ગરડાં છે જરૂરી
1860 આસપાસની વાત છે. વડીલો પોતાનાં સંતાનોને તેઓનાં હિત માટે જ સલાહ આપતા હોય છે. પરંતું આજકાલ એને કચકચનું લેબલ લાગી ગયું છે. કદાચ આ કારણે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. ઘરની શોભા વડીલ છે. ખરાં અર્થમાં જોઈએ તો વડીલ વિનાનું ઘર ફિક્કું લાગે છે. જે ઘરમાં વડીલ હોય તે ઘર વજનદાર લાગે છે. ઘરમાં વડીલોનું હોવું આવશ્યક લાગે છે. એ ઘર ઘર નથી જ્યાં વડીલો કે અનુભવીઓ બેઠાં ન હોય. એક કહેવત છે ને કે, ' જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.' અનુભવનું જ્ઞાન સંકટ સમયે કામ લાગે છે. ગમે તેવી મોટી આફત કેમ ન હોય, તે નાની બની જાય છે. આજે 90.4fm માં એક એવી જ વાત.ફ્રાન્સની વાત. એવી સુંદર મજાની વાત કે આપને પણ સહજ રીતે સમજાશે. વડીલો અને અનુભવીનું જ્ઞાન કેવી રીતે સંકટ ટાળે છે. આ વાત સમજવા માટેની એક વાત. વાત પૂરી થતાં જ સમજાઈ જશે કે આ યુગમાં પણ ઘરડાંનું જ્ઞાન કેવી રીતે ઉપયોગી બને છે ? 90.4 fm ઉપર જીવતી વાર્તાઓ આપ સાંભળી રહ્યા છો. ફ્રાન્સની આ વાત છે. દેશના રાજનું અવસાન થયું. રાજાના અવસાન પછી એમનો દીકરો રાજા બન્યો. આ યુવાન રાજાએ અને એના સાથીઓએ દેશના તમામ વૃદ્