મમ્મી ક્યાં કપડાં પહેરું ???


બાળરમતો બાળકના વિકાસનું અનોખું માધ્યમ છે.શારીરિક અને માનસિક સમતુલા માટે આ રમતો ખૂબ જરૂરી છે.બાળકોમાં સમૂહ ભાવના કેળવાય તેવી જો કોઈ જગ્યા હોય તો તે રમતનું મેદાન.એવી અનેક રમતો છે.આ રમતો આજે આપણને યાદ પણ નથી કે તે રમત કઈ રીતે રમાય.આવી વિસરાતી રમતો માટે અનેક લોકો કામ કરે છે.ચાલો આપણે આવા કામની શરૂઆત કરીએ.આપણા બાળકો  સાથે નિયમિત રમતો રમીએ.આ આજે લખવાનું એટલા માટે મન થાય કે આજે અનેક બાળકોને રંગપર્વમાં ખૂલ્લા રમતા જોયા.મમ્મી પપ્પા વગર.કારણ આજે ધુળેટી.આજે બુધવાર.બુધ કરે શુધ.આજે છોકરાંને મજા પડી હશે.
દસમાં અને બારમાની પરીક્ષાઓ પછી વધારે છોકરાં જોઈ શકયા.કેમ પણ માતા પિતા તેમના બાળકોને શક્તિને ઓછી આંકે છે.આપણાં કરતાં ઓછા તાકતવર લાગતાં આ છોકરાં ખૂબ જ શક્તિઓના માલિક હોય છે.જીવન કૌશલ્યમાં  મહત્વના દસ કૌશલ્યો છે.આ કૌશલ્યો કેળવવા જરૂરી છે.આ બધા જ કૌશલ્યો નાનપણમાં કેળવી શકાય છે.
આવા વિવિધ કૌશલ્યો માટે ગણું લખાયું છે.દરેક બાળકની પોતાની એક અનોખી દુનિયા હોય છે.આ દુનિયાનો વિકાસ કરવા આપણે માત્ર નિમિત્ત બનીએ.શું એવું બને કે શાળાનાં તમામ છોકરાંને એક જ સમયે પેશાબ લાગે? શાળામાં એક જ સમયે પેશાબ પાણીની છૂટ આપવી તે કેટલે અંશે યોગ્ય છે? હા. એક વ્યવસ્થા માટે ઠીક છે.પણ તેમાં આપણી જો હુકમી ણ ચાલે. આમાં અક્કડ વલણ ના ચાલે.
બાળકોની સાથે જોડાયેલા આવા કેટલાય મુદ્દા છે.આવા મુદ્દાનો બને તેમ ઝડપથી ઉકેલ લાવવા મથામણ કરીએ.કેટલાય લોકો આ કામ કરે છે.કેટલાય આવું કામ કરનારને મોટા......કે પંતુજી માને છે. નાની નાની વાતમાં મમ્મી ને કે પપ્પાને પૂછાતા બાળકો આપણે જોયા જ છે. અરે! ક્યાંક એવું પણ જોવા મળે કે બાળકો પોતાના દરેક નિર્ણયમાં,દરેક કામમાં માતા પિતાની મદદની અપેક્ષા રાખે.આવું સતત પૂછ્નાર અનેક બાળકો છે.આવા જ બાળકો મોટા થાય ત્યારે ઉંમરે માતાપિતાની વાત ન  માનતા હોવાનું કેટલાક સંશોધનોમાં તારણ જોવા મળ્યું છે.આ માટે માતા પિતા જવાબદાર છે.
વિચારો...તમને તમારી  કામવાળી ને સતત કશુક સમજાવો છો.તમે તેને  સતત  માર્ગ દર્શન આપો છો.હવે વિચારો...તમે ઘરે ન હોવ ત્યારે આ બીને કોણ સમજાવે?કોણ શિખામણ આપે?આ વખતે આ કામવાળી બાઈ જે વર્તન કરે તે મોટી ઉંમર થતાં બાળકો કરે છે.
જુઓ, શાળામાં ગણવેશની છુટ્ટી હોય ત્યારે કયા કપડાં પહેરું...શાળામાંથી ઘરે આવી કપડાં બદલવામાં કે બીજા દિવસે શાળામાં જવાની પૂર્વ તૈયારીમાં બાળક એકલું કાંઇ જ કરતું નથી.આ માટે આપણી કેળવણી જવાબદાર છે.આવી જવાબદારી..અરે વધારે પડતી જવાબદારી જ આપણા બાળકને પરાવલંબી બનાવે છે.ચાલો આપણી જવાબદારી ઓછી થાય તેવો પ્રયત્ન કરીએ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી