકેશભાઈ પટેલ હતા . આ વિસ્તારથી ખૂબ જ સારી રીતે તે પરિચય ધરાવે છે . અહીં એક ગરબાડા તાલુકો આવેલો છે . આ વિસ્તાર આદિવાસી વડપણ ધરાવે છે . અહીં દરેક તહેવારો પોતાની આગવી પરંપરા ધરાવે છે . દરેક તહેવાર વિશેષ રીતે ઉજવાય છે . આ વિસ્તારમાં પશુધન માટે પણ મોટે પાયે ખરીદી કરવામાં આવે છે . માણસની જેમ જ અહીં પશુઓને પણ મહત્વ આપવામાં આવે છે . પશુઓ માટે ઘુઘરા , મોરીગાં , કલર , ફુંદાની ખરીદી કરવામાં આવે છે . આ શણગારથી પશુઓને શણગારવામાં આવે છે . દિવાળીના દિવસે નૈવેધની વિધિ કરવામાં આવે છે . અહીં ઝાંપાની વિધિ કરવામાં આવે છે . આ વિધિ બે પ્

ગુજરાતમાં ગુરૂજીઓ...

Image
આવું જ એક નામ રમણલાલ સોની . સાબરકાંઠા જિલ્લામાં મોડાસાના એક નાના ગામડામાં રહે છે . ગુજરાતમાં ગુજરાતીની એકડી ખોટી બોલાય છે. પ્રકાશ સુથાર . એવો સુથાર કે જેણે પ્રયોગ શાળાના સાધનો નાકામા લગતા કે વેસ્ટ સાધનમાંથી બનાવ્યા . અનેક નાની શાળાઓને ખૂબ મોટો ફાયદો થયો . થોડા દિવસ પહેલાં મારા એક મિત્રનો sms હતો . તેમાં લખ્યું હતું . મને યાદ આવ્યું અને અહીં લખું છું . બારમાં ધોરણની પરીક્ષામા સચિન તેન્દુલકર નાપાસ થયો છે . હાલ મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ધ્વારા પાઠ્યપુસ્તકમાં સચિન તેન્દુલકરનો પાઠ છે . મનજીભાઈ પ્રજાપતિ નામના એક શિક્ષક . ગામડાનો જીવ . વૈજ્ઞાનિક રમકડાં બનાવ્યા . આખી દુનિયામાં તેમના આવા વૈજ્ઞાનિક રમતો અને તેવાં રમકડાંની નોધ લેવાઈ . આ મનજીભાઈ આજે હયાત છે . આવું જ એક નામ રમણલાલ સોની . સાબરકાંઠા જિલ્લામાં મોડાસાના એક નાના ગામડામાં રહે છે . ગુજરાતમાં ગુજરાતીની એકડી ખોટી બોલાય છે. સાચી રીત આપી . તેમના પરિચિત માણસોમાં એક હું પણ છું . મસ્તરામ નામે ઓળખાતા રામાંનલાલ સોની ખૂબ સારા લેખક છે . જયેશભાઈ પટેલ નામના એક શિક્ષક્ અને મારા સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણના પુસ્તકના તે લેખક છે . તે

ના ભૂતો ન ભવિષ્યતિ...

Image
           ગાંધીજીના જીવનમાંથી શીખવાનું ખૂબ છે . આપણને ગણી વખત એમ થાય કે મોહનદાસમાંથી મહાત્મા થનાર આપણા બાપુએ કેટલી લાંબી સફર ખેડી છે ? આજે ગુજરાતના આ પનોતા પુત્રના નામે દુનિયાના દરેક દેશમાં જાહેર સ્થળ કે માર્ગ છે . આવું ગૌરવ ધરાવનાર આખી દુનિયામાં બીજો કોઈ નેતા આજ સુધી થયો નથી . ના ભૂતો ન ભવિષ્યતિ .           આજે આપણે અહીં એક અનોખી વાત કરીશું . હા આ વાત પણ બાપુની સાથે જ જોડાયેલી છે . ગાંધીજી કોઈ એક શહેર , દેશ કે વ્યક્તિની માલિકીના નથી . બાપુ ઉપર દરેકનો સરખો અધિકાર છે . બાપુને નથુરામ નામના એક વ્યક્તિએ ગોળી મારી . ગોળી વાગી અને બાપુના પ્રાણ ઉડી ગયાં . આખા દેશ અને દુનિયામાં હાહાકાર થઇ ગયો . ભારતની રાજધાનીમાં તેમની સમાધી છે . રાજઘાટ પરની આ સમાધી હમણાં અન્ના હજારેએ મૌન ધારણ કરેલું . બાપુના નામે બધાં બધું કરી શકે . અહીં આડી વાત કરવાને બદલે મારે આ રાજઘાટ જેવી જ એક બીજી જગ્યાની વાત કરવી છે . ઇતિહાસમાંના નોધાયેલી એવી આ એક ઘટના છે . એક તરફ દેશમાં શોકનું વાતાવરણ હતું . દેશવિદેશના અનેક લોકો આ પ્રસંગે હાજર હતા . તેમાં ગુજરાતના સ્વાતંત્રસેનાનીઓ પણ હાજર હતા . આ પૈકીના કેટલાક સ્વાતં