રાષ્ટ્રીય શિક્ષણ નીતિ:૨૦૨૦ અને પૂર્વ પ્રાથમિકબાળકના ઘડતરમાં પ્રારંભિક આઠ વર્ષ ખૂબ મહત્વના રહ્યા છે.  આ સમય બાળકોના વિકાસ, કલ્યાણ અને શિક્ષણ માટે એક મજબૂત પાયો બાંધે છે. આ પ્રારંભિક વર્ષો દરેક બાળકના જીવનકાળમાં નિર્ણાયક હોય છે. તેના વિકાસનો દર અન્ય કોઇપણ તબક્કા કરતાં આ સમયમાં તુલનાત્મક રીતે વધુ ઝડપી હોય છે. જો આ વર્ષોમાં બાળકોને પ્રેરણાદાયક અને મનોસામાજિક વાતાવરણ ન મળે તો મગજનો તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ વિકાસ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેઓને સમાન તકો પૂરી પાડવા માટે સારી ગુણવત્તાવાળું પ્રારંભિક બાળ સંભાળ શિક્ષણ (ECCE) વધુ ઉપયોગી સાબિત થયું છે. જે માત્ર બાળકોના શાળાકાર્ય પર જ નહીં પરંતુ તેના જીવનભરના શિક્ષણને લાભકર્તા બને છે.

જુલાઇ ૨૦૨૦માં ભારત સરકારે રજૂ કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦માં (ECCE) કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ને અગ્રતાઆપી છે. જ્યારે બાળક પહેલા ધોરણમાં દાખલ થાય ત્યારે શાળાએ જવા તત્પર હોય તેવા લક્ષ્ય સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં (ECCE) માટે મજબૂત રોકાણની જરૂરિયાતને સ્વીકારી છે. આ મહત્વને સફળતા પૂર્વક અમલવારી માટે શાળા શિક્ષણનું માળખું બદલવામાં આવ્યું છે.

NEP ૨૦૨૦ દ્વારા નવા ૫+૩+૩+૪ માળખામાં, ત્રણ વર્ષની ઉંમરથી  પાયાગત રીતે મજબૂત આધારનો અહીં  સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ સર્વાંગી શિક્ષણ, વિકાસ અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. NEP-૨૦૨૦માં ધોરણ ૧ની અગાઉ ૩ થી ૬ વર્ષની વય જૂથના બાળકો માટે બાળવાટીકા- ૧ અને બાળવાટિકા-૨ આંગણવાડી સાથે અને બાલવાટિકા-૩ પ્રાથમિક શાળા સાથે જોડાયેલ છે. ધોરણ: એક અને બે પણ પૂર્વ પ્રાથમિકના હિસ્સામાં આવે છે.

બાલવાટિકા એટલે...!

બાલવાટિકાને 3-6 વર્ષની વયના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શાળાનું શિક્ષણ આપતી કોઇપણ વ્યવસ્થા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. જેને આંગણવાડી, બાલવાડી, નર્સરી, પ્રિ-સ્કૂલ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.

ભારતમાં પ્રિસ્કૂલનું માળખું સરકારી સહકારી અને એનજીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સરકારી ક્ષેત્રમાં તે મુખ્યત્વે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ (આઇસીડીએસ) કે જે આંગણવાડી તરીકે ઓળખતાં કેન્દ્રો મારફતે પૂરી પાડવામાં આવે છે. એવી ઘણી ખાનગી પૂર્વશાળાઓ અને કેટલીક એનજીઓ છે જે વંચિત વર્ગોમાંથી આવતા બાળકોના સામાજિક કલ્યાણ માટે પૂર્વશાળાનું શિક્ષણ પૂરું પાડે છે.

પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં NEP ૨૦૨૦ નિર્દેશ કરે છે કે ઇસીસીઇનો એકંદર ઉદ્દેશ શારીરિક અને ગતિશીલ વિકાસ, જ્ઞાનાત્મક વિકાસ, સામાજિક-ભાવનાત્મક- નૈતિક વિકાસ, સાંસ્કૃતિક સાથે કલાત્મક વિકાસ, સાક્ષરતા અને પ્રારંભિક ભાષાનો વિકાસ ઉપરાંત સાક્ષરતા અને અંકજ્ઞાનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવાનો છે. આ બધું જ જોવા જઈએ તો એ સીધા કે આડકતરી રીતે FLN ને મદદ કરશે. જેના થકી સારા પરિણામ મળતાં થશે.

બાલવાટિકાનું મહત્વઃ-

નાના બાળકનો વિકાસ અનિવાર્યપણે બાળકની શીખવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાના સંદર્ભમાં સંભાવનાને પ્રગટ કરવાની પ્રક્રિયા છે. પૂર્વશાળા શિક્ષણ અથવા બાલવાટિકાની નોંધપાત્ર ભૂમિકા છે. તે પ્રેરણાત્મક વાતાવરણ પૂરું પાડે છે. જેના બાળકો તેમના સાથીદારોના જૂથમાં, પુખ્ત વયના લોકો અને અન્ય લોકો સાથે અર્થપૂર્ણ અને સમૃદ્ધ આંતરક્રિયા માટે વિવિધ વસ્તુઓ, સ્થાનો અને તકોનો અનુભવ કરી શકે છે.

બાલવાટિકા બાળકોને જ્ઞાનાત્મક, ભાષાકીય, શારીરિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટેના અનુભવો પ્રદાન કરીને સર્વાંગી વિકાસની તકો પૂરી પાડે છે. તે બાળકોને તેમના પ્રાથમિક શિક્ષણ માટે મજબૂત પાયો રચવામાં મદદ કરે છે, એટલે કે તે તેમને શાળામાં પછીથી શીખવા માટેના જરૂરી મૂળભૂત ખ્યાલો અને કૌશલ્યો સાથે તૈયાર કરે છે.


તે બાળકોને અન્ય કૌશલ્યો વિકસાવવામાં મદદ કરે છે. સાથોસાથ અન્ય બાળકો સાથે ભળવું, રોજિંદા સમયપત્રકને અનુસરવું, શાંતચિત્તે બેસવું, પ્રવૃત્તિમાં સક્રિય થવું, કોઇ પ્રવૃત્તિ પર ચોક્કસ ધ્યાન આપવું અને પ્રાથમિક શાળાના પ્રારંભિક વર્ષોમાં સમાયોજન સાધવામાં મદદ કરે છે. જેથી તેમની પ્રાથમિક શાળામાં સ્થગિતતામાં અસરકારક પરિણામ પ્રાપ્ત થાય છે.

અભ્યાસક્રમના ધ્યેયો:-

બાલવાટિકામાં અભ્યાસક્રમના ધ્યેયો અને ક્ષમતાઓનો હેતુ બાળકોના સર્વાંગીણ વિકાસનો છે. અભ્યાસક્રમ વ્યવહાર દરમિયાન દરેક ખ્યાલ અથવા કૌશલ્યને વિવિધ રીતે સંબોધિત કરવામાં આવે. બાળકોને સંશોધન, તપાસ, સમસ્યા- ઉકેલ અને ગહન વિચારસરણી દ્વારા તેમના શિક્ષણનું નિર્માણ કરવા માટેની તકો પૂરી પાડવી જરૂરી બને છે. NCF-FS 2022 માં આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરી શકાય છે. અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરવા માટે શિક્ષકોએ પ્રવૃત્તિઓ અનુભવો, સામગ્રી અને શિક્ષણ વ્યવહારોને સંકલિત કરવાની જરૂર છે.

બાળકોની કેળવણી:

બાળકોને કેળવવા એ એવી સિધ્ધિ છે કે જે સિધ્ધિ બાળકો દ્વારા જે તે વયકક્ષાના અંત સુધીમાં પ્રાપ્ત થવાની અપેક્ષા છે. દરેક અભ્યાસક્રમના અંતે પણ આ તેને બાળકો  પ્રાપ્ત કરે એવી અપેક્ષા છે. આ કારણે એ સુનિશ્ચિત કરી શકાય તે તમામ બાળકોને તેમના અભ્યાસક્રમના ધ્યેય સુધી પહોંચવા માટે શીખવાની યોગ્ય તકો મળે. જ્યારે બાળકો ક્ષમતા પ્રાપ્ત કરે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે, બાળક અભ્યાસક્રમમાં પ્રગતિ કરી રહ્યું છે.

અધ્યયન નિષ્પત્તિઓ:

અધ્યયન નિષ્પત્તિઓ એ પ્રવૃત્તિઓના અંત સુધીમાં પ્રાપ્ત થવાના અપેક્ષિત પરિણામો છે. આ પરિણામો જોઈ કે અનુભવી શકાય અને તેને માપી શકાય તેવાં છે. બાલવાટિકા માટે NCF-FS 2022 માં અધ્યયન નિષ્પત્તિઓને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. અધ્યયન નિષ્પત્તિઓ એ અભ્યાસક્રમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અધ્યયન સામગ્રી, શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષણનાં આયોજન અને વ્યવસ્થાપનમાં મદદ કરે છે. બાલવાટિકાની સુલભ, સ્પષ્ટ અને યોગ્ય રીતે આયોજિત કેળવણી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. બાળકનો સર્વાંગી વિકાસ અભ્યાસક્રમનાં લક્ષ્યો, ક્ષમતા અને અધ્યયન નિષ્પત્તિઓ દ્વારા પ્રાપ્ત થાય છે અને એ તમામ એકબીજા સાથે સંકળાયેલાં છે.

બાળકોને ધ્યાનમાં રાખી બનાસકાંઠા  જિલ્લા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પાલનપુર દ્વારા આ માર્ગદર્શિકા કે તાલીમી મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે  NCF-FS માં આપવામાં આવેલ CG (Curricular Goal) અને વયજૂથ પ્રમાણેની અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિલક્ષી મોડ્યુલ તૈયાર કરવામાં આવેલ છે. 

આ મોડ્યુલમાં અધ્યયન નિષ્કર્ષ ને આવરી લઈ મોડ્યુલ તૈયાર કરવામાં આવેલ છે. આ માટે જરૂરી પ્રવૃત્તિઓ, વિગતો અને જાણકારી વિસ્તૃત રીતે આપવામાં આવેલ છે. આ સામગ્રી આવનાર સમયમાં થીમ આધારિત વર્ગકાર્ય કરવામાં ઉપયોગી થશે. આપને જરૂરી જણાય તેવી વિગતો પૈકી કેટલીય બાબતો પરસ્પર ચર્ચા કરી નોંધવાની છે તો ક્યાંક જાતે નોંધ કરવી પડે એવું આયોજન આ સામગ્રીમાં છે.

આંગણવાડીનાં કાર્યકર બહેનો, સુપરવાઈઝર્સ, સી.ડી.પી.ઓ. તથા બાલવાટિકાના બાળકો સાથે કામ કરતાં શિક્ષકો માટે આ સામગ્રી ખૂબ જ ઉપયોગી નીવડશે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી