ગરડાં છે જરૂરી



1860 આસપાસની વાત છે.

 વડીલો પોતાનાં સંતાનોને તેઓનાં હિત માટે જ સલાહ આપતા હોય છે. પરંતું આજકાલ એને કચકચનું લેબલ લાગી ગયું છે. કદાચ આ કારણે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. ઘરની શોભા વડીલ છે. ખરાં અર્થમાં જોઈએ તો વડીલ વિનાનું ઘર ફિક્કું લાગે છે. જે ઘરમાં વડીલ હોય તે ઘર વજનદાર લાગે છે. ઘરમાં વડીલોનું હોવું આવશ્યક લાગે છે. એ ઘર ઘર નથી જ્યાં વડીલો કે અનુભવીઓ બેઠાં ન હોય. એક કહેવત છે ને કે, ' જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.' 



અનુભવનું જ્ઞાન સંકટ સમયે કામ લાગે છે. ગમે તેવી મોટી આફત કેમ ન હોય, તે નાની બની જાય છે.

આજે 90.4fm માં એક એવી જ વાત.ફ્રાન્સની વાત.

એવી  સુંદર મજાની વાત કે આપને પણ સહજ રીતે સમજાશે. વડીલો અને અનુભવીનું જ્ઞાન કેવી રીતે સંકટ ટાળે છે. આ વાત સમજવા માટેની એક વાત.  વાત પૂરી થતાં જ સમજાઈ જશે કે આ  યુગમાં પણ ઘરડાંનું જ્ઞાન કેવી રીતે ઉપયોગી બને છે ? 


90.4 fm ઉપર જીવતી વાર્તાઓ આપ સાંભળી રહ્યા છો. 


ફ્રાન્સની આ વાત છે.

દેશના રાજનું અવસાન થયું.

રાજાના અવસાન પછી એમનો દીકરો રાજા બન્યો. આ યુવાન રાજાએ અને એના સાથીઓએ દેશના તમામ વૃદ્ધોને વીણી વીણીને મારી નાખવાનું નકકી કર્યું. રાજા પણ યુવાન હતો તેથી તેણે પણ હુકમ કર્યો, " પચાસ વર્ષથી મોટા હોય એ બધાંને મારી નાખવામાં આવે ! એમણે જીવન જીવી લીધું છે અને હવે બધાં નકામા છે."  આવું નક્કી થવાથી આખા દેશમાં હાહાકાર થઈ ગયો.


          રાજાના સૈનિકોએ રાજ્યમાંથી વીણી વીણીને બધાં વૃદ્ધોને મારવા માંડ્યા. 


ઘરડાં તો ગયાં પણ સાથે ડહાપણ અને અનુભવ પણ મરી પરવાર્યા. રાજાના ખાસ વિશ્વાસુ હુસેમી નામનો સલાહકાર. એને એના બાપુજી ઉપર દયા આવી. યુવાનને પોતાના વૃદ્ધ પિતાની દયા આવી. જે પિતાએ પોતાને યાતના વેઠીને મોટો કર્યો, ભણાવ્યો તેમને મારી તો ન જ નંખાય ને! તેણે પિતાને ઘરના ભોંયરામાં પૂરી દીધા અને તેમની સાર સંભાળ રાખવા લાગ્યો.  આમ ને આમ બે વર્ષ વીતી ગયાં. દેશમાં ભયંકર દુકાળ પડ્યો. બધાં વૃક્ષો અને પાક સુકાઈ ગયાં. પહાડો પર બરફ પીગળવાની શરુઆત થઈ.

એ જમાનામાં વસ્તુઓ સ્ટોર કરવાની ખાસ વ્યવસ્થા ન હતી. દુષ્કાળ ના વર્ષો વધી ગયા. બીજા ત્રણ વર્ષ દુષ્કાળ સામે લોકો જીવી રહયા હતા. આમને આમ પાંચ વર્ષ દુષ્કાળ સામે પસાર થયા. પછીના વર્ષોમાં વરસાદ થયો. નદીઓમાં નવું પાણી આવ્યું પણ કોઈની પાસે બિયારણ બચ્યું જ નહોતું. હવે પાણી હતું પણ બિયારણ ન હોવાથી તો શું કરી શકાય. અગાઉ પાણીના અભાવે અને હવે બિયારણને અભાવે લોકો જીવી ધકે એવું ન હતું. વરસાદ ન હતો ત્યારે તો સમજાય,પણ...અત્યારે...!આ તરફ પેલા રાજા હાઉસી ના સલાકહાર હુસેમિના બાપા જીવતા હતા.


         યુવાન હુસેમી પણ ખૂબ ચિંતા કરવા લાગ્યો. 


એક દિવસ તેના વૃદ્ધ પિતાએ તેને પૂછયું, " દિકરા , તને શું દુઃખ છે?" યુવાને બધી જ વાત કરી. વૃદ્ધ તો ખૂબ જ અનુભવી અને કોઠાસૂઝ વાળા હતા. તેમણે પોતાના યુવાન પુત્રને કહ્યું, " બેટા, મારી વાત ધ્યાનથી સંભાળ. હુસેમી ધ્યાનથી વાત સંભળાતો હતો. હુસેમિના પિતાજી કહે... જો સતત દુષ્કાળ ને લીધે બિયારણ હો કે ન હોય, તું ગામના બંને રસ્તે હળથી ખેડાણ કર." યુવાન હુસેમી તેના પિતાની સલાહ માનીને રસ્તાની બેઉ તરફ ખેડાણ કરી નાખ્યું. 


          થોડા દિવસોમાં વરસાદ થયો. રસ્તાની બંને તરફ લીલા લીલા અંકુર ફૂટ્યા. લોકોને ખૂબ નવાઈ લાગી.આ  વાત ફ્રાન્સના  રાજા હુકામી સુધી પહોંચી. રાજાએ સલાકહાર હુકેસીને દરબારમાં મળવા બોલાવ્યો. યુવાન સલાહકાર હુકેસીએ  બધા જ વૃધ્ધો મરાયા પણ એના પિતાજીને બચાવી લેવામાં આવ્યા અને એમને જીવતા રખાયાની વાત કરી લીધી. આખા દેશમાં ક્યાંય બિયારણ ન હતું ત્યારે કેવી રીતે અનાજ પેદા કરવું એની સલાહ અંગે પણ વાત કરી. રાજાને બધી સાચી હકીકત જણાવી દીધી. રાજાએ એના સલાહકારના વૃદ્ધ પિતાને પણ દરબારમાં બોલાવ્યા.  રાજાએ પૂછ્યું, તમને રસ્તાની બંને તરફ ખેડવાનો વિચાર આવ્યો જ કેવી રીતે? " રાજાના સવાલ ને સાંભળી એ વૃદ્ધ બોલ્યા, " કેટલાય લોકો ગાડામાં અનાજ ભરીને એક ગામ થી બીજે ગામ જતાં હોય છે. એમાંથી ઘણું અનાજ રસ્તા પર અને કિનારે વેરાય છે. તેમાંથી જ આ અંકુર ફૂટ્યા છે. " હવે રાજાને પોતાની ભૂલ સમજાઈ. આ વાત છે વર્ષ        ની આસપાસની. બસ, એ દીવસથી વૃદ્ધોની કતલ પર તેણે પ્રતિબંધ મૂક્યો અને યુવાન સલાહકારને સો સોનામહોરનું ઈનામ આપ્યું. 


      આપણી વૈશ્વિક પરંપરામાં જ કહેવાયું છે કે...


" वृद्धस्य वचनम ग्राह्यम आपतकाले ह्यूपस्थिते "

           અર્થાત્ , 

' આપત્તિના સમયે વડીલોનાં વચન માનવા જોઈએ. '


આ અને આવી બીજી જીવતી વાર્તાઓ સાંભળવા ટ્યુન રહો 90.4 fm રેડિયો પાલનપુર.  હું ડો.ભાવેશ પંડ્યા આજની જીવતી વાર્તાને વિરામ આપું છું. ત્યાં સુધી વ્યસ્ત રહો..મસ્ત રહો અને સાંભળતા રહો.


 જીવતી વાર્તા...



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી