Posts

Showing posts from March, 2013

વાહ...વાહ...

Image
ભરતભાઈ ચૌહાણ અને નાગજીભાઈ પટેલ.આ બે મિત્રોના નિયમિત મેલ આવે.વાંચવાનું ગમે.તેમનો બંનેનો મેલ સાથે જ આવ્યો.તેમને ગીતોનું સંપાદન કર્યું છે. ૧૧૬ બાળગીતોનો સમાવેશ કરેલ છે.તેઓએ આ સર્જકોનો આભાર માની તેનો આવો ઈ સંગ્રહ તૈયાર કર્યો છે.આ કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ ન થયા હોય તેવા ગીતો તેઓ માગે છે.તમારી પાસે હોય તેવા બાળગીતો આપ તેમને મોકલી શકો છો. બાળગીતો ડાઉનલોડ કરો શાળામાં ખૂબજ ઉપયોગી થશે. ડાઉનલોડ માટે નીચેની લીંક પર ક્લિક કરો બ્લોગ પર પહોંચો ડાઉનલોડ કરો... છેલ્લે એટલું જ કહીશ કે ..વાહ ..વાહ...  http://okanha.wordpress.com/2013/03/27/બાળગીતો-બાળકોનો-કલરવ-ઈ-પુ/

TIMES OF INDIA

Image
ગમતી નિશાળ.અમને ગમી તે રીતે સંચાલન કર્યું.ખૂબ જ સરસ પરિણામ મળ્યું.રખેવાળ દૈનિક પત્રમાં અમારી ગમતી નિશાળ વિષે છપાયું.પહેલાં બનાસકાંઠા ના લોકો આ શાળા જોવા આવતા હતા.ત્યારબાદ દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચારમાં છપાયું.બધાંને થાય કે એવી તો કેવી નિશાળ હોય કે છોકરાં ને ગમે??? અનેક લોકો આ શાળા જોવા આવ્યાં... મહારાષ્ટ્રથી શાકાલ દૈનિક પત્રના મિત્રોએ પણ મુલાકાત લીધી.TIMES OF INDIA ના બે મિત્રોએ મુલાકાત લીધી.TIMES OF INDIAમા મારી શાળા બે વખત પહેલાં પાને ચમકી.મને આવડે નહિ તોય સૌ સાથે અંગ્રેજીમાં વાત કરી.મને ખબર ન પડે પણ અંગ્રેજીમાં પૂછનાર સમજી જતા હતા.પછીતો વાતે વાતે વધ્યું.આજે આ બધા લેખોની લીંક મને કોઈએ શોધી આપી છે. આ લીંક વિજયસિંહ પરમારની છે.તેઓ TIMES OF INDIA માં રાજકોટ ખાતે છે. http://vijaysinhparmar.blogspot.in/2009/07/this-teacher-gives-students-haircuts.html બીજી લીંક પ્રમોદ પવારની  છે.તેઓ ગુજરાત TIMES OF INDIA ફોટો ગ્રાફર છે. http://articles.timesofindia.indiatimes.com/2009-05-14/rajkot/28156644_1_social-science-compound-consonants

A Casebook for Teacher Development

LEARNING FROM INNOVATIVE PRIMARY SCHOOL TEACHERS Vijaya Sherry Chand (With) Geeta Amin Choudhury Samir D. Joshi Umesh M. Patel Gujarat  Educational Commission INNOVATIONS Government of Gujarat and Ravi  J. Matthai Centre for Educational Innovation Indian Institute of Management, Ahmedabad September 2011 Introduction www.iimahd.ernet.in/ ~ vijaya / lrngfrominnovtchrs.htm

sristi.org...

Image
ડૉ.અનીલ ગુપ્તા.તેમને કામ કરતાં જોવાની મજા પડે.આખી દુનિયામાં તેમના પરિચિત માણસો.તેમનું નામ આવે એટલે તૈયાર.સંશોધન અને તેના જેવા બીજા કામમાં ડૉ.અનીલ ગુપ્તા મહેર માણસ.આવું કહેવામાં હું નાનો જ પડું છું.કશુક મળે એટલે હું અહીં લખું.મારા એક મિત્રએ મને આ લીંક મોકલી છે.આ કામમાં હું sristi.org સાથે જોડાઈ શક્યો તે મારું અહોભાગ્ય.શોધ યાત્રા ધ્વારા ભારતના સંશોધકોને વૈશ્વિક ઓળખ આપનાર આ પ્રોફેસર ગુપ્તાજીને હું ઓળખું છું.હું તેમને ઓળખું છું તે મારું ગૌરવ છે. આજે આઈ.આઈ.એમ.નો પરિચય આપવાની મારે ખાસ જરૂર નથી.પ્રોફેસર અનીલ ગુપ્તાને અનેક સન્માન મળ્યાં છે.આ સન્માન પ્રોફેસર અનીલ ગુપ્તા એ અનેકોને સન્માન આપ્યું છે.અનેક ને સન્માન સુધી પહોચવાનો રસ્તો બનાવ્યો છે.અનેક ગૌરવો જેમણે પ્રાપ્ત કર્યા છે.તેવી આ વ્યક્તિનો ફોટો જ જોવાની મજા પડે તેમ છે.મને આ ફોટો અને આ લીંક મોકલનાર મારા મિત્ર અમિત શર્માના આભાર સાથે આ લીંક શેર કરૂ છું. www.sristi.org/cms/files/Teachers-as-transformers-sample-for-web.pdf

પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન...

Image
સર્વ શિક્ષા અભિયાન મિશન કચેરી.ગુણવત્તા  સાથે સૌને  શિક્ષણ  મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ.ગુજરાત એસ.એસ.એ.એમ કચેરીમાં ક્વોલીટી એન્હાસમેન્ટ સેલ છે.આ સેલમાં ગુજરાતના બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળે તેવા અનેક પ્રયત્નો  થાય છે. પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન એટલે પ્રજ્ઞા.આ અભિગમ  ધ્વારા એસ.એસ.એ. ધ્વારા ગુજરાતના શિક્ષણમાં એક નવી તરાહ આપી છે.પ્રજ્ઞા ધ્વારા ગુજરાતને એક નવી તરહ મળી છે. અભિગમમાં  દરેક બાળક પોતાની ઝડપે શીખે છે.આ બાળકોનું ઉપચારાત્મક કાર્ય પણ સાથો સાથ થાય છે.વૈશ્વિક કક્ષાની  પ્રક્રિયાથી  ગુજરાતના બાળકો પણ શીખે છે. .આ માટે એક કોર ટીમ પણ છે.હું ગુજરાતના આ અભિનવ અભિગમની  કોર ટીમમાં જોડાયો છું.પ્રજ્ઞા અભિગમમાં મેં પર્યાવરણ વિષયના એક થી ચાર ધોરણ માટે કામ કર્યું છે.આવા અનેક કાર્યક્રમો સાથે ચાલતો એસ.એસ.એ. નો આ એક વિભાગ ગુજરાત માટે એક અનોખું કાર્ય કરે છે.શ્રી દિનેશભાઈ દેસાઈ આ ક્વોલિટી સેલના કન્વીનર છે.શ્રી પ્રકાશ સુથાર અને શ્રી પીયુશભાઇ સુથાર આ સેલમાં કામ કરે છે.કોર ટીમમાં ગુજરાતના નીવડેલા અને ઇનોવેટર્સ છે.દરેક સભ્યનો પરિચય એક લેખની જાગ્ય રાખે.આપ પણ આવા ઉમદા ગ્રુપમાં જોડાઈ શકો છો.આપના

GCERT

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર.શિક્ષણ માટે કામ કરતી આ સંસ્થા.ધોરણ એક થી  આઠના પાઠ્યપુસ્તક અને તેના  લેખનની  પ્રક્રિયા અહીં તૈયાર થાય છે.ગુજરાતમાંથી અનેક પ્રક્રિયાને અંતે એક જૂથ તૈયાર થાય છે.આ જૂથનું નામ સ્ટેટ રિસોર્સ ગૃપ(SRG).છેલ્લા બાર વર્ષથી હું તેમાં જોડાયેલ છું.હું આ સંસ્થામાંથી,તેના કાર્યક્રમોથી  શીખ્યો છું.નેશનલ કરીક્યુરમ ફ્રેમ વર્ક:2005ને આધારે મે ધોરણ ત્રણ થી  સાત ના પાઠયપુસ્તકમાં પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન લખવાની જવાબદારી નિભાવી.રાઇટ ટૂ એજ્યુકેશન:૨૦૦૯ ને આધારે ગુજરાતમાં નવા પુસ્તકોનું કાર્ય ચાલે છે.તેમાં ધોરણ એક થી આઠમાં દરેક ધોરણમાં મારું એક પુસ્તક છે.નવીન અભિગમને આધારે બાળકોની અને શિક્ષકોની આવૃત્તિ તૈયાર થાય છે.કુલ એકસો ચુમ્માલીસ પુસ્તક  તૈયાર થશે.કુલ ૧૪૪ પુસ્તકો  પૈકી છત્રીસ પુસ્તકો સાથે હું સીધો જ જોડાયો છું.ધોરણ એક મા એક પુસ્તક.બીજા ધોરણમાં બે પુસ્તક.આ રીતે આઠમાં ધોરણમાં આઠ પુસ્તક.એક વર્ષમાં બે સત્ર.બંને સત્રના પુસ્તકો અને શિક્ષક આવૃત્તિ તૈયાર થાય છે. આ સંસ્થા સાથે ખૂબ કામ કર્યું.અહીંથી ખૂબ શીખવા મળ્યું છે.આમ જોવા જઈએતો આજે અમારું પાઠ્યપુસ્તકનું  લેખક

મારો અધિકાર આપો...

Image
આપણો દેશ.વિવિધતાનો દેશ.આ વિવિધતા શિક્ષણમાં પણ છે.ગરીબ,અમીર,ચતુર અને મૂર્ખ સૌ ભણે છે.ગરીબને પણ અધિકાર આપ્યા છે.પહેલાં સાતમું ધોરણ પાસ થઇ શિક્ષક થવાતું.તે શાળામાં ભણાવતાં હતા.સાતમું ધોરણ પાસ થનાર બાળકોને સાતમું પાસ થાય ત્યારે સાત પાસ ગુરૂજી  ગુણ પત્રમાં સહી કરતાં હતા.આજે સાત પાસ થનાર છોકરો  સહી પણ કરતાં શીખી શકતો નથી.એટલેજ એલીજીબલ ટેસ્ટ.અભીયોગ્ય કસોટી પાસ થાય તે જ આઠ પાસ મા સહી કરી શકે છે.તેને જ નોકરી મળે જે અભીયોગ્ય હોય.આ ફોટો મારા એક મિત્રએ મને મોકલ્યો.આ ફોટો  આ ભારત દેશનો નાગરિકનો છે.આ છોકરો કહે છે કે .મારે પણ ભણવું છે.હા,મને ગમે તેમ ભણાવનાર નહિ.હા,મને ગમે તે રીતે ભણાવનાર કોઈ મળે તો મારો સંપર્ક કરશો.કારણ હું ભારતનો નાગરિક છું.મને પણ મારા અધિકારો મળ્યાં છે.ચાલો અધિકાર આપવાની જવાબદારીમાં સૌને  સાથે જોડીએ.

આજથી તેર વર્ષ પહેલાં....

Image
રખેવાળ દૈનિકમાં હું કાર્ટૂન   બનાવતો હતો.તંત્રી તરીકે સ્વ.અમૃતલાલ શેઠ હતા.તે મને કહે છોકરા તું લખ.કશુક નવું લખ.અને મેં અહીંથી લખવાની શરૂઆત કરી. સતત દસ વર્ષ સુધી લખ્યું. આ ઉપરાંત દૈનિક ભાસ્કર,ગુજરાત સમાચાર અને સંદેશમાં ક્યારેક લખ્યું.આ ઉપરાંત  અનેક મુખપત્રોમાં લખ્યું. આગવા અનોખામાં પ્રતિભાવંત બાળકો વિશે લખ્યું.આવા બોતેર બાળકો વિશે લખ્યું.આ પૈકી સત્તાવીસ બાળકોની દૂરદર્શનમાં શૈક્ષણિક કાર્યક્રમની શ્રેણી તૈયાર થઇ.મને ગમ્યું.વાચકો દર્શકોએ વખાણ્યું.ચાલો રમકડું બનાવીએ લખ્યું.નકામી વસ્તુઓથી કામનું બનાવ્યું. અનેક વખત વિશેષાંકમાં લખ્યું.ગુજરાત સરકાર પચાસ વર્ષની ઉજવણી કરતી હતી તેના અનેક અંકો લખ્યા.આ ઉજવણીના ભાગરૂપે બાળસાહિત્યનું સંપાદન કરવાની જવાબદારી નિભાવી.દરેક ધોરણમાં એક પુસ્તક ના લેખક તરીકે ગૌરવ મળ્યું.હવે ફરીથી નિયમિત લખવાનું વિચારું છું.શું લખવું તે નક્કી નથી.હા મારા બ્લોગના ટાઇટલ  થી જ લખવું છે.જોડાક્ષર વગરની વાર્તા અને ગીતો લખી નેશનલ રેકોર્ડ કર્યો. ગીત તરંગ ભાગ એક અને બે.આ ઉપરાંત સમજણની વાર્તા...વાર્તા રે વાર્તા...દાદાનો ડંગોરો...ચાલો રમકડાં બનાવીએ...ગબુના ગોટાળા...ગણિતનો જાદુગર.આ

ગુજરાતી ગૌરવ ...

Image
ગુજરાત કાયમ અનોખી ભાત પાડે છે.આવી નવી ભાત પાડનાર  શ્રી સતીશભાઈ મોરી.ગુજરાતની પ્રથમ HD ચેનલ શરુ કરવાનું ગૌરવ ધરાવતા શ્રી મોરીને થોડા દિવસો પહેલા રૂબરૂ મળવાનું થયું.હું અમદાવાદ હતો.અમે તેમણે મળ્યા. તેઓ ‘માસ્ટર ઇન ડેવલોપમેન્ટ કોમ્યુનીકેશન’ની લાયકાત ધરાવે છે.આ લાયકાતને અનુરૂપ અનેક કામ પણ તેમના નામ સાથે વણાયા છે.આ માણસની કુનેહ અને આવડતને લીધે તે આજે ગુજરાતી ગૌરવના સ્લોગન સાથે વી ટી.વી.નું સંચાલન થઇ  રહ્યું છે. શિક્ષણ અને સંસ્કાર માટે બધું જ કરી છુટવાની વાત કરનાર સતીશભાઈ સાથે મારે  શિક્ષણમાં અનોખું કામ કરતા માણસોની એક ટેલિવીઝન માટે સીરીઝ બનાવવાની વાત થઇ.મેં તેમને  આ માટે મારી સહમતી આપી.થોડા સમય પછી આ નવી ગુજરાતી સમાચાર ચેનલમા મારા અને તમારા મિત્રો દેખાશે.આવું થાય તે માટે આપનો સહયોગ જરૂરી છે. Innovation is most in education. ગુજરાત સરકારે ઇનોવેશન કમિશન બનાવ્યું છે.આઈ.આઈ.એમ.ધ્વારા પણ ભારતમાંથી Innovative teachers પસંદ કરી ચુકેલ છે. આ યાદીમાં મારી સાથે ગુજરાતના અનેક મિત્રો પણ હતા.આવા ગુજરાતમાં હાલ વીસથી બાવીસ મિત્રોને હું ઓળખું છું. આ કામ આ વખતે પણ વધ્યું છે.આઈ.આઈ.એમ. અમદાવાદ,ગુજરાત સરકાર

મમ્મી ક્યાં કપડાં પહેરું ???

Image
બાળરમતો બાળકના વિકાસનું અનોખું માધ્યમ છે.શારીરિક અને માનસિક સમતુલા માટે આ રમતો ખૂબ જરૂરી છે.બાળકોમાં સમૂહ ભાવના કેળવાય તેવી જો કોઈ જગ્યા હોય તો તે રમતનું મેદાન.એવી અનેક રમતો છે.આ રમતો આજે આપણને યાદ પણ નથી કે તે રમત કઈ રીતે રમાય.આવી વિસરાતી રમતો માટે અનેક લોકો કામ કરે છે.ચાલો આપણે આવા કામની શરૂઆત કરીએ.આપણા બાળકો  સાથે નિયમિત રમતો રમીએ.આ આજે લખવાનું એટલા માટે મન થાય કે આજે અનેક બાળકોને રંગપર્વમાં ખૂલ્લા રમતા જોયા.મમ્મી પપ્પા વગર.કારણ આજે ધુળેટી.આજે બુધવાર.બુધ કરે શુધ.આજે છોકરાંને મજા પડી હશે. દસમાં અને બારમાની પરીક્ષાઓ પછી વધારે છોકરાં જોઈ શકયા.કેમ પણ માતા પિતા તેમના બાળકોને શક્તિને ઓછી આંકે છે.આપણાં કરતાં ઓછા તાકતવર લાગતાં આ છોકરાં ખૂબ જ શક્તિઓના માલિક હોય છે.જીવન કૌશલ્યમાં  મહત્વના દસ કૌશલ્યો છે.આ કૌશલ્યો કેળવવા જરૂરી છે.આ બધા જ કૌશલ્યો નાનપણમાં કેળવી શકાય છે. આવા વિવિધ કૌશલ્યો માટે ગણું લખાયું છે.દરેક બાળકની પોતાની એક અનોખી દુનિયા હોય છે.આ દુનિયાનો વિકાસ કરવા આપણે માત્ર નિમિત્ત બનીએ.શું એવું બને કે શાળાનાં તમામ છોકરાંને એક જ સમયે પેશાબ લાગે ? શાળામાં એક જ સમયે પેશાબ પાણીની છૂટ

વિવેકાનંદ (જોડાક્ષર વગરની વાર્તા)

Image
શિયાળાના દિવસો હતા.આમ પણ શિયાળામાં રાત લાંબી હોય.દિવસો ટૂંકા હોય.રાત લાંબી હોવાથી બધોને ઊંગવાની મજા પણ આવે.આખા શહેરમાં બધાં ઊંગતાં હતાં.સૂરજ ઉગવાની વાર હતી. ઘણાં લોકો જે સવારે વહેલા જાગતા તેમનો આવાજ સંભાળતો હતો.પોશવદ સાતમ અને સોમવારનો દિવસ હતો.કોલકાતા શહેરના એક વકીલના ઘરમાં દોડધામ ચાલતી હતી.સવારના છ વાગવામાં હતા.આવા શુભ દિવસે કોલકાતાના આ વકીલના ઘરમાં પારણું  બંધાયું.ઘરમાં દીકરાનું આગમન થયું.સૌ ખૂશ હતાં.આખા શહેરમાં વકીલનું ખૂબ મોટું નામ હતું.આખા શહેરમાં આ વકીલનું નામ આદરથી લેવાતું હતું.આ ઘરમાં આ નાનો છોકરો ઉછરતો હતો.સમય જતા છોકરો મોટો થયો. છોકરો મોટો થતા જ તેને શાળામાં ભણવા બેસાડી દીધો. આખા કોલકાતા અને તેની આસપાસના ગામનાં છોકરાં અહીં ભણવા આવતાં.નાનપણથી વકીલના છોકરાનું ઘડતર ખાસ રીતે કરવામાં આવતું.અનોખ ઘડતરને લીધે આ છોકરો જુદો પડતો હતો.તે ભણવામાં ચતુર , નીડર અને હોશિયાર હતો.ખૂબ જ ધનવાન અને મોટા પરિવારનો હોવા છતાં આ છોકરો બધાની  સાથે જ રમતો અને ભણતો. એક દિવસની વાત છે.શાળામાં સાહેબ ભણાવતા હતા.સાહેબના ભણાવવાની  રીત છોકરાને અનુકૂળ ન હતી.સાહેબ ભણાવતા હતા.છોકરાં વાતો કરતાં હતાં.છોકરાં કંટા

બગડો કે છગડો...

Image
એક છોકરી.તેનું નામ ધારા.ખૂબ જ નાની.કે.જી.માં ભણવા જાય.અરે !ત્યાં તેનો સમય કડક શિસ્ત શીખવા પસાર કરે.તેની મમ્મી તેને ખાસી મદદ કરે.મમ્મીને એમ કે બેબીને બધું જ આવડે.ખાસું બધું હોમવર્ક હોય તો પણ મદદ કરે.ધરાને એક થી પાંચ સરળતાથી લખે.જયારે તેણે ૬(છ)લખવાના હોય ત્યારે તે ભરાઈ પડે.જયારે તેને ૬(છ)લખવાના હોય ત્યારે તે પૂછે:મમ્મી ‘ઉંધો?’તેની મમ્મી  હા પડે એટલે ધારા ઉંધો બે(૨) લખી નાખે.આવું ચાલતું જ હોય છે.ક્યારેય સાચી સમજ કેળવતા નથી.આવી સમજ આપવાને બદલે ટૂકો રસ્તો અપનાવીએ છીએ.કેટલાય સવાલો છે બાળકના મનમાં.... કેમ દિવસ રાત થાય? કેમ ચાર પછી પાંચ? કેમ પંખી ઉડતા હશે?  કેમ ટ અને ડ સરખ જેવા છે? કેમ ૨ અને ૬ સરખા જેવા છે? કેમ?કેમ?કેમ?આવા કેમ તમારા ધ્યાનમાં આવે તો મોકલો.મજા પડશે.

RAJESHKUMAR R. SAKARIYA

Image
Chanch Bandar village of Rajula taluka in Amreli district is a peninsula that juts into the Arabian Sea. When Rajeshkumar Sakariya joined the school in 1999, there were about 500 students enrolled in school and seven teachers. The villagers suffered from the fairly common problems of lack of drinking water, poor roads, and so on. The village was large, with about 12,000 people.   It was geographically disadvantaged; there was no scope for agricultural or any other economic activity. Hence most of the people migrated in search of livelihoods. They took their children with them, and when they returned the children had either to be admitted into the same class or they dropped out. The teachers were, however, very popular, and the school had a number of co-curricular activities.    The periodic migration was an issue and Rajeshkumar discussed this problem with his colleagues. They were of the opinion that migration was something not in their control and that the parents had to decid

NCERT

Image
After independence of the country, systematic and planned efforts were needed to fulfill the national commitment enshrined under Article 45 of the Constitution for providing free and compulsory education for children up to the age of 14 years. Certain basic inputs such as identification of school-less habitations, their population and distance at which schooling facility is available were required for making planned efforts in the direction of fulfilling the said commitment. The First All India Educational Survey (AIES), undertaken in 1957 by the then Union Ministry of Education provided this information by covering all the States/UTs. Since then six more surveys have been undertaken by the National Council of Educational Research and Training (NCERT) which provided basic inputs for planning new schools, upgrading existing schools, and also for enhancing the essential facilities in them. In addition, these surveys have also provided inputs to make schools more at

हमारे नेताजी.....

Image
कार्टून कुछ कहता हैं , बिना बोले चड्डी खिचता हैं !   !   ! का र्टून बिना शब्दों के बहोत कुछ कहता हैं !भारतमे कई अच्छे कार्टूनिस्ट हैं ! मेने भी कार्टूनिस्ट की तोर पे कम किया हैं !में फरकड़ी के नाम से कार्टून बनाता था !मुझे कहने में खुशी होगी की अब हम यहाँ कार्टून कोर्नर कर रहे हैं ! यहाँ एक मिनिस्टर गांधीजी की छबी के  आघे बेठे है !किसी से कुछ लेन  देन कर रहे हैं ! गांधीजी के चहरे को नेताजी ने एक हाथसे बंध करदिया हैं ! यहाँ बात ऐ नहीं की नेताजी पैसे ले रहे हैं !बात ये है की देने वाला भी कोई अपना हैं !नेताओ को कुछ नहीं कह सकते ! मगर देने वाले तो सोचे की यह गलत हैं !हम सब सिर्फ भ्रष्टाचार को गाली दे रहे हैं ! जो दस लाख का प्लोट लेता हैं,वो दो लाख का दस्तावेज करवाता है !वो आठ लाख का ब्लेक मणि बना के ही सबसे ज्यादा भ्रष्टाचार के खिलाफ बोलता हैं !चलो ऐसा होने से अपने आपको बचाए !