શું ઝભ્ભો શિક્ષકની ઓળખ
એમણે ઝભ્ભા બનાવ્યા ઇનોવેટીવ કંટેન ઝભ્ભા પર મુક્યું.એમણે મીડિયામાં નોધ લેવાઈ મીડિયાના લોકો એમના સુધી આવતા થયાં.લોકોનો સહકાર વધ્યો.એમણે રાજય કક્ષાના ઉત્તમ શિક્ષકનું સન્માન મળ્યું.પણ એ પૈકી નિલમભાઇ એ આ વાત પહોંચાડવા માટે ઝભ્ભા બનાવવા માટેની એક પુસ્તિકા પણ તૈયાર બનાવી. પુસ્તિકા અનેક શિક્ષકો સુધી પહોચાડી. આજે લગભગ એશી કરતાં વધુ શાળાઓમાં નિલમભાઇનો આ ઝભ્ભા પરનો પ્રયાસ ચાલું છે. નિલમભાઇ હજું પણ નવતર પ્રયોગો કરી રહ્યા છે. આજની આ વાત એક શિક્ષકની છે. એમનું નામ નિલમ. એમની સાથે જોડાયેલ શબ્દ એટલે ઝભ્ભો. હવે તમને થશે કે આ નિલમ છોકરો છે કે છોકરી? અને આ તેનો ઝભ્ભો. આસપાસમાં ઝભ્ભો તો ગમે તે પહેરે.પણ નિલમની વાર્તામાં નિલમ એ પુરુષ છે અને તે શિક્ષક છે. તેમનો એક ખાસ તૈયાર, સરસ મજાનો ઝભ્ભો છે.તો વાત જાણે એમ બની બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની એક સરકારી શાળાના શિક્ષક આ નિલમભાઈ પટેલ તેઓ કલાકાર જીવના અને સારા ચિત્રકાર , વાર્તાકાર , અને સારા શિક્ષક સતત બાળકો માટે કામ કરતા આ ભાઈ એટલે નિલમભાઈ. એક વખત એક સમસ્યા નિલમભાઈના સામે આવે છે.સમસ્યા એ હતી કે જુદાં જુદાં ધોરણના બાળકો ભણવા માટે જુદાં જ