ના ભૂતો ન ભવિષ્યતિ...




           ગાંધીજીના જીવનમાંથી શીખવાનું ખૂબ છે.આપણને ગણી વખત એમ થાય કે મોહનદાસમાંથી મહાત્મા થનાર આપણા બાપુએ કેટલી લાંબી સફર ખેડી છે?આજે ગુજરાતના આ પનોતા પુત્રના નામે દુનિયાના દરેક દેશમાં જાહેર સ્થળ કે માર્ગ છે.આવું ગૌરવ ધરાવનાર આખી દુનિયામાં બીજો કોઈ નેતા આજ સુધી થયો નથી.ના ભૂતો ન ભવિષ્યતિ.


          આજે આપણે અહીં એક અનોખી વાત કરીશું.હા આ વાત પણ બાપુની સાથે જ જોડાયેલી છે.ગાંધીજી કોઈ એક શહેર,દેશ કે વ્યક્તિની માલિકીના નથી.બાપુ ઉપર દરેકનો સરખો અધિકાર છે.બાપુને નથુરામ નામના એક વ્યક્તિએ ગોળી મારી.ગોળી વાગી અને બાપુના પ્રાણ ઉડી ગયાં.આખા દેશ અને દુનિયામાં હાહાકાર થઇ ગયો.ભારતની રાજધાનીમાં તેમની સમાધી છે.રાજઘાટ પરની આ સમાધી હમણાં અન્ના હજારેએ મૌન ધારણ કરેલું.બાપુના નામે બધાં બધું કરી શકે.અહીં આડી વાત કરવાને બદલે મારે આ રાજઘાટ જેવી જ એક બીજી જગ્યાની વાત કરવી છે.ઇતિહાસમાંના નોધાયેલી એવી આ એક ઘટના છે.એક તરફ દેશમાં શોકનું વાતાવરણ હતું.દેશવિદેશના અનેક લોકો આ પ્રસંગે હાજર હતા.તેમાં ગુજરાતના સ્વાતંત્રસેનાનીઓ પણ હાજર હતા.આ પૈકીના કેટલાક સ્વાતંત્રસેનાનીઓ ત્યાંથી બાપુના અસ્થી લઈને બાકરોલ આવ્યા.સાબરકાંઠાનું આ બાકરોલ ગામ.આજે પણ નાનું વિકસી રહેલું આ ગામડું છે.આ ગામમાં આ અસ્થીમુકી તેનું નાનકડું સ્મારક બનાવવામાં આવ્યું.નથી કોઈ આ જગ્યાને યાદ કરતું.કે કોઈ નેતા આ સ્થાળનો વિકાસ કરવાનું વિચારતું.
આખા ભારતમાં એક જ વ્યક્તિના અસ્થી બે અલગ અલગ સ્થળે સ્મારક બનાવી પધરાવવામાં આવ્યું હોય તેવી મારી યાદમાં આ એક જ ઘટના છે.જયારે વાતો કરવાની આવે ત્યારે બધાં કહે છે કે બાપુએ આપણા સૌ માટે ખૂબ કર્યું.હવે બાપુના જીવને શાંતિ મળે તે માટે આપણે આપણા દેશ માટે ગણું કરવાનું રહ્યું છે.
સાબરકાંઠા જીલ્લાના મોડાસા તાલુકાના આ બાકરોલ ગામમાં જઈ આ વૈશ્વિક મહામાનવની સમાધિના દર્શન કરવાનો નવા વર્ષમાં સંકલ્પ કરીએ.
(2/11/11)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી