સાડા ત્રણ વજ્ર
દેવરાજ ઇન્દ્રની આ વાત છે. ઇન્દ્ર એટલે કોઈ એક ભગવાન નહીં. ઇન્દ્ર એટલે દેવોના રાજા. આ રાજા બદલાતા રહે. આમ દેવોના રાજા ઇન્દ્રની આ વાત છે. આ નવા ઇન્દ્ર આવ્યા પછી સાધુ અને સંતો,મહંતો અને પૃથ્વી ઉપર લોકો ખૂબ પરેશાન રહેતા હતા. રાક્ષસો લોકોને અને ઋષિમુનિઓને હેરાન કરતા હતા. તેઓ પૂજા પાઠ કરે ત્યારે,હવન કરે તો હવનમાં રાક્ષસો વિઘ્ન ઉભું કરતા કે હવન અથવા યજ્ઞમાં હાડકાં નાખતા હતા. યજ્ઞમાં હાડકાં નાખવા એટલે કે સારું કે યોગ્ય કામ ન થવા દેવું. આડાશ કે અડચણો ઉભી કરવી. બસ, ત્યારે રાક્ષસો આ રીતે જ કરતા હતા. સાધુ,સંતો,ઋષિમુનિઓ અને બીજા લોકો આ માટે ચિંતા કરતા હતા. આ માટે બધા ભેગામલી દુર્વાસા મુનિને વાત કરી. રાક્ષસો આ રીતે હેરાન કરતા હોવ છતાં ભગવાનોના રાજા ઇન્દ્ર એ રાક્ષસોને કશું જ કહેતા ન હતા. રાક્ષસોનો ત્રાસ વધતાં અને ખૂબ જ હેરાનગતિ થવાને લીધે ઋષિ દુર્વાસા ઇન્દ્રને મળવા ગયા. આ ઇન્દ્ર સતત અપ્સરાઓ સાથે નૃત્યની મહેફિલોમાં જ રહેતા હતા. મોજશોખ અને વ્યભિચારમાં રહેનાર ઇન્દ્રને મળવા ઋષિ દુર્વાસા સ્વર્ગમાં ગયા છે. ઇન્દ્ર સામે સ્વર્ગની અપ્સરાઓ નૃત્ય કરે છે. રાજા ઇન્દ્ર મદિરા પાન કરે છે,વ્યસનો કરે છે અને મોજશોખ અને