Posts

Showing posts from April, 2013

www.teachersastransformers.org

Image
આઈ.આઈ.એમ.અમદાવાદ. શિક્ષક એક પરીવર્તક ને નામે અભિનવ પ્રયોગ કરનારને શોધવાનું કામ શરું કર્યું છે.આ અભિનવ પ્રોજેક્ટ અને તેની તમામ વિગત માટે લીકન ઉપર ક્લિક કરો.આપણી આસપાસ અનેક આવા ગુરુજી છે.તેમને આપ અહી રજીસ્ટર કરો. આપની સામે અહીં  innovation cell ઉપર ક્લિક કરો.આપના જીલ્લાનું નામ જોઈ ત્યાં આપેલ વિગતો વાંચો.DIC  website ક્લિક કરો.અહીં આપેલ વિગતો ભરો.આ વિગતો અંગે ન સમજાય તો સંપર્ક કરો. દરેક માણસ કશુક વિચારે છે.કેટલાક અમલ કરે છે.નિષ્ફળ જવાથી મોટા ભાગના લોકો છોડી દે છે.પ્રયત્ન કરવાનું મોડી વાળે છે.આ પૈકી થોડાક થાક્યા વગર મથે છે.ભૂલ સુધારે છે.ફરી અમલમાં મુકે છે.ફરી મહેનત કરે છે.છેલ્લે તે સફળ થાય છે.આ સફળતા તેને બનાવે છે ઇનોવેટર.અભિનવ. लाओ तुम्हारे बच्चे,इन्सान बनादेगें....लोग पूजेंगे ऐसे महँ बना देंगें...! આવા ગુરુજીઓ માટે અહી ક્લિક કરો. http://www.teachersastransformers.org/news-detail/3

સપ્તરંગ...(૧)

Image
જહાં સૂરજ સબસે પહેલે આકે ડાલે અપના ડેરા... વો ભરત દેશ હૈ મેરા. રખેવાળ દૈનિક.મને આ જ દૈનિકમાં જોડાક્ષર વગરની વારતા લખવા માટે નેશનલ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.આજ થી દર શનિવારે સપ્તરંગમાં  મને લખવાનો અવસર મળ્યો. ઉત્તર ગુજરાતના આ પ્રથમ દૈનિકમાં હું લખતા શીખ્યો છું.શીખું છું.લખું છું.મારો આ સપ્તરંગ માટે પહેલો લેખ છે.આપને પણ ગમશે તેવી આશા રાખું છું. સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટાગોર.... શું ખાસ.... શું સરખું.... શું સુખદ.... શું દુ:ખદ... જુઓ... http://rakhewal.in/?page_id=13

ગુણોત્સવ....ભલે બધાને એ ગ્રેડ આવે...

Image
ગુજરાત સરકાર ધ્વારા ગુણોત્સવનું આ ચોથું આયોજન છે.આ પહેલાં ત્રણ ગુણોત્સવ સંપન્ન થયા છે. ગુણોત્સવને સમજવા માટે ગુણોત્સવ કાર્યક્રમના વિકાસ અને આ કાર્યક્રમના વિશેષ ઉદ્દેશ્યને સમજીએ. ગુણોત્સવના માધ્યમથી બાળકો અને શાળાઓને બિરદાવવાનું આયોજન હતું. બાળકો,શાળાઓ અને શિક્ષકોના ગુણોને બિરદાવવા આવી શાળાઓ અને તેની શોધ કરી. શિક્ષણના વિકાસથી સમાજનો વિકાસ સાધવાનું પ્રેરક આયોજન અમલી બન્યું. ·         પ્રથમ ગુણોત્સવમાં વાચન,ગણન અને લેખનની ચકાસણી થઇ. ·          બીજી વખતના ગુણોત્સવમાં અર્થપૂર્ણ વાચન અને લેખનની ચકાસણી થઇ. ·          ત્રીજી વખતના ગુણોત્સવમાં  અર્થગ્રહણ અને અભિવ્યક્તિની ચકાસણી થઇ. ·           આ વખતના ગુણોત્સવમાં.... સમાજ અને શાળાને સાથે જોડાવાનો ઉદ્દેશ્ય છે. સમજ પૂર્વકનું વાચન અને  વાચનનું અર્થઘટન ચકાસવાનો ઉદ્દેશ્ય છે. અભિવ્યક્તિ ધરાવતા સ્વતંત્ર લેખન અને તેના જ્ઞાનને ચકાસવાનો ઉદ્દેશ્ય આ વખતના      ગુણોત્સવમા રહેલો છે. लाओ तुम्हारे बच् चे....इंसान बना देंगे...!लोग पूजेंगे ऐसे महान बनादेंगे...!

બગડુ દેશની ભાષા...(જોડાક્ષર વગરની વારતા)

Image
એક રાજા.તેનું નામ રાજસંગ.તે કાયમ માટે કલાકારોને તેના રાજમાં બોલાવે અને તેમની કલાને બિરદાવે.રાજસંગ અનેક ચતુર લોકોને તેના રાજના  કલાકાર કે સલાહકાર તરીકે રાખે.લોકો કલાકારની કલા જોવા ભેગા થતા.એક દિવસની વાત છે.રાજા બેઠા હતા.રાજાની પાસે એક ચોકીદાર પહોંચી ગયો.ચોકીદારે રાજાને સલામ કરી.રાજાને કહે:’મહારાજ,આપને  મળવા એક પરદેશી આવેલ છે.’રાજાએ આ પરદેશીને બોલાવવાની સૂચના આપી.પરદેશી થોડીવારમાં હાજર થયો.પરદેશીએ  આવીને રાજાને સલામ કરી.રાજા કહે:’આવો પરદેશી કેમ મળવા માંગો છો.’પરદેશી કહે:’મહારાજ હું અનેક ભાષાનો જાણકાર છું.’રાજા કહે:તમે અનેક ભાષાના જાણકાર છો એમાં હું શું કરું?’ પરદેશી કહે: ” મહારાજ હું આપના દેશની ભાષા જાણું છું એટલે તમારી સાથે વાત કરું છું.આપે મને જણાવવાનું છે કે મારી સાચી ભાષા કઈ હશે?’રાજાને પણ આ પરદેશીની વાતમાં મજા પડતી હતી.રાજા રાજસંગ કહે: ” ભાઈ પરદેશી,હું  તારી ભાષા કઈ છે તે જાણવા મહેનત કરીશ.હું તમને અનેક ભાષા જાણનાર તરીકે બીરદાવીશ.પણ તમે હાલ મહેમાન મહેલમાં આરામ કરો.રાજાએ ઈશારો કરીને એક સિપાઇને સૂચના આપી. આખા મહેલમાં વાહ વાહ થઇ.પણ આ પરદેશીની ભાષા કઈ રીતે જણાવી.બધાં વ

Just...

Image
    DIW ALI में ALI   RAM JAN में RAM भेदभाव से अब हमें,तुम बताओ हैं क्या काम...!  ફેઈસ બુક ઉપરથી લીધેલો ફોટો..

સત્યનો પ્રયોગ...

Image
"વોશીગટનના સેન્ટર રેલ્વે મથક પર આયોજન થયું.પોણો કલાક વગાડ્યું અને મળ્યા માત્ર..." એક એવો કલાકાર જે એક મીનીટ વગાડવાના ૫૫.૦૦૦ ડોલર.આ કિમતને આધારે તેના શો નું આયોજન થાય.આ કલાકારનું નામ જોશુઆ બેલ.જીનીયસ વાયોલીન વાદક.સંગીતમાં એક અનોખું નામ.એક અનોખી ઓળખ.ગ્રેમી અને ઓસ્કાર જેવા પ્રાઈઝ મેળવનાર જોશુઆ.આધુનિક જમાનામાં યુ ટ્યુબ ઉપર તેના ગીતો અને ધૂન સતત ડાઉનલોડ થાય છે.આ કલાકારની ઉંમર પિસ્તાળીસની  આસપાસ છે.તેના ફોટા અને સિગ્નેચર ધરાવતી સામગ્રી ચપોચપ વેચાય છે. એક પત્રકાર અને લેખક.અમેરિકાના પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત દૈનિકના લેખક.વોશિગ્ટન પોસ્ટના આ કટાર લેખક.દુનિયામાં તેમની ઓળખ.એક ઇનોવેટર અને પત્રકાર તરીકે તેમની નામના અને ધાપ.એક અભિનવ પત્રકાર તરીકેની  ઓળખ.(ગુજરાતમાં જેમ દેવેન્દ્ર પટેલ).આ પત્રકારનું નામ વેઇનગાર્ટન.કહેવાય છે કે સરખું વિચારે તે સરખા વધે. વેઇનગાર્ટનને એક વિચાર આવ્યો.આ જોશુઆ જો રેલ્વે મથક ઉપર ભિખારીની જેમ માગતો રહે તો શું થાય?તેણે કોણ ઓળખે?તેના સંગીતથી સૌ એટલા જ પ્રભાવિત થાય?આ અને આવા અનેક પ્રશ્નો. એક મીનીટ વાયોલીન વગાડવાના ૫૫,૦૦૦.આ વખતે આ કલાકારે ૪૫ મીનીટ વગાડવ