સત્યનો પ્રયોગ...
"વોશીગટનના સેન્ટર
રેલ્વે મથક પર આયોજન થયું.પોણો કલાક વગાડ્યું અને મળ્યા માત્ર..."
એક એવો કલાકાર જે એક
મીનીટ વગાડવાના ૫૫.૦૦૦ ડોલર.આ કિમતને આધારે તેના શો નું આયોજન થાય.આ કલાકારનું નામ
જોશુઆ બેલ.જીનીયસ વાયોલીન વાદક.સંગીતમાં એક અનોખું નામ.એક અનોખી ઓળખ.ગ્રેમી અને
ઓસ્કાર જેવા પ્રાઈઝ મેળવનાર જોશુઆ.આધુનિક જમાનામાં યુ ટ્યુબ ઉપર તેના ગીતો અને ધૂન
સતત ડાઉનલોડ થાય છે.આ કલાકારની ઉંમર પિસ્તાળીસની
આસપાસ છે.તેના ફોટા અને સિગ્નેચર ધરાવતી સામગ્રી ચપોચપ વેચાય છે.
એક પત્રકાર અને
લેખક.અમેરિકાના પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત દૈનિકના લેખક.વોશિગ્ટન પોસ્ટના આ કટાર
લેખક.દુનિયામાં તેમની ઓળખ.એક ઇનોવેટર અને પત્રકાર તરીકે તેમની નામના અને ધાપ.એક
અભિનવ પત્રકાર તરીકેની ઓળખ.(ગુજરાતમાં જેમ
દેવેન્દ્ર પટેલ).આ પત્રકારનું નામ વેઇનગાર્ટન.કહેવાય છે કે સરખું વિચારે તે સરખા
વધે. વેઇનગાર્ટનને એક વિચાર આવ્યો.આ જોશુઆ જો રેલ્વે મથક ઉપર ભિખારીની જેમ માગતો
રહે તો શું થાય?તેણે કોણ ઓળખે?તેના સંગીતથી સૌ એટલા જ પ્રભાવિત થાય?આ અને આવા અનેક
પ્રશ્નો.
એક મીનીટ વાયોલીન
વગાડવાના ૫૫,૦૦૦.આ વખતે આ કલાકારે ૪૫ મીનીટ વગાડવાનું.વોશીગટનના સેન્ટર રેલ્વે મથક
પર આયોજન થયું.ફોરેનમાં ભીખ માગવા પણ કૌશલ્યની જરૂર છે.એમ જ કોઈ ભીખ ન આપે.આખા
સ્ટેશનનું વીડીઓ રેકોર્ડીંગ થયું.આટલા સમયમાં કુલ ૧૦૯૭ વ્યક્તિ પસાર થઇ.આ પૈકી સાત
જ વ્યક્તિ તેણે ઓળખી શકી.બીજા પણ અનેક ઓળખાતા હશે.પણ તેમનું ધ્યાન આ તરફ ન હતું.બોલો બીજા જ દિવસે એક શો
માં આ જ કલાકારના શોની ટીકીટ ૧૦૦ ડોલર હતી.
આ કલાકારે ૪૫ મીનીટ
વગાડ્યું ત્યારે તેણે ભીખમાં બત્રીસ ડોલર
મળ્યા.કલાકારને પણ સમજાયું કે ખરી કીમત કોની છે.ખરી કિંમત કેટલી છે.આવા એક નવતર
પ્રયોગ અને ૧૦૯૭ લોકોની મુલાકાત પછી એક લેખ લખાયો.આ લેખ છપાયો અને તેના લેખકને
પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું.
અહી આપણે અને મારા
વાચકો આભાર માનશે આ બંને મહારથીઓનો જેમને એક નવતર પ્રયોગ કરી સૌને વાસ્તવિકતા
સમજાવી.અહી શ્રી ભાવેન કચ્છીના લેખને પણ આધાર રાખી લખાયું છે.શ્રી ભવેન કચ્છીને
આદર સાથે આપને અર્પણ.
Comments